SURAT

L & T હેવી એન્જિનિયરિંગના સુરત પ્લાન્ટથી એલસી-મેક્સ રિએક્ટર્સ રવાના કર્યા, આ છે તેમની ખાસિયત

સુરત (Surat): એન્જિનિયરિંગ જગતમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કરતાં લાર્સન એન્ડ ટુબ્રોના (L & T Ltd.) હેવી એન્જિનિયરિંગ બિઝનેસે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર એમ કે સુરાનાની ઉપસ્થિતિમાં વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સને (LC-Max Reactors) નિયત સમય પહેલાં પૂર્ણ કરીને તેને રવાના કર્યાં છે. પ્રત્યેક 2313 મેટ્રિક ટન (એમટી)ની ક્ષમતા ધરાવતા રિએક્ટર્સ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા ભારતની પ્રથમ રેસિડ્યૂ અપગ્રેડેશન ફેસિલિટી (આરયુએફ) વિશાખ રિફાઇનરીને હેવી ઓઇલને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત બીએસ-6 ડીઝલમાં પરિવર્તિત કરવા માટે તેમજ ફીડસ્ટોકમાં વધારો કરવા અને પ્રોડક્ટ ફેક્સિબિલિટીમાં સુધારો કરવા માટે સક્ષમ બનાવશે. ગુજરાતના હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રોની સંપૂર્ણ સંકલિત, અદ્યતન, ડિજિટલી સક્ષમ કોસ્ટલ મેન્યુફેક્ચરિંગ એકમથી રિએક્ટર્સ ‘સિંગલ પીસ’માં સીધા વિશાખાપટ્ટનમ પહોંચશે.

આ પ્રસંગે પ્રતિક્રિયા આપતાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર એમ કે સુરાનાએ કહ્યું હતું કે, “ કંપનીની રિફાઇનરીઝને અદ્યતન અને અપગ્રેડ કરવાની કામગીરીમાં એલએન્ડટી મૂલ્યવાન પાર્ટનર રહ્યું છે. આ રિએક્ટર્સની પ્રત્યેક ડિલિવરી બદલ એલએન્ડટીનું મહત્વનું યોગદાન છે. ”.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના ડાયરેક્ટર (રિફાઇનરી) વિનોદ એસ શેનોયે કહ્યું હતું કે, “સારી કારીગરી અને સંપૂર્ણ સુરક્ષા સાથે આ પ્રકારના મહત્વપૂર્ણ ઉપકરણનું ઉત્પાદન નોંધપાત્ર બાબત છે. એલસી-મેક્સ રિએક્ટર્સની વહેલી ડિલિવરી બદલ કંપની ખુશ છે તેનાથી વિસાખ પ્રોગ્રામને લાભ થશે.” એલએન્ડટી હેવી એન્જિનિયરિંગના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ અનિલ પરબે કહ્યું હતું કે,“વિશ્વના સૌથી ભારે એલસી-મેક્સ રિએક્ટર્સની ડિલિવરી કરવામાં તથા ભારતના પ્રથમ આરયુએફ પ્રોજેક્ટનો હિસ્સો બનવામાં મહત્વની સિધ્ધી હાંસલ કરી છે. શેડ્યૂલ પહેલાં આ રિએક્ટર્સની રવાનગી કરવામા આવી છે. પ્રધાનમંત્રીના “આત્મનિર્ભર ભારત” મીશનમાં એલએન્ડટીના યોગદાનનું આ વધુ એક ઉદાહરણ છે.” એલએન્ડટી હેવી એન્જિનિયરિંગ રિફાઇનરી, ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ, ફર્ટિલાઇઝર અને ન્યુક્લિઅર પાવર ઇન્ડસ્ટ્રીઝમાં વૈશ્વિક ગ્રાહકોને હાઇ ટેક્નોલોજી રિએક્ટર્સ અને સિસ્ટમ્સ સપ્લાય કરે છે.


HPCLની વિશાખાપટ્ટનમ રિફાઇનરીમાં ઉચ્ચ ગુણવત્તાના બીએસ-6 ડિઝલના પરાવર્તન માટે રિએક્ટર્સ મહત્વના સાબિત થશે:

હજીરાથી વિશાખા પટ્ટનમમાં આવેલી એચપીસીએલની રિફાઇનરી માટે 3 સુપર હેવી રિએક્ટર્સ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. રિફાઇનરીમાં ઉચ્ચ ગુણવત્તાના બીએસ-6 ડીઝલના પરાવર્તન માટે તથા ફીડ સ્ટોકમાં વધારો કરવા અને ફાયનલ પ્રોડક્ટની ગુણવત્તામાં સુધારો કરવા માટે આ રિએક્ટર્સ મહત્વના સાબિત થશે.

વિશ્વનો સૌથી ભારે એલસીડેક્સ-મેક્સ રિએક્ટર્સ ભારતનો પ્રથમ આરયુએફ પ્રોજેક્ટનો હિસ્સો બન્યો

આ સિદ્ધિ અંગે માહિતી આપતા લાર્સન એન્ડ ટુબ્રોના સીઇઓ અને એમડી એસ.એન. સુબ્રમનિયને કહ્યું હતું કે, “ એલએન્ડટીએ એચપીસીએલને રેકોર્ડ ટાઇમમાં આ વિશિષ્ટ રિએક્ટર્સ ડિલિવરી કરી છે. એલએન્ડટી હેવી એન્જિનિયરિંગ શોપ્સ દેશમાં એકમાત્ર છે કે જેણે શેડ્યૂલ પહેલાં વૈશ્વિક ક્લાયન્ટ્સને મોટી, ભારે, લાંબી અને સૌથી જટીલ પ્રક્રિયા ધરાવતા પ્લાન્ટ ઉપકરણોની સતત રવાનગી કરી છે. આ ટ્રેક રેકોર્ડ અભુતપૂર્વ મહામારી અથવા અન્ય સ્થિતિમાં અખંડ રહ્યો છે.”

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top