National

સિંધુ બોર્ડર ખાલી કરાવા માટે હવે સ્થાનિકો ખેડૂત આંદોલનકારીઓ સાથે બાખડ્યા, વિસ્તારમાં તણાવ

દિલ્હીની સિંઘુ બોર્ડર (sindhu border) પર ખેડૂત આંદોલન (farmer protest) ને લઈને હોબાળો મચી ગયો છે. અહીં સ્થાનિક લોકો અને ખેડૂત આંદોલનના પ્રદર્શનકારીઓના બે જૂથો આમને-સામને આવી ગયા છે.

26 જાન્યુઆરીની હિંસા બાદ દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનને લઈને હોબાળો મચી ગયો છે. અહીં સ્થાનિક પ્રદર્શંકારીઓ અને ખેડૂત વિરોધકારોના બે જૂથો આમને-સામને આવી ગયા છે. સિંઘુ બોર્ડર પર ખેડૂત વિરોધ કરનારા અને સ્થાનિક વિરોધીઓ વચ્ચે એકબીજા પર થયેલા હુમલાની સાથે પથ્થરમારો શરૂ થયો છે.

ગઈકાલે પણ ગુરુવારે પણ સ્થાનિકોએ સિંધુ સરહદે ધરણાનો વિરોધ કર્યો હતો. આ લોકોએ પોતાને હિન્દુ સેનાના હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે લાલ કિલ્લા પર તિરંગાનું અપમાન તેઓ સહન કરશે નહીં. જોકે ગઈકાલે પોલીસે તેમને ત્યાંથી ભગાવી દીધા હતા. તે પછી સ્થાનિક લોકો પણ ખેડૂતોના ધરણાનો વિરોધ કરવા ગાઝીપુર પહોંચ્યા હતા. જો કે, સ્થળ પર હાજર ભારે પોલીસ બંદોબસ્તના કારણે તેઓ ખેડૂતો સુધી પહોચી શક્યા નોહતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top