National

લદ્દાખમાં સૈન્યના જવાનોને લઈ જતું વાહન ખીણમાં પડ્યું, 9ના મોત

લદ્દાખ: (Ladakh) લદ્દાખમાં એક દર્દનાક અકસ્માત (Accident) થયો છે. એક વાહન ખાઈમાં પડતાં ભારતીય સેનાના (Indian Army) 9 જવાનોના મોત થયા છે. ક્યારી શહેરથી 7 કિમી દૂર આ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. સૈનિકો કારુ ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ આગળ વધી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના થઈ હતી. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે.

લદ્દાખના લેહ જિલ્લામાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખાઈમાં પડી ગયું હતું. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં નવ જવાનો શહીદ થયા છે. તેમનું વાહન ખાઈમાં પડી જવાને કારણે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. લદ્દાખના સંરક્ષણ અધિકારીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સૈનિકો કારુ ગેરિસનથી લેહ નજીક ક્યારી તરફ આગળ વધી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી.

આ દુર્ઘટનામાં ઘણા જવાનોને ઈજાઓ થઈ છે. આ ઘટના સાંજે 6.30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ શહીદોમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) છે અને બાકીના 8 જવાન છે. દરમ્યાન રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે.

Most Popular

To Top