વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું છે: ‘ટીપે ટીપે સરોવર ભરાય..’ અને ‘ ઢીંકે ઢીંકે શ્વાસ જાય…’. આ કહેવત-ઉક્તિ બે જુદા જુદા પ્રાંતમાં...
મથાળાના બે અર્થ થાયઃ ફોતરાં જેવું ચિંતન અથવા ફોતરાં વિશે ચિંતન. તેમાંથી પહેલા અર્થ વિશે સુજ્ઞ ગુજરાતી વાચકો જાણે છે. ઓર્ગેનિક ખાણીપીણીને...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા દ્વારા સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની (Bridge) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતના આ મલ્ટિલેયર ફ્લાયઓવર બ્રિજનું કામ...
પાકિસ્તાન: પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાનની (PM Imran Khan ) સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રવિવારે મતદાન (Election) થઈ શક્યું નહીં. નેશનલ...
આવર્ષના એકેડેમી એવોર્ડસમાં બેસ્ટ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ જીતનાર વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથ, અલોશિસિયા નામની વાળની બીમારીથી પીડાય છે, જેમાં તેના...
સુરત: સુરતમાં (Surat) દરરોજ કોઇને કોઇ ક્રાઇમની (Crime) ઘટના બનતી હોય છે. જેથી હવે સુરતને તો ક્રાઇમ કેપિટલનુ પણ બિરુદ મળી ગયુ...
ભારત કરતા વિદેશોમાં મેડિકલ શિક્ષણ ઘણું સસ્તુ છે એ બાબત યુક્રેન-રૂસ યુદ્ધમાં ઉજાગર થયું. દર વર્ષે ભારતમાં 10 થી 15 લાખ દેશમાં...
જવાહરલાલ નહેરુ પોતે કાશ્મીરી બ્રાહ્મણ હતા છતાં પ્રખર મુસ્લિમવાદી શેખ અબ્દુલ્લાની કહેવાતી દોસ્તીમાં ભરમાઈ જઈને ભારતના બંધારણમાં મુસલમાનો પૂરતી કાશ્મીરમાં સગવડ કરી...
(૧) સીટીમા ટેલિફોનવાળા બધે ખોદી ખોદીને બેસી જતા (૨) પછી ડ્રેનેજવાળા, (૩) પછી પાણીવાળા, (૪) રોડ કહેશે ઘુંઘરૂ કી તરહ બજતા હી...
એક દિવસ ગુરુજીએ સમજાવ્યું, ‘બધા ધર્મગ્રંથો અને શાસ્ત્રોનો સાર એક જ છે.જો તમે તે સાર સમજી લેશો અને તેનું પાલન કરશો તો...
ચીનના વિદેશ મંત્રી વાંગ યી તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. જો કે તેઓ ભારત આવતાં પહેલાં પાકિસ્તાન જઈને આવ્યા હતા અને PoK...
ઈમરાન ખાનની સત્તા બચશે કે જશે? આ મુદ્દે સટ્ટો લગાડવાનો હોય તો લોકો ‘બચશે’ના પક્ષે રહે કે ‘જશે’ના પક્ષે? પાકિસ્તાનની રાજકીય અસ્થિરતા...
કાઠમંડુ: લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી પોતાની આંખો દેખાડી રહેલો ચાઈનીઝ ડ્રેગન હવે નેપાળમાં લુમ્બિની સુધી રેલવે લાઈન અને રોડ બનાવવા જઈ રહ્યો...
ગાંધીનગર: અમદાવાદ એરપોર્ટ (Ahemdabad airport) પરથી દુબઈ (Dubai) લઈ જવાતા દાણચોરીના હીરા જપ્ત કરવામાં આવ્યા છે. તેની કિંમત લગભગ 1 કરોડ છે....
મહારાષ્ટ્ર : મહારાષ્ટ્ર (Maharashtra) નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray) શનિવારે રાજ્ય સરકારને મસ્જિદોમાં (Mosques) વગાડતા લાઉડસ્પીકર (Loud speaker ) સામે...
સુરત: (Surat) એક્સીસ બેંકના એટીએમના કાર્ડ રીડરની (ATM Card Reader) સાથે સ્કીમર મશીન લગાવી એટીએમïમાં પૈસા ઉપાડવા માટે આવતા લોકોના કાર્ડના ડેટા...
સુરત: (Surat) વેસુ ખાતે એસએમસી આવાસમાં હત્યાની (Murder) ઘટના પ્રકાશમાં આવી હતી. યુવકની હત્યા હસી મજાક બાદ થયેલા ઝઘડામાં તેના બે મિત્રોએ...
સુરત: (Surat) વરાછામાં ધૂળેટીના દિવસે બીજા માળેથી પટકાયેલા યુવકનું આકસ્મિક રીતે મોત થયુ ન હતું, પરંતુ પ્રેમસંબંધમાં (Love Affair) તેને બીજા માળેથી...
પલસાણા: (Palsana) પલસાણાના શેઢાવ ગામની સીમમાં નિયોલ-શેઢાવ રોડ ઉપરથી કડોદરા પોલીસે (Police) મોપેડ પર વિદેશી દારૂનો (Alcohol) જથ્થો લઈ જનાર શખ્સને ઝડપી...
રાજપીપળા: (Rajpipla) સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) પર રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે 2 એપ્રિલના રોજ સુરતની સ્નેહી જીવન...
તમારા સપનાઓની યાદી લાંબી થઈ ગઈ છે અને તમે પણ તેમને પૂરા કરવા માટે કેબીસીની રાહ જોઈ રહ્યા છો, તો હવે તમારા...
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયાએ આર્થિક સંબંધોને વેગ આપવા માટે આર્થિક સહયોગ અને વેપાર કરાર પર શનિવારે હસ્તાક્ષર કર્યા. આ હેઠળ ઓસ્ટ્રેલિયા...
અમદાવાદ: પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની (AAP) નજર ગુજરાતમાં (Gujarat) આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly Election) પર છે....
મોસ્કો: રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે છેલ્લા 38 દિવસથી યુદ્ધ(war) ચાલી રહ્યું છે. યુદ્ધના પગલે યુક્રેનમાં જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી દેખાઈ...
સુરત: (Surat) હેકરો દ્વારા હવે હેકિંગ માટે પણ નવી તરકીબો શોધવામાં આવી રહી છે. આ વખતે એમેઝોનના (Amazon) પિકઅપ બોયને ટાર્ગેટ બનાવીને...
સુરત: (Surat) સુરત મનપાના ફાયર વિભાગને (Fire Department) તક્ષશિલા અગ્નિકાંડ બાદ વધુમાં વધુ અદ્યતન બનાવવા માટે શ્રેણીબંધ પગલાઓ લેવાયા છે. ત્યારે હવે...
સ્ત્રી અને પુરુષ સિક્કાની બે બાજુઓ છે અને સંસાર રથ ચલાવવાની જવાબદારી બંનેની એક સમાન રહેલી છે. વર્ષોથી પરંપરા ચાલી આવતી હતી...
ભાવનગર: ભાવનગરના (Bhavnagar) તળાજા (Talaja) તાલુકાની એક ઘટના સામે આવી છે જ્યાં પત્નીએ (Wife) પતિને (Husband) જીવતો સળગાવી હત્યા (Murder) કરી નાખી...
કોલંબો: શ્રીલંકા(Sri Lanka)ના રાષ્ટ્રપતિ(President) ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં ઈમરજન્સી(Emergency) લાગુ કરવામાં આવી છે. સુરક્ષા દળોને તાત્કાલિક અસરથી શંકાસ્પદોની ધરપકડ અને અટકાયત કરવાનો અધિકાર...
નવી દિલ્હી: રશિયા(Russia) અને યુક્રેન(Ukrain) વચ્ચે છેલ્લા 38 દિવસથી યુદ્ધ(war) ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે વૈશ્વિક સ્તરે અનેક અસરો થવા પામી...
વાહનોનું ભાડું ન ચૂકવ્યું અને ટ્રેક્ટર-ટ્રોલી પણ સગેવગે કરી દીધા
બે શખ્સો સામે ઉમરેઠ પોલીસ મથકે ગુનો દાખલ
આણંદ.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના લાલપુરા ગામના એક વૃદ્ધ ખેડૂત સાથે ટ્રેક્ટર અને ટ્રોલી ભાડે રાખવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ખેડૂત પાસેથી વિશ્વાસમાં લઈ વાહનો ભાડે મેળવ્યા બાદ તેનું ભાડું ન ચૂકવી તેમજ વાહનો પરત ન કરી કુલ રૂપિયા 6,30,000 નો વિશ્વાસઘાત કરવા બદલ પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના લાલપુરા ચેકપોસ્ટ પાસે રહેતા 60 વર્ષીય ખેડૂત સાલમભાઈ માધાભાઈ પરમારે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સોમસિંહ ઉર્ફે સોમાભાઈ મંગળસિંહ ચાવડા અને ઉમરેઠના ધુળેટા ગામના ઈમરાનખાન મુસ્તફાખાન પઠાણ નામના બે શખ્સોએ ખેડૂત સાલમભાઇનો સંપર્ક કર્યો હતો. આ બંને શખ્સોએ પોતે વાહનો ભાડે અપાવવાની દલાલીનું કામ કરતા હોવાનું જણાવી સલામભાઇનું ટ્રેક્ટર અને ટ્રોલી માસિક કુલ ₹36,000ના ભાડે રાખ્યા હતા.
અલબત્ત, આ બન્ને ગઠિયાએ ખેડૂતનો વિશ્વાસ જીતીને જાન્યુઆરી 2026 માં આ વાહનો ભાડે લીધા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં નક્કી કર્યા મુજબનું ભાડું ખેડૂતને ચૂકવવામાં આવ્યું ન હતું. જ્યારે ખેડૂતે પોતાના વાહનો અને બાકી રહેલા ભાડાના પૈસાની ઉઘરાણી કરી, ત્યારે આરોપીઓએ વારંવાર વાયદાઓ કરીને સમય પસાર કર્યો હતો. અંતે ખેડૂતને શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બન્ને ગઠિયાએ તેમના ટ્રેક્ટર અને ટ્રોલી કોઈને વેચી દઈ અથવા અન્ય રીતે સગેવગે કરી દીધા છે. આમ, અંદાજે ₹4,50,000 ની કિંમતનું ટ્રેક્ટર, ₹30,000 ની ટ્રોલી અને બાકી ભાડાની રકમ ₹1,50,000 મળી કુલ રૂપિયા 6,30,000 ની છેતરપિંડી આચરવામાં આવી છે. ઉમરેઠ પોલીસે સાલમભાઈ પરમારની ફરિયાદના આધારે સોમસિંહ ચાવડા અને ઇમરાન પઠાણ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશભાઈ રામી ચલાવી રહ્યા છે.