SURAT

સુરતની લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી, આખાં વર્ષની ફી નહીં ભરતા બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું

સુરત (Surat): કોરોનાના (Corona/Covid-19) સમયમાં જાહેર જીવનના ઘણા સમીકરણો બદલાયા છે, એમાંનુ એક એટલે બાળકોનું શિક્ષણ. ઘણા સમયથી એટલે કે કોરોના કાળ પહેલાથી જ બાળકોને ઓનલાઇન શિક્ષણ (Online Education) આપવાની હિમાયત થતી હતી. જો કે કોરોનાના કારણે ના છૂટકે બાળકોને ફક્ત ઓનલાઇન શિક્ષણ જ આપવાની ફરજ પડી. એક રીતે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા સારી છે પણ એક રીતે ખરાબ પણ છે. કારણ જ્યારથી ઓનલાઇન શિક્ષણની શરૂઆત થઇ છે, શાળાઓ અને વાલીઓ વચ્ચે બરાબરની ટસલ શરૂ થઇ છે. અને આમાં બાળકોનું ભાવિ હોમાઇ રહ્યુ છે.

શાળાઓ પાસે શિક્ષકોને પગાર આપવા અને અન્ય મેન્ટેનન્સ (maintenance) આપવા માટે પૂરતું ફંડ નથી. બીજી બાજુ વાલીઓ પણ માંડ માંડ થોડી ઘણી ફી ની રકમ આપવા જ સક્ષમ છે. આવામાં શાળા સંચાલકો અંતે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરી દે છે. જેની અસર બાળકો પર પડે છે. સુરતની લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના (Lotus International School) વાલીઓ આજે કલેકટર પાસે મદદ માગવા ગયા છે.

લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીમંડળે કલેક્ટરને પત્ર લખીને જણાવ્યુ છે કે 1 જાન્યુઆરીથી શાળા સંયાલકોએ કેટલાક વિદ્યાર્થી અને વાલીઓને ઓનલાઇન એજ્યુકેશનના ઓનલાઇન ગ્રુપમાંથી કાઢી નાંખ્યા છે. વાલીઓનું કહેવુ છે કે તેમણે શાળાને ટ્યૂશન ફીની કેટલીક રકમ ચૂકવી દીધી છે, અને બાકીની રકમ ટૂંક સમયમાં ચૂકવી દેશે. તેમણે પત્રમાં આક્ષેપ કર્યો છે કે ગુજરાત સરકરાના સ્કૂલ ફીની વસૂલાતના તારીખ 7/10/2020ના ચૂકાદા પછી પણ લોટસ ઇન્ટરનેશનલે કુલ વાર્ષિક ફી, ટ્યૂશન ફી અને ICT ચાર્જીસના 75%ની માંગણી કરી છે.

વાલીઓએ કહ્યુ છે કે FRC એ બાળોકના ઓનલાઇન ક્લાસ ફરી શરૂ કરવાનું સૂચન કર્યુ હોવા છતાં શાળા એમ કરી રહી નથી. તો હવે કલેકટર આ બાબતમાં દખલ કરે અને કોઇ રસ્તો કાઢે. કોરોનાના સમયમાં બીજી બાજુ જો કોઇ સૌથી અસરગ્રસ્ત હોય તો એ છે ખાનગી શાળાનો શિક્ષક વર્ગ. આ લોકો બાળોકને ભણાવવા તૈયાર છે. પણ વાલીઓ ફી આપતા નથી, જેથી શાળાઓ તેમનો પગાર કરી શકતી નથી. અને બાળકોનું શિક્ષણ અટવાય છે. એટલું જ નહીં આ લોકોની કમાણી પણ અટકે છે.

આ મુદ્દે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ઘણા સમયથી સરકારને ખાનગી શાળાના શિક્ષકોને આર્થિક સહાય કરવા થોડી રકમ ફાળવવા કહ્યુ છે. તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે સરકારે ખાનગી શાળા સંચાલકોને શિક્ષકોને પગાર આપવા માટે થોડી ઘણી આર્થિક સહાય કરવી જોઇએ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top