નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે (Supreme Court) રાહત આપી નથી. જેલમાં...
અટલ બ્રિજ નીચેનો 100 મિટર નો રસ્તો બંધ ભર બપોરે વાહનોનું પણ ચુસ્તપણે ચેકિંગ લોકસભાની સામાન્ય ચૂંટણી ને લઈને પોલીસ દ્વારા કલેક્ટર...
બસ ખોટકાતા અન્ય બસોની લાંબી લાઈનો લાગી કાળઝાળ ગરમીમાં હજારો મુસાફરો અટવાયા વડોદરા શહેરના સેન્ટ્રલ એસટી ડેપો ખાતે એક બસ ખોટકાઈ જતા...
સુરત(Surat) : શહેરમાં આજે વિચિત્ર અકસ્માત (Accident) થયો હતો. મિઠાઈ (Sweets) લઈ જતી એક કારનો (Car) અકસ્માત થયો હતો, જેના લીધે રસ્તા...
કેરળ: તમિલનાડુમાં (Tamilnadu) કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીના (RahulGandhi) હેલિકોપ્ટરની (helicopter) સોમવારે તા. 15 એપ્રિલ, 2024ના રોજ ચૂંટણી પંચના (Election Commission) અધિકારીઓ...
મુંબઈ: રવિવારે તા. 14 એપ્રિલે સલમાન ખાનના (SalmanKhan) ફેન્સને મોટો આંચકો લાગ્યો હતો. સવારે લગભગ 4.50 વાગ્યે બે અજાણ્યા બાઇકસવારોએ ગેલેક્સી એપાર્ટમેન્ટની...
નવી દિલ્હી: રતન ટાટાની (Ratan Tata) કંપની અને એલોન મસ્કની (Elon Musk) ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો છે. ટેસ્લાએ પોતાની કાર...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) અને પાકિસ્તાનમાં (Pakistan) ભારે વરસાદ અને વીજળી પડવાથી 57 લોકોના મોત થયા છે. તેમજ બંને દેશોમાં એક હજારથી...
રાજન ગાંધી શ્ચિમમાં જે કામ માનસશાસ્ત્રીનું છે, ભારતમાં તે કામ ગુરુઓ, મહાત્માઓ અને સંતોનું છે. બંને લોકો, માનવીય મગજની વાસ્તવિક પ્રકૃતિની વાત...
નવી દિલ્હી: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી (South Film Industry) એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે પીઢના ફિલ્મ નિર્માતા...
વિશ્વમાં શસ્ત્રોનાં કારખાનાં ધમધમતાં રાખવા માટે યુદ્ધો કરાવવાં જરૂરી હોય છે. શસ્ત્રો બનાવતી બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલી બધી શક્તિશાળી હોય છે કે તે...
કસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે ઢંઢેરો પ્રકાશિત કર્યો છે. કોંગ્રેસના આ ઢંઢેરાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી ટિપ્પણી કરી કે કોંગ્રેસનો ઢંઢેરો...
આજે સાતમા ધોરણમાં ભણતી મિયા સ્કુલમાંથી દોડતી ઘરે આવી અને મમ્મીને કહેવા લાગી, ‘મમ્મી મને નવી પેન અપાવજે.કાલે સ્કૂલમાં ટીચરે મંગાવી છે.’...
સંજય વોરા ઈ પણ ટેકનોલોજી જ્યારે નવીસવી હોય છે ત્યારે તેના પુરસ્કર્તાઓ તેના ફાયદાઓ ગણાવતા થાકતા નથી. સાયબર ટેકનોલોજીનું પણ તેવું છે....
ભારતે વસતીની દૃષ્ટિએ ચીનને પાછળ મૂક્યું તેને માંડ એક વર્ષ થયું છે. ચીનનો વસતીવિસ્ફોટ અટક્યો તેનું મોટું કારણ ચીન દ્વારા અમલમાં મૂકવામાં...
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તંગદીલી હવે એક ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. જેણે મધ્ય પૂર્વને નવા યુદ્ધની અણી પર મૂકી દીધું છે....
નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indian stock market) આજે 15 એપ્રિલે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેનું કારણ શનિવાર અને રવિવારે ઈરાન અને...
ગયા અઠવાડિયે ઉ.પ્રદેશના કુખ્યાત માફિયા ડોન તરીકે જાણીતા મુખ્તાર અંસારીનું મૃત્યુ જેલમાં થયું. આપણી સામાન્ય પ્રજાની સમજની વિડંબના જુઓ કે તે વ્યકિતગત...
આપની શાળા કોલેજોમા પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે.હવે વેકેશન પડશે.આપને વસાવેલા કિંમતી પાઠ્યપુસ્તકો ગાઈડો અપેક્ષિતો નવનીતો અર્ધી લખેલી નોટબુકો આપને નવા વરસે...
જયારથી ભારતનું બંધારણ નક્કી થયું ત્યારથી ભારતમાં દરેક સંપ્રદાયને યોગ્ય ન્યાય, સવલત અને સંરક્ષણ સરખા જ મળવાપાત્ર છે. હવે ધીરે ધીરે બિનસાંપ્રદાયિકતા,...
છેલ્લાં કેટલાંક દિવસોથી જોઇએ છીએ કે કેન્દ્ર સરકારે માનીતા ચૂંટણી કમિશ્નરોને નિયુકત કરી લોકસભાની સીટી કબ્જો કરવાની દુષ્ટનીતિ અમલમાં મુકી છે. નવા...
આઝાદીનો જંગ હોય કે પછી આઝાદી પછીની રાજનીતિ,બિઝનેસ હોય કે વર્તમાન રાજનીતિ, ગુજરાતીઓની બોલબાલા પહેલાંથી જ રહી છે.શરૂથી જ ગુજરાતનાં ખમીરને,ગુજરાતીના ઝમીર...
શારદીય નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીમાં માતાજીનાં મંદિરોમાં માતાજીની વિશેષ પૂજા,અર્ચના કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે મંદિરોમાં નવચંડી યજ્ઞ કરવામાં આવે.નવરાત્રીના દિવસોમાં માતાજીનાં...
હમણાં એક પ્રીમિયમ મોદીભક્ત લેખકે સોશ્યલ મિડિયામાં એવું લખ્યું કે, જે લોકો નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે એ લોકો દેશદ્રોહી છે, બોલો. ...
યુ એન ક્લાઇમેટ ચીફ સિમોન સ્ટિલે ચેતવણી આપી છે કે ક્લાઇમેટ ચેન્જથી દુનિયાને બચાવવા માટે હવે આપણી પાસે માત્ર બે જ વર્ષ...
ઇઝરાયલ-ઇરાન ઘર્ષણના અહેવાલો પહેલા જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ ફરી એકવાર 90ડોલર પાર કરી ગયું હતું આ વાત બે દિવસ જૂની છે...
ગાંધીનગર: (Gandhinagar) ભર ઉનાળે રાજ્યમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત (Gujarat) પર સક્રિય થયેલી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર...
વડોદરામાં ગૌમાંસના સમોસાના પ્રકરણમાં ભાલેજ એપી સેન્ટર હોવાનું ખુલતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી પોલીસે સ્થળ પરથી ગૌવંશ કતલના સાધનો, ગૌમાંસ સહિતનો મુદ્દામાલ...
મહેમદાવાદના પગપાળા સંઘને ભાવનગર પાસે અકસ્માત નડતાં ચારના મોત બે મૃતકોના મૃતદેહને ગામમાં લવાતા ગામમાં ભારે આક્રંદ છવાયો મહેમદાવાદના વરસોલા ગામ માટે...
ઘેજ: ચીખલી (Chikhli) નજીકના આલીપોર ગામની (Alipor Village) સીમમાં કડોદરાની 24 વર્ષીય યુવતીને ફોન પર પરિચય થયા બાદ નાશિક અભ્યાસ માટે મોકલવાની...
મુંબઈઃ મહારાષ્ટ્રનો આગલા મુખ્યમંત્રી કોણ હશે? ત્રણ દિવસથી પૂછાઈ રહેલાં આ સવાલ વચ્ચે આજે એકનાથ શિંદેએ પત્રકારો સામે આવી મોટું નિવેદન આપ્યું છે. શિંદેએ કહ્યું કે, મેં પોતાને ક્યારેય મુખ્યમંત્રી માન્યો નથી. મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું છે. મેં રાજ્યના વિકાસ માટે કામ કર્યું છે. હું મહારાષ્ટ્રની લાડકી બહેનોનો લાડકો ભાઈ છું.
એકનાથ શિંદેએ કહ્યું કે મેં મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી ગણાવી નથી. હું હંમેશા સામાન્ય માણસ તરીકે જનતાની સેવા કરતો આવ્યો છું. આ દરમિયાન શિંદેએ કહ્યું કે અમિત શાહ અને પીએમ મોદીએ હંમેશા મને સપોર્ટ કર્યો છે. મને સીએમ બનાવ્યો. હું તેમનો પણ આભાર માનું છું.
આ દરમિયાન શિંદેએ કહ્યું કે મેં પીએમ મોદીને ફોન કરીને કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ સમસ્યા નથી. તમે જે પણ નિર્ણય લેશો તે અમે સ્વીકારીશું. અમારી વચ્ચે કોઈ અવરોધ નથી. અમે બધા NDAનો ભાગ છીએ. પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.
વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી નવા મુખ્યમંત્રીને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. એકનાથ શિંદે હોય, દેવેન્દ્ર ફડણવીસ હોય કે અજિત પવાર હોય. ત્રણેયના સમર્થકો તેમના નેતાને મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. ચૂંટણી પરિણામના દિવસથી જ ત્રણેય નેતાઓના સમર્થકોએ ખુલ્લેઆમ તેમના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે એકનાથ શિંદે હાલમાં કાર્યકારી મુખ્યમંત્રી છે.
સીએમ પદને લઈને કોઈ મૂંઝવણ નથી: મ્હેસ્કે
થોડા સમય પહેલા સીએમ પદને લઈને એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા નરેશ મ્સ્કેનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું કે સીએમ પદને લઈને કોઈ મૂંઝવણ નથી. સરકાર બે દિવસમાં બનતી નથી. પ્રક્રિયા ચાલી રહી છે. સીએમના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. મહાયુતિના નેતાઓ નિર્ણય લેશે. જો કે અમે મુખ્યમંત્રી પદની માંગણી કરી છે. જેમ બિહારમાં એક નાની પાર્ટીને સીએમ પદ આપવામાં આવ્યું છે, તેવી જ રીતે અમે પણ સીએમ પદ માંગ્યું છે.
નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું
શિવસેના, એનસીપી અને ભાજપના અગ્રણી નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. બીજેપી હાઈકમાન્ડે આવતીકાલે પ્રફુલ પટેલ, અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે મહત્વની બેઠક નક્કી કરી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા થવાની શક્યતા છે. આ સાથે ભાજપ-શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ)ના ગઠબંધનને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ ઉભા થઈ શકે છે.