શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ભારતીય નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય સાઈબર ગુનાઓમાં કંબોડિયાનું નામ ફરી એકવાર સામે આવ્યું છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, કંબોડિયા હવે ભારતીયો સામેના ઓનલાઈન ફ્રોડ અને સાઈબર સ્કેમનું મોટું કેન્દ્ર બની ગયું છે. ડિજિટલ અરેસ્ટ, નકલી રોકાણ પ્લેટફોર્મ અને અન્ય ઓનલાઈન છેતરપિંડીના અનેક કેસોની તપાસ કરતાં તેમના તાર કંબોડિયામાં કાર્યરત સાઈબર સ્કેમ સેન્ટર્સ સુધી પહોંચ્યા છે. આ સમગ્ર મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશવ્યાપી તપાસ શરૂ કરી છે. તપાસના ભાગરૂપે રાજસ્થાન, પંજાબ સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ભારતના હજારો સિમકાર્ડનો ઉપયોગ વિદેશમાં બેઠેલા ઠગો ભારતીયોને નિશાન બનાવવા માટે કરી રહ્યા હતા.
ઈડીએ લગભગ 23 લાખ શંકાસ્પદ સિમકાર્ડનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં આશરે 36 હજાર સિમકાર્ડ એવા હોવાનું સામે આવ્યું છે, જેનો ઉપયોગ કંબોડિયાથી સંચાલિત સાઈબર ગુનાઓમાં થતો હોવાની આશંકા છે. આ ઉપરાંત તપાસ એજન્સીઓએ 5,300થી વધુ એવા સિમકાર્ડની ઓળખ કરી છે, જે સીધા ભારતની વિવિધ સાઈબર ક્રાઈમ ઘટનાઓ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. તપાસ દરમિયાન પંજાબ અને રાજસ્થાનના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાંથી જાણવા મળ્યું કે ભારતમાંથી સિમકાર્ડ ખરીદી અને એક્ટિવેટ કર્યા બાદ તેને વિદેશી નાગરિકો સુધી પહોંચાડવાનું સંગઠિત નેટવર્ક કાર્યરત હતું. તપાસમાં કેટલાક લોકોના નામ પણ સામે આવ્યા છે, જેઓ આ કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત કેટલાક સિમકાર્ડ વેચાણકારો પણ અલગ-અલગ કંપનીઓના સિમકાર્ડનો દુરુપયોગ થવામાં મદદરૂપ બન્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કેરળના એક 37 વર્ષીય ડોક્ટર સાથે મોટી ઓનલાઈન છેતરપિંડી થઈ. ડોક્ટરની ઓળખ એક મેટ્રિમોનિયલ વેબસાઈટ મારફતે એક વ્યક્તિ સાથે થઈ હતી. બાદમાં વિશ્વાસમાં લઈને તેને એક રોકાણ પ્લેટફોર્મમાં પૈસા રોકવા માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો. ડોક્ટરે લગભગ 37 લાખ રૂપિયાનું રોકાણ કર્યું, પરંતુ પછી ખબર પડી કે આખું પ્લેટફોર્મ જ નકલી હતું. આ કેસની તપાસ દરમિયાન દિલ્હીમાંથી 24 વર્ષીય અબ્દુલ રહેમાન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે વર્ષ 2022થી કંબોડિયામાં કાર્યરત એક સાઈબર સ્કેમ સેન્ટર સાથે જોડાયેલો હતો અને ત્યાં જઈને પણ કામ કરી ચૂક્યો હતો. તપાસ આગળ વધતા એક મોટા આંતરરાષ્ટ્રીય સાઈબર રેકેટનો ખુલાસો થયો હતો. એજન્સીઓના જણાવ્યા મુજબ, કંબોડિયામાં બેઠેલા ઠગો ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરે છે અને વિશ્વાસ વધારવા માટે ભારતીય મોબાઈલ નંબર અને સિમકાર્ડનો ઉપયોગ કરે છે. આ કારણે પીડિતોને શરૂઆતમાં કોઈ શંકા જતી નથી.
તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ભારતીય યુવકોને નોકરી અને સારી આવકનું લાલચ આપીને વિઝિટિંગ વિઝા પર થાઈલેન્ડ, વિયેતનામ અને અન્ય દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલવામાં આવે છે. ત્યાંથી તેમને સાઈબર સ્કેમ સેન્ટર્સમાં કામે લગાડવામાં આવે છે, જ્યાંથી ભારતીયો સહિત અનેક દેશોના લોકોને નિશાન બનાવી છેતરપિંડી કરવામાં આવે છે. તપાસ એજન્સીઓ માને છે કે આ નેટવર્ક માત્ર સિમકાર્ડ અથવા નકલી કોલ સુધી મર્યાદિત નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું એક સુવ્યવસ્થિત સાઈબર ફ્રોડ નેટવર્ક છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.