National

બેંગલુરૂમાં યોજાશે વિપક્ષી દળોની બીજી બેઠક, અરવિંદ કેજરીવાલ પણ આપી શકે છે હાજરી

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પહેલા તમામ રાજકીય પક્ષો વિપક્ષી (opposition) એકતા માટે પ્રયાસો કરી રહ્યા છે. વિપક્ષો પોતાના પરસ્પર સંકલનને મજબૂત કરવા અને મતભેદો દૂર કરવા બેઠકો યોજી રહ્યા છે. જે સંબંધમાં થોડા દિવસો પહેલા બિહારના પટનામાં (Patna) એક બેઠક (Meeting) યોજાઈ હતી. આ બેઠક બાદ હવે બીજીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બીજી બેઠક કર્ણાટકના બેંગલુરુમાં (Bangalore) યોજાશે. આ બેઠક 17 અને 18 જુલાઈના રોજ યોજાશે. આ પહેલા પટનામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી તેનાથી અલગ થઈ જશે. પરંતુ હવે મળેલી માહિતી અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અને આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આ બીજી બેઠકમાં ભાગ લેશે.

વિપક્ષી દળોની પહેલી બેઠક નીતિશ કુમારે બોલાવી હતી. જે પછી હવે આ વખતેની બીજી બેઠક કોંગ્રેસ પાર્ટી બોલાવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બીજી બેઠકમાં 24 રાજકીય પક્ષોના નેતાઓ સામેલ થશે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં સોનિયા ગાંધી પણ હાજરી આપશે.

આ સાથે આ વખતે પાટનાની બેઠકમાં ભાગ ન બનેલી પાર્ટી પણ આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં મારુમલાર્ચી દ્રવિડ, મુનેત્ર કઝગમ (MDMK), કોંગુ દેસા મક્કલ કાચી (KDMK)નો પણ સમાવેશ થાય છે. જેઓ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી સાથે NDA ગઠબંધનનો ભાગ હતા.

મલ્લિકાર્જુન ખડગેએ તમામ વિરોધ પક્ષોને આમંત્રણ મોકલ્યું
કર્ણાટકના બેંગલુરુમાં યોજનારી વિપક્ષી દળોની આ બીજી બેઠક માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમામ વિરોધ પક્ષોને આમંત્રણ મોકલ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ નેતાઓને આમંત્રણ મોકલ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પટનામાં યોજાયેલી બેઠક ઘણી સફળ રહી અને અમારે તેને ચાલુ રાખવાની છે.

તેમણે વધુમાં કહ્યું હું માનું છું કે આ ચર્ચાઓ ચાલુ રાખવી અને અમે જે ગતિ બનાવી છે તેને આગળ વધારવી એ મહત્વપૂર્ણ છે. આપણા દેશને જે પડકારોનો સામનો કરવો પડે છે તેના ઉકેલો શોધવા માટે આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. હું તમને 17 અને 18 જુલાઈના રોજ બેંગલુરુમાં યોજનરી આ બેઠકમાં હાજરી આપવા વિનંતી કરું છું.

Most Popular

To Top