ડાકોર(Dakor): રાજ્યના ખેડા (Kheda) જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે તા. 1 એપ્રિલની વહેલી સવારે મંગળા આરતી (Mangla Aarti) ચાલતી હતી ત્યારે...
નવીન દિલ્હી: દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) સોમવાર 1 એપ્રિલ,...
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) સોમવારે (1 એપ્રિલ, 2024) શ્રીલંકાને કાચથીવુ ટાપુ (Kachthivu Island) આપવાના મુદ્દે ફરી...
રાકેશ ઠક્કર ગયા અઠવાડિયે રજૂ થયેલી બે ફિલ્મો અલગ વિષય પર હોવા છતાં સમાનતા એ વાતની રહી કે બંનેનું નિર્દેશન અભિનેતાએ કર્યું...
આપણે આપણી તમામ મિલ્કત અને સત્તાને ગણ્યાગાંઠ્યા ઉચ્ચ વર્ગના હાથોમાં જવાથી અટકાવવા ઇચ્છતા હોઈએ તો તેનો એક ઉપાય છે કે આપણે આપણા...
રમેશ ઓઝા ઈ માણસને ભડવીર, કૃતનિશ્ચયી, અડગ, લોખંડી મનોબળ ધરાવનારો બતાવવા માટે તેની અંદર રહેલી માણસાઈને પાતળી પાડવી જરૂરી છે? શું વીરતા...
નવી દિલ્હી: આજે 1લી એપ્રિલ 2024 થી નવું નાણાકીય વર્ષ (New financial year) શરૂ થયું છે અને પહેલા જ દિવસે શેરબજાર (Stock...
ભારતનું ન્યાયતંત્ર કેટલું સુસ્ત છે કે કોઈ ગુનેગાર ગંભીર ગુનો કરે તો તેને સજા કરવામાં દાયકાના દાયકા નીકળી જતા હોય છે, જે...
િદલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી. દેશમાં લોકસભાની ચૂંટણી માથે હોય અને રાજધાનીના મુખ્યમંત્રીને જેલભેગા કરવામાં આવે એ ઘટનાને એકથી...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) જલપાઇગુડી જીલ્લામાં ચક્રવાતી તોફાની (Cyclonic Storm) તબાહી મચાવી હતી. તેમજ આ તોફાનએ પશ્ચિમ બંગાળમાં જાનમાલને ઘણું...
નવાઇ પમાડે એવી ઘટનાઓ પાકિસ્તાનની ચૂંટણી દરમિયાન અને પછીથી બની ગઇ. ચાલુ રાજકર્તાઓએ પાકિસ્તાન વિરુધ્ધ આપણામાં એટલું ઝેર ભરી દીધું છે કે...
ભારત એ લોકશાહીને વરેલો દેશ છે. જે દર પાંચ વર્ષે ચૂંટણી વડે અલગ અલગ પક્ષોમાંથી ચૂંટાઇને પસંદગી મુજબ આવતા હોય છે. દેશની...
નારી એ સહનશીલતાની મૂર્તિ છે.. સ્ત્રીના ખભા પર સમગ્ર પરિવારનો ભાર હોય છે.. ઘણી વખત પક્ષીરૂપી સ્ત્રી સમગ્ર પરિવારની જવાબદારીના વહનને કારણે...
એક સેમિનારમાં ખાસ અલગ પ્રયોગ કરવામાં આવ્યો. આમંત્રિત દરેક જણ પોતાની કમજોરી જણાવી તેને કઈ રીતે ઓળંગીને આગળ આવ્યા તેની વાત કરવાના...
ચીનની વિદેશ નીતિ નિષ્ણાતોને મૂંઝવણમાં મૂકે એવી છે. શું ચીન એશિયા-પેસિફિકમાં હાલની સ્થિતિ બદલવા માંગે છે? શું ચીન અમેરિકા સાથે સોદાબાજીના સાધન...
ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરીને પૂરપાટ ઝડપે પ્રચાર કરવાની શરૂઆત તો કરી દીધી, પરંતુ વડોદરા અને સાબરકાંઠાની...
ચાલીસ પચાસ વર્ષ અગાઉ ઘરના સાત આઠ સભ્યો બપોરના કે રાત્રે પંગતમાં જમવા બેસતાં ત્યારે વડીલો પ્રથમ અમુક પૂજા વિધિ કરતાં. જમવાની...
મૂર્છીત એટલે બેભાન અવસ્થા બેભાન અવસ્થાના ઘણા ગેરફાયદાઓ છે. વળી જાગૃત અવસ્થામાં કેટલાંક જણો અન્યને બેભાન અવસ્થામાં રાખી જાણે છે. જેમકે રાજકારણીઓ...
જયાં ચૂંટણી છે તેવા વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત સહિતના કુલ 10 દેશોમાંથી 7 દેશોમાં વર્ષ 2024માં ચૂંટણી છે જેમાં પાકિસ્તાન...
આનંદમહલ રોડ ,અડાજણ પર આવેલ પ્રાઈમ આર્કેડ એરિયા સુરતનું મીની ચૌટા બજાર કે મુંબઇના ભુલેશ્વરની યાદ અપાવે છે.વિકસિત અડાજણમાં આ જ એક...
વિપક્ષની લોકતંત્ર બચાઓ રેલીને કોંગ્રેસના પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ સંબોધિત કરી હતી....
કાર પાસેથી બાઇકનો કટ મારતા વૃદ્ધે નીચે ઉતર્યા હતા ત્યારે ત્રણ યુવકોએ તેમની સાથે ઝઘડો કરી માર માર્યો, પોલીસે બેને ઝડપી પાડ્યાં...
પોલીસ કાફલાએ ઘટના સ્થળ દોડી આવી મામલો થાળે પાડ્યો, ઇજાગ્રસ્તોને પાદરા બાદ વડોદરા એસએસજીમાં ખસેડાયાં પાદરા: પાદરા જકાતનાકા પાસેના એસટી ડેપોની બાજુમાં...
ઉનાળામાં પડતી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ-પાલિકાનો મહત્વનો નિર્ણયબપોરે સિગ્નલ પર ઉભા નહી રહેવાના પગલે વાહનચાલકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે.વાહનચાલકોને બપોરના...
નવાખલનો યુવક તેના મિત્રને ઘરે મુકવા જતો હતો તે સમયે અકસ્માત સર્જાયો આંકલાવના નવાખલ ગામથી માનપુરા રોડ પર પુરપાટ ઝડપે જતી કારે...
ઓલ ગુજરાત વાલી મંડળની કમાટીબાગમાં બેઠક મળી શાળા એવું તો નવું કશું કરતી નથી જેનાથી એમને ફી વધારો આપવો જોઈએ : દિપક...
ઘરના ઉપરના માળે દુપટ્ટાથી ગળેફાંસો ખાઇ લેતા પરિવારજનો સ્તબ્ધ આણંદ: આણંદ શહેરની ઉર્મી સોસાયટીમાં રહેતો 14 વર્ષિય વિદ્યાર્થી અભ્યાસના દબાણમાં છેલ્લા કેટલાક...
પુત્રવધુને મારથી બચાવવા વચ્ચે પડેલા માતાને પણ છરી બતાવી ધમકી આપી નડિયાદ :નડિયાદના શાંતિફળીયામાં રહેતા શખ્સે રાજા પાઠમાં આવી પત્નીને મારમારવા લાગ્યો...
અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાતાં ટ્રાફિક જામ ટ્રેલરની કેબીનનો કચ્ચરઘાણ વળી જતાં ચાલકને બહાર કાઢવા આણંદ ફાયર બ્રિગેડની મદદ...
ઓવરટેક કરવાના મુદ્દે કાર ચાલકે ફિલ્મીઢબે બસને આંતરી ચાલક સાથે ઝઘડો કર્યો ઉમરેઠ : ઉમરેઠના ડાકોર રોડ પર જીઇબી ઓફિસની સામે કાર...
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવજાત શિશુઓની ચીસોથી મેડિકલ કોલેજ ગૂંજી ઉઠી હતી. અચાનક લગભગ 10 વાગ્યે મેડિકલ કોલેજના SNCU (સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ)માં આગ લાગી હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ અને ધુમાડા ઝડપથી બહાર આવવા લાગ્યા. અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગની જ્વાળાઓમાં દસ નિર્દોષ નવજાત બાળકોના જીવ હોમાઈ ગયા હતા. જ્યારે 16 બાળકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ ઘટનાને લઈને સરકાર કડક છે. આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવો પડશે. આ ટીમનું નેતૃત્વ DGME કરશે.
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ સરકારી મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ (SNCU)માં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા. વોર્ડની બારી તોડીને 39 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 3 બાળકો વિશે માહિતી મળી નથી. શનિવારે સવારે તેમના પરિવારજનો મેડિકલ કોલેજ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો હતો.
આ અકસ્માત શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્કિંગને કારણે આગ ફાટી નીકળી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આગ આખા વોર્ડમાં ફેલાઈ ગઈ હતી. વોર્ડ બોયએ આગ ઓલવવા માટે અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો પરંતુ તે 4 વર્ષ પહેલા સમાપ્ત થઈ ગયો હતો, તેથી તે કામ થયું ન હતું. જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ આવી પહોંચી હતી. બારી તોડી પાણી છાંટ્યું. જોત જોતામાં આગ વધુ ફેલાતા સેનાને બોલાવવામાં આવી હતી. લગભગ 2 કલાક બાદ આગ પર કાબુ મેળવવવામાં આવ્યો હતો.
બીજી તરફ ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગની ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ શિશુ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. પ્રથમ વખત શોર્ટ સર્કિટની અવગણના કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મેડીકલ કોલેજના વહીવટી તંત્રે બેદરકારી દાખવી હતી.
ફેબ્રુઆરીમાં જોઈ હતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ પછી એવું કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં અગ્નિશામક ઉપકરણોની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તેથી તેનો ઉપયોગ કરી શકાતો નહીં. ડેપ્યુટી સીએમએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે ફેબ્રુઆરીમાં મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું હતું અને જૂનમાં મોક ડ્રિલ કરવામાં આવી હતી. હવે જો થોડા મહિના પહેલા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ટ્રાયલ કરવામાં આવી હતી તો બધું જ બરાબર હોવાનું જાણવા મળ્યું હતું… તો ઘટના સમયે બધુ કેવી રીતે ફેલ થઈ ગયું?
ઝાંસી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે પરિવારના 3 સભ્યો તેમના બાળકોનો પત્તો મેળવી શક્યા નથી. પરિવારે જણાવ્યું કે તેમના બાળકોને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે મેડિકલ કોલેજ પ્રશાસન અકસ્માત બાદ કોઈ માહિતી આપી રહ્યું નથી. આ અંગે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. પરિવારના 3 સભ્યો તેમના બાળકોને શોધી શક્યા ન હતા.
શોર્ટ સર્કિટના કારણે ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં આગ લાગી
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આખો વોર્ડ આગની લપેટમાં આવી જતાં વોર્ડમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર સ્ટાફ અને પરિવારના સભ્યો નવજાત શિશુને લઈને બહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત સ્ટાફથી માંડીને દર્દીઓ અને તેમના પરિવારજનોએ બારીઓ તોડીને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ભયાનક હતી કે કોઈ વ્યક્તિ વોર્ડની અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું.
નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડ (SNCU) માં ભીષણ આગને કારણે 10 નવજાત શિશુઓ સળગતા અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 39 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સેનાને પણ બોલાવવામાં આવી હતી. આર્મી અને ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવામાં મદદ કરી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે SNCU વોર્ડના અંદરના ભાગમાં વધુ ગંભીર બાળકોને અને બહાર ઓછા ગંભીર બાળકોને દાખલ કરવામાં આવે છે. બહાર દાખલ થયેલા લગભગ તમામ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. અંદરના ઘણા બાળકો પણ બચી ગયા છે. દસ બાળકોના મોતની માહિતી મળી છે.
તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના- સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પીડિત બાળકોની તપાસની વ્યવસ્થા કરવામાં મોડી રાતથી રોકાયેલા છીએ. 10 બાળકોના કરુણ મોત થયા છે બાકીના બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનની આખી ટીમ દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહી હતી પરંતુ તે તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે.
ડેપ્યુટી સીએમએ કહ્યું- જેમની ઓળખ થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવું પડકાર
ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું કે જે બાળકોની ઓળખ હજુ સુધી થઈ નથી તેમના પરિવારો સુધી પહોંચવાનો પડકાર છે. બાકી રહેલા બાળકોને યોગ્ય સારવાર આપવાની અમારી પ્રાથમિકતા છે. હજુ સુધી ત્રણ નવજાતની ઓળખ થઈ શકી નથી.