ગુજરાતના મહીસાગર જિલ્લામાં બે પરિવારોની પેઢી-દરપેઢી અદાવતમાં ખેતરમાં હત્યાના ગુનાસર ખૂનીને ૧૦ વર્ષની સજા મળી. પરંતુ ૭ વર્ષે ખબર મળ્યા કે એફ.આર.આઈ. રજીસ્ટર મુજબ મારી નાખવામાં આવેલ માણસ તો જીવિત છે. આથી પોલીસ નોંધની ભૂલ જાણી હાઈકોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો અને વિભાગે માનવીય ભૂલ જાણી ફાઈલ બંધ કરી દીધી. પ્રવર્તમાન કાયદા અને ન્યાયની દુ:ખદ સ્થિતિ અંગે સુરતના લીટરેચર ફેસ્ટીવલમાં સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઈએ શહેરના વકીલો સમક્ષ જણાવ્યું કે દેશની વિવિધ અદાલતોમાં ક્રીમીનલ ટ્રાયલ ૩ થી ૪ વર્ષનો સમય લે છે તે સ્થિતિમાં અલગ-અલગ કોર્ટમાં આજે ૫ કરોડ કેઈસ પેંડિંગ છે. ૪૫ કરોડ નાગરિકોના કેઈસ લીટીગેશનમાં છે. દુઃખદ સ્થિતિ એ છે કે સી.જે.આઈ. સમક્ષ ગત ૧૦ વર્ષમાં સુપ્રિમ કોર્ટ અને હાઈ કોર્ટના ૮૬૩૯ જજો સામે ફરિયાદ દાખલ કરવી પડી છે. માત્ર વર્ષ ૨૦૨૪માં ન્યાયિક વ્યવસ્થા વિરુદ્ધ ૧૧૭૦ ફરિયાદો સુપ્રિમ કોર્ટમાં તપાસાધીન પડી છે.
સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજે બંધારણીય સંસ્થા માટે અતિ મહત્ત્વના પદ માટેની નિમણૂક પ્રક્રિયા અંગે ખુલ્લી નારાજગી દર્શાવતાં કહ્યું કે, સારા નિબંધો અને ચપોચપ અંગ્રેજીમાં ગોખી રાખેલ માહિતી ઠાલવી દેતાં યુવાનો જજ તરીકે પસંદ થાય તેવું ધોરણ હોતા દેશની ૧૪૦ અબજની વસ્તી માટે માત્ર ર૪ હજાર ન્યાયાધીશો કાર્યાન્વિત છે પરિણામે અનેક કિસ્સાઓમાં માણસ મૃત્યુ પામે, તેનો પરિવાર બરબાદ થઈ જાય પછી કોર્ટ વ્યક્તિને નિર્દોષ જાહેર કરે છે.
શ્રી રંજન ગોગોઈએ જણાવ્યું કે ન્યાયની અપેક્ષા એ કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા નાગરિકોની વ્યવસ્થા માટે દેશની જેલોનો કુલ ખર્ચ એક રાજયના સંચાલન બરાબર પહોંચ્યો છે. દેશની બંધારણીય વ્યવસ્થામાં સ્વાયત્ત દરજ્જો ધરાવતી ન્યાયવ્યવસ્થામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને લોકશાહી પ્રક્રિયાની ખામી તરીકે સ્વીકાર કરતા સપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ શ્રી સુબ્રમન્યમ સ્વામીએ ટી.વી. ઈન્ટરવ્યુમાં કહેવું પડયું કે દેશમાં ૧૦ લાખની માનવવસ્તીએ ૫૦ જજ હોવા જોઈએ તેના સ્થાને ૨૮ હોવાથી આજે “નાગરિકોને ન્યાય મળતો નથી ખરીદવો પડે છે.’
ગુલામી કાળમાં અંગ્રેજો દ્વારા મૂકવામાં આવેલી ન્યાયિક વ્યવસ્થાઓ આજે અમૃત કાળે મહદ્ અંશે જેમની તેમ છે અને વ્યકિતસ્વાતંત્ર્ય માટે રાજયવ્યવસ્થાનું સ્વપ્ન આમ નાગરિકો માટે દુર્લભ છે ત્યારે મર્યાદિત સમય સાથે ચાલતી, વેકેશન માણતી કોર્ટ વ્યવસ્થા પુનઃ વિચારણા આધીન બની રહે છે. ન્યાયની દેવી કોઈ પણ પ્રભાવથી અંજાયા વિના હાથ પરના ત્રાજવામાં માત્ર સત્ય હકીકતોથી ન્યાય તોળે છે તેવી ગ્રીક માન્યતાના સ્થાને ૨૧ મી સદીમાં ગુજરાતમાં સાબરમતી એકસપ્રેસ અને યુરોપમાં ક્રિસમસ ક્રાઈમના અભ્યાસો દર્શાવે છે કે અખબારો અને ટેલીવિઝન જૂથની પૂર્વ નિર્ધારિત ભૂમિકા ન્યાયિક પ્રક્રિયાને ભ્રમિત કરવા સક્ષમ હોય છે. આથી જ તો ૨૭ વર્ષ જેલવાસ વેઠી ખુલ્લી હવામાં પ્રથમ પગલું મૂક્તાં જ નેન્સન મંડેલાએ કહેવું પડયું કે ‘ન્યાયનો આધાર સત્ય રહેશે તો જ માનવજાત શાંતિને પામશે.’’
સીંગાપોર યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ લો ની ઈમારત ઉપર લખાણ છે “શુભ તમને શક્તિશાળી લાગી શકે છે પણ અશુભ પોતાના સંખ્યા બળથી તેને પછાડે છે.’ સમાજશાસ્ત્રી ચેનોવેથ નોંધે છે ‘‘કોઈ શાસન વ્યવસ્થા બહુમતીનો સામનો કરી શકે નહીં.’ ભારતીય બંધારણના મથાળે તો લખાય છે “સત્યમેવ જયતે’ પરંતુ જગતના ઈતિહાસના અભ્યાસુ પ્રાધ્યાપક રીચાર્ડ કાર્ટીસના મતે ‘ઈતિહાસ જનતાના સામુહિક મંતવ્યને સત્ય તરીકે સ્થાન આપે છે.’
ન્યાયપ્રક્રિયાના કેન્દ્રમાં મનુષ્ય છે અને માણસની વિવેકશક્તિનો આધાર માનવમસ્તિષ્ક છે. આથી કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિને સમજવા માટે બેઠેલ જજ પણ અંતે પોતાના કાનથી સંભળાયેલ, આંખોથી જોયેલ પુરાવાના તર્કને મસ્તિષ્કના અગ્ર ભાગે પ્રિકંટ કેરટેક્સથી સ્વીકારે છે. પરંતુ તર્કનું સંકલન મસ્તિષ્કના પાછળના કોરટેકસ હિસ્સામાં જ થાય છે. આથી સમગ્ર પ્રક્રિયા વ્યક્તિના ઉછેર, સંસ્કાર, તાલીમ અને પૂર્વાપર ખ્યાલોથી અલિપ્ત રહી શક્તી નથી. વર્તન વિજ્ઞાની લેવિસ બી સ્મેડ્સ તો ત્યાં સુધી કહે છે કે “ન્યાય વ્યક્તિની વિવેકશીલતા અને ધૈર્યનું ધુંધળું ચિત્ર છે.’
વર્ચ્યુઅલ વિશ્વની ૨૧ મી સદીમાં તો ન્યાયની દેવીના ત્રાજવામાં સત્ય હકીક્તથી ઘણું વધારે ઉમેરણ મીડિયા દ્વારા થતું રહે છે ત્યારે પ્રવર્તમાન ન્યાયપ્રક્રિયાની મર્યાદાઓનો સ્વીકાર લોકશાહીમાં અનિવાર્ય બનતો જાય છે. રશિયન સુપ્રિમો મારીશ કોન્તીકોવ તો ડંકાની ચોટ પર કહે છે “ જુબાની ઉપર વિશ્વાસ કરવાના વૈભવની કિંમત નિર્દોષ અને મૌન રહેનાર લાચારોને ચુકવવી પડે છે.’
અહીં નોર્વેનાં જંગલોમાં ઓસલોથી ૬૦ માઈલ દૂર દક્ષિણમાં દુનિયાની એ.આઈ. સંચાલિત ન્યાય અને જેલવ્યવસ્થા આશાનો સંચાર લઈ ઊગી નીકળે છે. રોબોટીક ન્યાય અને સી.સી. કેમેરાની વ્યવસ્થાના આધારે ગુનેગારના ખરાબ આચરણ ઉપર રોક લગાવવાનો નહીં પરંતુ ખરાબ ઇરાદાઓ પર રોક લગાવવાનો પ્રયત્ન આશાસ્પદ બન્યો છે. બેસ્ટોયના અધ્યક્ષ ઈબાહાર્ટ જણાવે છે ‘એ. આઈ. ગુનેગારને જૈવિક એકેન તરીકે જુએ છે. આથી વ્યકિતનું વર્તન મનુષ્યત્વ આસપાસ જકડાઈ રહે છે.’
૨૦૧૮માં અમેરિકા અને નોર્વેના અર્થશાસ્ત્રીઓના મૂલ્યાંકન અનુસાર ૪૦ ટકા ઓછી ખર્ચાળ એ.આઈ.થી જળવાતી ન્યાયિક વ્યવસ્થામાંથી પસાર થતાં નાગરિકોના જીવનમાં અસાધારણ પરિવર્તન આવ્યું છે. દુનિયાની તમામ જેલોમાં ગુનેગારોના પરત ફરવાના ૬૦%ના રેકોર્ડથી વિરુધ્ધ નોર્વેની જેલોમાં માત્ર ૧૬ ટકા કેદીઓ ફરી ગુનો આચરી ન્યાયિક વ્યવસ્થાના ખર્ચમાં બે ગણો ઘટાડો કરનાર સાબિત થયા છે.
રાષ્ટ્રપતિ લીંડન બી જોન્સનની અધ્યક્ષતામાં ગઠિત અપરાધ વિજ્ઞાનીઓ, નિવૃત્ત જજ અને જેલરોની કમિટીએ સોંપેલ અહેવાલમાં પોલીસ એફ.આર.આઈ.થી લઈ જેલ સુધીની વ્યવસ્થા પ્રત્યે પારંપારિક અભિગમ છોડવા ભલામણ છે. અહેવાલ જણાવે છે કે“ પ્રવર્તમાન ન્યાય અને દંડવ્યવસ્થામાં વ્યક્તિને સામાન્ય બનાવવાની સંભાવનાઓ ઘણી ઓછી છે. હવે આમૂલ સુધારાનો સમય આવી ગયો છે. સળિયા કોઠરી અને અંતહીન ગલિયારાઓ હવે ખતમ કરવા પડશે. ‘
વિશ્વમાં લોકશાહીનું માળખું વધારે અને વધારે સ્વીકૃત કરવા માટે પણ ન્યાયિક વ્યવસ્થામાં વધુ મોકળાશ અને માનવમૂલ્યો તરફનો ઝુકાવ વધારવો પડશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન એ પોતાના નિવૃત્ત નિવેદનમાં ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે “લોકશાહીને અમીરોથી બચાવવી પડશે.’ જનમત ઉપર વધતા જતા મની, મસલ્સ પાવર અને રાજકીય દબાણને સંયમિત રાખવાની માસ્ટર કી ન્યાયિક પ્રક્રિયા છે. પરંતુ તેનું પારંપારિક સંકલન બદલવા પૂર્વ ચુકાદાઓનાં પુસ્તકો અને જજોની માન્યતાઓથી બહાર નીકળી રોબેટીક એ.આઈ. તરફ જવું જ રહ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.