અંકલેશ્વરથી રાજપીપળા ધોરી માર્ગ પર સાત કિલોમીટર દૂર અમરાવતી નદીના કિનારે ઉછાલી ગામ આવેલું છે. ત્રિવેણી નદીના કિનારે આવેલા અંકલેશ્વરના ઉછાલી ગામે...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં એસીબી (ACB) દ્વારા વર્ષ 2021માં 173 કેસો કરવામાં આવ્યા છે. જેમાં 122 અધિકારીઓ તથા કર્મચારીઓને છટકામાં ઝડપી લેવાયા છે. 11...
ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં આગામી તા.10થી 12 જાન્યુ દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે આ ૧૦મી વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) યોજાનાર છે તે...
ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં (Stat) ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં મૂડીરોકાણ આકર્ષવા ૧૦ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) પહેલાં આગામી તા.૮મી જાન્યુઆરી,૨૦૨૨ને...
અમદાવાદ(Ahmedabad) :ગુજરાત (Gujarat) કોન્ટ્રાક્ટર એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટિંગમાં (Meeting) કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન...
અમદાવાદ(Ahmedabad) : રાજ્યભરમાં કોરોનાનો (Corona) વિસ્ફોટ સર્જાઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. આજે રાજ્યમાં વધુ...
બાળકોમાં કોરોનાના વધતા જતા કેસ સામે રક્ષણ મળે તે હેતુસર સોમવારથી બાળકોની રસીકરણની પ્રક્રિયા થરૂ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લાની વાત...
સુરત: (Surat) સરથાણામાં ઇન્સ્ટ્રાગ્રામ (Instagram) ઉપર મિત્રતા બાદ સગીરાને લગ્નની લાલચે બળાત્કાર (Rape) ગુજારાયો હતો. યુવકે આ વીડિયો બનાવીને પોતાના બે મિત્રોને...
દક્ષિણ ગુજરાતમાં બાળકોનું રસીકરણ સોમવારથી શરૂ થયું છે. નવસારી વલસાડમાં પહેલા દિવસે મોટા પાયે કિશોર-કિશોરીઓએ વેક્સિન લીધી હતી. વેક્સિનેશનને આખો દિવસ વીતી...
સુરત: (Surat) સુરત શહેરના બેગમપુરા,ગોપીપુરા તેમજ નાણાવટ સહિત ગોરાટ વિસ્તારમાં આડેધડ અશાંતધારાની (Ashant Dhara) પરવાગની અપાતી હોવાના ગંભીર આરોપો સાથે અલગ અલગ...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં કોરોનાના કેસ (Corona Case) ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે હવે કોરોનાએ બોલીવુડ ટેલીવુડને પણ શકંજામાં લીધુ છે. બોલીવુડમાં...
હથોડા: કોસંબા (Kosamba) નજીકના પાલોદ ગામ નજીક સોમવારે સવારે આગળ ચાલતી ટ્રકની (Truck) પાછળના ભાગે લક્ઝરી બસના (Luxury Bus) ચાલકે ધડાકાભેર બસ...
નવી દિલ્હી: (New Delhi) દેશમાં વેક્સિન બાબતે અવારનવાર નવા નવા સમાચારો આવતા રહે છે ત્યારે હવે દેશમાં હાલમાં અપાઈ રહેલી વેક્સિન એક્સપાયરી...
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) બેકાબૂ કોરોના મહામારી (COVID-19)ના કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ છે. સોમવારે આ વર્ષે પ્રથમ વખત કોરોનાના 4000 થી વધુ...
આણંદ : આણંદ જિલ્લામાં રાજ્યભરની સાથે સોમવારથી 15થી 18 વર્ષના કિશોર – કિશોરીને કોરોના પ્રતિરોધક રસી આપવાના અભિયાનનો પ્રારંભ થશે. જિલ્લાના 277...
આણંદ : ચરોતરના પેરિસ ગણાતા ધર્મજમાં દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ ધર્મજ-ડે ઉજવવામાં આવે છે. આ વરસે પણ ઓમિક્રોનના આક્રમણ વચ્ચે પણ...
આણંદ : ખંભાતના ગોલાણા ગામ પાસેથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં આસપાસની દોઢ વિઘા જમીન પર પાણી ફરી વળ્યાં હતાં. આ ઘટનાના...
વડોદરા: ભારતથી અમેરિકાની બાયોટેક કંપનીને કેન્સરની દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતા રો મટીરીયલ સપલાય કરવાને બહાને ઠગ ટોળકીએ 7.50 લાખ ઓનલાઈનની છેતરપિંડી કરવાના...
સુરત: (Surat) દેશમાં હવે 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને પણ 3 જાન્યુઆરીથી વેક્સિન આપવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. જેથી હવે સુરતમાં...
વડોદરા : વડોદરા શહેરમાં દિનપ્રતિનદીન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.રવિવારે કોરોના પોઝિટિવના નવા 69 દર્દીઓ નોંધાયા હતા.શહેરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા...
કોરોના કાળમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે લગભગ ૩.૫ ટ્રિલિયન (૩,૫૦૦ અબજ) ડોલર છાપીને લોકોને આપ્યા હોવાથી અમેરિકાનો ડોલર નબળો પડી ગયો છે. અમેરિકા...
સુરત: (Surat) શહેરના પાંડેસરા વિસ્તારમાં રાત્રે કરફ્યુના (Curfew) સમયે રખડવા માટે નીકળેલા ત્રણ યુવકોએ બે કિલોમીટરના એરિયામાં જ બે એટીએમ (ATM) મશીન...
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન ઘુસ્યાના અહેવાલ મળતા જ આપણા દેશના અનેક શહેરોમાં કોરોના સામેના નિયંત્રણો લાદી દેવાયા છે. એમાં એક નિયંત્રણ રાત્રી...
આજથી લગભગ 40-45 વર્ષ પહેલાં સુરતના દૈનિક ગુજરાતમિત્રમાં પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ની રેશનાલિઝન પર આધારિત કોલમ ‘રમણભ્રમણ શરૂ થઇ ત્યારે સ્વામી સચ્ચિદાનંદ...
પોતાના દેશની આર્થિક કરોડરજજુ તોડી નાંખવાનું દેશદ્રોહી કૃત્ય મહાપાપ ગણાય. કેટલાક સાધન સંપન્ન લોકો ભ્રષ્ટાચાર આચરે છે, કાળાં કામો કરે છે, અનૈતિકતાને...
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવાના મામલાની તપાસ પૂરી થઈ ગઈ છે.આ દુર્ઘટનામાં 13 લોકોના જીવ ગયા હતા. વાયુસેના...
સુરતઃ (Surat) પતિ સાથે સંબંધો સુધારી આપવાના બહાને સાળી પર બનેવીએ એક વર્ષમાં અનેક વખત દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ફરિયાદ અમરોલી પોલીસ...
મુંબઈ: COVID-19 ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુંબઈમાં (Mumbai) ધોરણ 1 થી 9 ની શાળાઓ (Schools) 31 જાન્યુઆરી સુધી બંધ (Closed) રહેશે. બૃહમુંબઈ...
તા.21-12-21ના મંગળવારના ‘ચર્ચાપત્ર’માં મહેશભાઇ નાયક, નવસારીનો ‘મૃત્યુ પછી છે કોઇ જીવન?’ વિશે વાંચ્યું. તેઓ લખે છે કે – ‘માણસનું જીવન સમાપ્ત થાય...
હાલમાં કોરોના, ઓમક્રોન વાયરસનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવાં મહાનગરોમાં અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત થવાના...



ગોરવા દશામાં મંદિર પાસે હાઉસિંગ બોર્ડની જમીન પર VMCનું મેગા ડિમોલિશન: 200થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાતા શ્રમજીવીઓના હાલ બેહાલ, પોલીસે પરિસ્થિતિ સંભાળી

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા 200થી વધુ ઝૂંપડાઓ પર આજે વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ જગ્યા પર નવા મકાનો બનાવવાની કામગીરી શરૂ કરવા માટે જગ્યા ખાલી કરાવવા પાલિકાની મદદ માંગવામાં આવી હતી, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં દશામાં મંદિર પાસે આવેલા આ ઝૂંપડાઓમાં છેલ્લા કેટલાય સમયથી શ્રમજીવીઓ રહેતા હતા. હાઉસિંગ બોર્ડની વિનંતી બાદ પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ આજે વહેલી સવારથી જ સ્થાનિક પોલીસ કાફલો, એસઆરપીની ટીમ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 200 જેટલા ઝૂંપડાઓ તોડી પાડવાની કામગીરી તત્કાળ શરૂ કરવામાં આવી હતી.
ઝૂંપડા તોડવાની કામગીરી દરમિયાન પાલિકાની ટીમ અને શ્રમજીવીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આક્રોશિત શ્રમજીવીઓએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની જોડે અગાઉ ફોર્મ ભરાવવામાં આવ્યા હતા અને 5,000 રૂપિયા ભરવાનું કહેવામાં આવ્યું હતું, જેના બદલામાં મકાન આપવાની ખાતરી અપાઈ હતી. અમે રોજ લઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓ છે 5000 રૂપિયા કેવી રીતે ભેગા કર્યા અમને ખબર છે ત્યારે 5000 રૂપિયા લીધા બાદ પણ અમારા પરિવારને મકાન ફાળવવામાં આવ્યા નથી અને ત્યાર પહેલાં અમારા ઝૂપડા તોડવા માટે પાલિકા આવી ગઈ છે તેમ કહીને શ્રમિકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ઘર્ષણ વધારે વકરતા સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે થોડું આકરું વલણ અપનાવ્યું હતું અને પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે હળવા બળ પ્રયોગની તૈયારી પણ કરવી પડી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડને તેની જમીનનો કબજો સોંપવા માટે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
– ઝૂંપડપટ્ટીમાં રહેતા એક શ્રમજીવીએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે…
”થોડા દિવસ પહેલાં જ પાલિકાએ અમારી જોડે ફોર્મ ભરાવ્યા અને 5,000 રૂપિયા લીધા હતા. તેઓએ કહ્યું હતું કે 5,000 ભરી તમને મકાન આપવામાં આવશે. પણ આજ દિન સુધી અમને મકાન ફાળવવામાં આવ્યા નથી. અમારી પાસે નાના બાળકો છે, આ કડકડતી ઠંડીમાં અમે ક્યાં જઈએ? અમને થોડો સમય આપવામાં આવ્યો હોત તો અમે જાતે આ ઝૂંપડા ખાલી કરીને ફાળવાયેલા મકાનમાં જતા રહેત. મકાન ફાળવ્યા વગર અમારા ઝૂંપડા તોડી નાખ્યા છે તે બિલકુલ યોગ્ય નથી.”
પાલિકાનો દાવો: નોટિસ આપી હોવા છતાં ઝૂંપડા ખાલી ન કરાયા…
પાલિકાના દબાણ શાખાના અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,
”આ ઝૂંપડપટ્ટી ખાલી કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. એટલું જ નહીં, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પણ આ ઝૂંપડામાં રહેતા શ્રમજીવીઓને નોટિસ આપવામાં આવી હતી. તેઓએ ઝૂંપડા ખાલી ન કરતા આખરે આજે જગ્યા ખાલી કરાવવાની ફરજ પડી છે. રહેવાસીઓને પોતાનો સામાન કાઢી લેવા માટે સમય અપાયો હતો, ત્યારબાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી.”