Latest News

More Posts

વાઘેશ્વરી નાકા પાસે ભર બપોરે વાત કરવાના બહાને આવ્યા બાદ ખેલ પાડ્યો

રૂટ પર લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે કારેલીબાગ પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા, તા. 11

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી નાકા નજીક રિક્ષામાંથી ઉતરેલા વૃદ્ધના ગળામાંથી મહિલા અને તેના સાગરિતે રૂ.1.05 લાખ કિંમતની સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. વૃદ્ધા ગભરાઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં રહેતા છગનભાઈ પરષોત્તમભાઈ વણકરે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી ફરિયાદ અનુસાર 10 જૂનના રોજ બપોરે આશરે 3:45 વાગ્યે તેઓ વીઆઈપી રોડ પર વાઘેશ્વરી નાકા પાસે રિક્ષામાંથી નીચે ઉતર્યા હતા. તે દરમિયાન એક મહિલા અને અજાણ્યા પુરુષે તેમની સાથે વાતચીતનો બહાને આવ્યા હતા. ત્યારબાદ તેઓએ મહિલાએ ગળામાં પહેરેલી 10.500 ગ્રામ વજનની સોનાની પેન્ડલવાળી ચેઇન ઝૂંટવી લીધી હતી.
આરોપીઓ બાદમાં અન્ય એક મોટરસાયકલ ચાલકની પાછળ બેસી ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલી ચેઇનની અંદાજિત કિંમત રૂ.1,05,000 હોવાનું તેમણે જણાવ્યું છે.
કારેલીબાગ પોલીસે વિસ્તારમાં લગાવેલા સીસીટી ફૂટેજ ના આધારે બાઈક સવાર ગઠિયાઓની શોધખોળ શરૂ કરી છે.

To Top