Comments

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચના લોચા

તા. 5 મી ઓગસ્ટ 2019 ના રોજના બંધારણીય સુધારાને પગલે જેમાં લાંબા ગાળાના ફેરફાર આવ્યા છે તે જમ્મુ-કાશ્મીરમાં મોટા પ્રમાણમાં સામાજિક અને રાજકીય સમસ્યાઓ પેદા થઇ છે. એક વખતના રાજય જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશના નીચલા દરજ્જો ઉતારી નાંખવા બંધારણની કલમ 370 નાબૂદ કરી બંધારણીય ફેરફાર કરનારાઓએ વિકાસ અને રોજગારીના મોટાં મોટાં વચનો આપી કંઇ નહીં કરતાં સમસ્યાઓ પેદા થઇ છે અને વધી છે. આ પશ્ચાદ્‌ભૂમાં જમ્મુ અને કાશ્મીરના લોકોના મગજના (જુદાં કારણોસર લેહ અને કારગીલના લોકોના મગજમાં છે તેવા અજંપા જેવા) અજંપામાં સીમાંકન પંચના કારણે ગૂંચવાડો પેદા થયો છે એમ સમાચારો અને રાજકીય પક્ષોની પ્રતિક્રિયા પરથી લાગે છે. પ્રાથમિક હેવાલ પરથી લાગે છે કે સીમાંકનનો વ્યાયામ બંધારણીય જવાબદારીઓ પૂરી કરવા અને લોકોનાં જીવનને સરળ બનાવવાના હેતુસર કરવાને બદલે રાજકીય હેતુસર વધુ કરવામાં આવે છે.

મત વિસ્તારના સીમાંકન પાછળનો હેતુ જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં વસ્તીના કદને ધ્યાનમાં રાખીને કરવાનો છે. જમ્મુ-કાશ્મીરમાં આ હેતુ ખાસ જણાય છે. પ્રાથમિક હેવાલ સૂચવે છે કે રાજકીય હેતુ ધ્યાનમાં રાખી અન્ય ખાસ પરિબળોને અવગણવામાં આવ્યાં છે. ચૂંટણી એટલે રાજકારણ અને સીમાંકન પ્રક્રિયા તેમાં આવી જ જાય. પણ સીમાંકન અને ચૂંટણી આખરે તો લોકોના ભલા માટે છે અને અહીં એ વાતની સદંતર અવગણના કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીર બંધારણીય રીતે વિશિષ્ટ દરજ્જો ભોગવતું હોવા ઉપરાંત વૈવિધ્ય  પણ ધરાવે છે, પણ અહીં ફેરફાર પણ દેખાય છે તેથી તેનાથી વધુ ઊંડું છે.

જમ્મુ-કાશ્મીર અને પૂર્વાંચલનાં રાજયોમાં સીમાંકન પ્રક્રિયા હાથ ધરવા માટે બંધારણીય બાબતો ઉપરાંત જે તે પ્રદેશમાં લોક દરજ્જો પણ ધ્યાનમાં લેવો જોઇએ. જમ્મુ-કાશ્મીર અને લડાખનાં લોકોનું જીવનવૈવિધ્ય ઊડીને આંખે વળગે તેવું છે અને તેની પાછળ ઐતિહાસિક પશ્ચાદ્ભૂ છે. શાસક પક્ષની ચૂંટણી ગણતરીઓ અને મતની ગણતરીમાં આ લોક વૈશિષ્ટયનો ભોગ લેવાઇ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરની રાજય તરીકે રચના પાછળનો હેતુ તેની પ્રાદેશિક ભાષાકીય અને વંશીય વિવિધતા હતી. જમ્મુ-કાશ્મીર અને લડાખના પ્રદેશોમાં લોકવૈવિધ્ય ઘણું છે અને પાકિસ્તાનની સરહદે આવેલું આ મુસ્લિમ બહુમતી અને એકપાત્ર મુસ્લિમ બહુમતી રાજય છે. આ મુસ્લિમ બહુમતી લક્ષણો રાજકીય વાતાવરણ બદલી નાંખ્યું છે પણ બિનસાંપ્રદાયિક રાજય તરીકે ગોઠવનારાઓની દૃષ્ટિએ તે એક પડોશી દેશના સંદર્ભમાં સારું બિનસાંપ્રદાયિક રાજય છે અને સમયની કસોટીમાંથી તે પાર ઊતર્યું છે.

સીમાંકન મંચમાં મુસદ્દા હેવાલ
આ કેન્દ્રશાસિત પ્રદેશના 59 સભ્યો એટલે કે સહયોગી સભ્યોને હિસ્સેદાર બનાવવા આપ્યો છે. પણ તેણે લોકસભાની અને વિધાનસભાની બેઠકોની સીમા ફરી દોરવા પાછળના તર્ક સામે ભારતીય જનતા પક્ષ સિવાયના રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોમાં મધપુડા પર પથ્થર માર્યો છે.સીમાંકન એટલે શું અને તેની શું જરૂર છે? સીમાંકન એટલે વસ્તીમાં પરિવર્તનને રજૂ કરવા લોકસભા અને વિધાનસભાઓની બેઠકની  ફરીથી દોરવી. આ સંજોગોમાં રાજયને ફાળવેલી બેઠકની સંખ્યામાં ફેરફાર થઇ શકે. આ બધાનો હેતુ ભૌગોલિક વિસ્તારના વિભાજન દ્વારા લોકોને સમાન પ્રતિનિધિત્વ આપવાનો છે, જેથી કોઇ પણ રાજકીય પક્ષ વધુ લાભ ન લઇ જાય. મુસદ્દા હેવાલમાં આવાં કોઇ ધોરણ પળાયાં હોવાનું જણાતું નથી. જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનનો ઇતિહાસ છે. લડાખને છૂટું પાડી જમ્મુ-કાશ્મીરનું પ્રાદેશિક લક્ષણ બદલી નાંખવાની નેમવાળા તાજેતરનો સીમાંકન હેવાલ આ ઇતિહાસમાં વધુ કાળું પ્રકરણ છે. જમ્મુ કાશ્મીરમાં સીમાંકન તેના વિશિષ્ટ પ્રાદેશિક દરજ્જાને કારણે દેશના અન્ય ભાગથી અલગ છે. અત્યાર સુધી જમ્મુ કાશ્મીરના બંધારણ પ્રમાણે થતું હતું અને તેની પાછળ 1957 ના પ્રજા પ્રતિનિધિ વિધાયોનું સંચાલન હતું.

જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની બેઠકોનું સીમાંકન 1963, 1973 અને 1995 માં થયું હતું. છેલ્લામાં છેલ્લું સીમાંકન જસ્ટિસ (નિવૃત્ત) કે.કે. ગુપ્તા પંચ દ્વારા થયું હતું અને ત્યારે રાજયમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન હતું અને આ સીમાંકન 1981 ની વસ્તી ગણતરી મુજબ થયું હતું અને તેને આધારે 1996 ની ચૂંટણી થઇ હતી. 1991 માં રાજયમાં વસ્તી ગણતરી થઇ ન હતી અને જમ્મુ કાશ્મીર વિધાનસભાએ 2026 સુધી સીમાંકન પર પ્રતિબંધ મૂકી દેતાં 2001 ની વસ્તી ગણતરી પછી રાજયમાં કોઇ સીમાંકન પંચની રચના થઇ ન હતી. સુપ્રીમ કોર્ટે સીમાંકન રચના પ્રતિબંધને માન્ય રાખ્યો હતો. તે સમયે જમ્મુ કાશ્મીરની વિધાનસભાની 87 બેઠકો હતી, જેમાં જમ્મુમાં 37 અને લડાખમાં ચાર અને બાકીની કાશ્મીરમાં હતી. પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીરમાં વધુ ચાર બેઠકો અનામત રખાઇ હતી. રાજકીય પક્ષો દલીલ કરે છે કે આ સ્થગિતતાને કારણે જમ્મુ પ્રદેશમાં અસમાનતા સર્જાઇ છે.

2019 માં જમ્મુ-કાશ્મીરમાં ખાસ દરજ્જામાં ફેરફાર થયા પછી નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાઓની બેઠકના સીમાંકનનું કામ ભારતના બંધારણની જોગવાઇઓ મુજબ થઇ રહ્યું છે. તા. છ માર્ચ 2020 ના રોજ સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઇની આગેવાની હેઠળ સીમાંકન પંચની રચના થઇ હતી અને તેને જમ્મુ-કાશ્મીરમાં એક વર્ષની મુદતમાં સીમાંકન કરવાની કામગીરી સોંપાઇ હતી, પણ તે કરાવેલી મુદતમાં કામગીરી નથી કરી શકતા. એક વર્ષની વધુ મુદત અપાઇ હતી. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન ખરડા મુજબ જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની બેઠક 100 થી વધુ 104 થઇ છે. રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને અગ્રણી વ્યકિતઓએ ઉઠાવેલા વાંધાને પગલે સીમાંકન પંચની મુદ્દત હજી વધવાની સંભાવના છે. હેવાલની તરફેણમાં કોઇ બોલતું નથી એ જોતાં પંચે ઉતાવળને બદલે ધીરજથી કામ લેવું પડશે. આખરે તો જમ્મુ-કાશ્મીરની ભૌગોલિક અને વ્યૂહાત્મક સ્થાન રચના અને લોકોની લાક્ષણિકતા ધ્યાનમાં રાખવાના છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top