SURAT

દારૂ છુપાવવા સુરતના બૂટલેગરે સંડાસમાં ત્રિશૂલ આકારનું ચોરખાનું બનાવ્યું

સુરત (Surat) : સચિન પોલીસે સચિન (Sachin) વિસ્તારમાં એક મકાનમાં સંડાસમાં (Toilet) તપાસ કરી ત્યાં ત્રિશુલ (Trishul) જેવા બનાવેલા ચોરખાનામાંથી (Secret Room) રૂ.2.54 લાખનો વિદેશી દારૂનો (Liquor) જથ્થો પકડી પાડ્યો હતો. સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેમને મળેલી બાતમીના આધારે પોલીસે સચિનના જલારામનગર હળપતિવાસમાં એક મકાનમાં રેડ પાડી હતી. પોલીસે ત્યાં સંડાસ-બાથરૂમની જગ્યામાં તપાસ કરતાં ટાઇલ્સની (Tiles) પાછળના ભાગે ત્રિશુલ આકારની 10 બાય 2 ફૂટની ગુપ્ત જગ્યા મળી આવી હતી. આ જગ્યામાં રૂ.2.54 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીં રહેતા કાશીનાથ સુરેન્દ્ર શાહુને પકડી પાડ્યો હતો. પોલીસે શાહુની સામે પ્રોહિબિશન (Prohibition) એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરી હતી.

કમિશનર તોમર ગોલવાડમાં પોલીસ લોક દરબાર કરશે
સુરત : કમિશનર તોમર ગોલવાડમાં લોક દરબાર કરવા માટે પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે. કમિ. તોમરે મંગળવારે રાત્રિના અંદાજે વીસથી ત્રીસ જેટલાં ઘરોમાં લોકોને સાંભળ્યા હતા. તેમાં લોકોને પોલીસથી ઘણી તકલીફ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લગતી સંખ્યાબંધ પ્રશ્નો હોવાને કારણે તેઓએ લોક દરબાર આયોજિત કરવા માટે મહિધરપુરા પીઆઇને આદેશ આપ્યા છે. તેમાં ગોલવાડમાં તમામ લોકોને સાંભળવામાં આવશે. કમિ. અજય તોમરે જણાવ્યું કે, તેઓ એક રૂમમાં રહેતા અને જરીનું કામ કરતા લોકોની વાતો સાંભળી હતી તે પરથી લોકોને ઘણી સમસ્યાઓ હોવાને કારણે તેઓએ લોક દરબારનો નિર્ણય લીધો છે. અલબત્ત, આ લોક દરબાર ગોલવાડમાં પ્રથમ પ્રકારનો લોક દરબાર હશે. તેમાં પોલીસ લોકોની તકલીફ સાંભળતા જોવા મળશે. અત્યાર સુધી ગોલવાડના લોકોને પોલીસની ગાળો અને અપમાન મળ્યું છે, પરંતુ આ વખતે કમિ. તોમરનો અનુભવ જુદો જ હશે.

ઉમરામાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવનાર આરોપીના આગોતરા જામીન નામંજૂર
સુરત : ઉમરા નહેરુનગરની પાછળ શિવમ એપાર્ટમેન્ટમાં મસાજ પાર્લરની આડમાં દેહવિક્રયનો ધંધો કરવાના કેસમાં આરોપીએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નકારી કાઢી હતી. આ કેસની વિગતો અનુસાર ઉમરા નહેરૂનગરની પાછળ શિવમ એપાર્ટમેન્ટનાં પહેલા માળે સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન કુટણખાનું ઝડપી પાડ્યું હતું. ઉમરા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા માટે મસાજ પાર્લરની આડમાં કુટણખાનુ ચલાવનાર આરોપી રાજુ ખોડુભાઈ મીઠપરા (રહે.સાગર સંકુલ, પીરામીડ ટાઉનશીપ, સોલીટર પ્લાઝા, જહાંગીરપુરા)એ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરતો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી એન.કે.ગોળવાળાએ દલીલો કરી હતી.

Most Popular

To Top