Vadodara

મોદીની સભા સમાપન સ્થળે દારૂની રેલમછેલ

વડોદરા : ગુજરાતભરની હજારો પોલીસ નો જંગી કાફલો જે લેપ્રસી મેદાન પર ઍક સપ્તાહ થી ખડે પગે 24 કલાક હાજર હતો છતાં દેશી વિદેશી દારૂની ખાલી પોટલીઓ અને બોટલો વેરવિખેર પડી રહેલી જોવા મળતા ખળભળાટ મચી ગયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા પીએમની સુરક્ષા અને સલામતીના લોખંડી બંદોબસ્ત ઉપરાંત કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓ ને ડામવા પોલીસ તંત્ર સતર્ક બન્યુ હતું. જોકે શહેરના નામચીન બૂટલેગર ઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડીસીબી, પીસીબી એસઓજી સહિત તંત્રને પણ જાણે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ દારૂના વેપલાને ઉની આંચ આવી નથી જેનું જીવતું જાગતું ઉદાહરણ તરીકે પીએમ ની સભા સ્થળે ઠેર ઠેર દારૂની બોટલો અને ખાલી પોટલી વેરવિખેર પડી હતો. હજારો સ્થાનીક તેમજ પરપ્રાંતીયો ઍક પખવાડિયાથી સભા સ્થળે તડામાર તૈયારીઓ આદરી હતી. જેની 17મી તારીખે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી. અને 18 તારીખે મોદીને આવકારવા લાખોના ખર્ચે તૈયાર કરાયેલા વિશાળ ડોમ માં લાખોની મેદનીએ વધાવ્યા હતા.

આશરે બે વાગે પીએમ નરેન્દ્ર મોદી રવાના થતાંજ બાંધકામ સમેટવા મજુરો ની ફોજ કામે લાગી ગઈ હતી. પોલીસ તંત્ર પણ રવાના થઈ ગયુ હોવાથી કોન્ટ્રાક્ટરો અને મજૂરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ દેશી વિદેશી દારૂની છોળો ઉડાવા પામી હસે દારુ પી ને છાકટા બની ગયેલા શરાબી ઓએ ભાન ભૂલીને મેદાનમાં જ ખાલી બોટલો ફેંકી દીધી હતી. એટલા જંગી જથ્થામાં વિવિઘ બ્રાન્ડ ની મોંઘીદાટ દારૂ મેદાન સુઘી પોચી ગયો અને પીવાઈ પણ ગયો છતા પોલીસ તંત્ર ને લેશમાત્ર જાણકારી ના સાંપડી તે હકીકત જ નવાઈ લાગે તેવી છે. હવે રહી રહીને પોલીસ સું પગલાં લેશે એ જોવું જ નહીં.

Most Popular

To Top