Dakshin Gujarat

31 ઉજવવા દારૂની ધૂમ: કોસંબા નજીક આ હોટલ પાર્ક કરેલી ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપાયો

હથોડા: કોસંબા (Kosamba) નજીક હોટલના ગ્રાઉન્ડમાં (Hotel Grounds) પાર્ક કરેલી ટ્રકમાંથી (Truck) બાતમીના આધારે રેડ કરી પોલીસે રૂપિયા સાડા છ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી ટ્રકચાલકની ધરપકડ કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. કોસંબા પોલીસને બાતમી મળી હતી કે, કોસંબા નજીક હાઇવેની સુપ્રીમ હોટલના કમ્પાઉન્ડમાં ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રક ઊભી છે અને અંકલેશ્વર તરફ જનાર છે. બાતમી મળતા જ પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં હોટલના કમ્પાઉન્ડમાં એમએચ 19 05-7297 નંબરની ટ્રકમાંથી રૂપિયા સાડા છ લાખનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. કોસંબા પોલીસે દારૂ સહિત ટ્રક કબજે કરી ચાલક રામલાલ ઉર્ફે રામુ દેવરામ મેધાવાલની ધરપકડ કરી ટ્રકમાં દારૂનો જથ્થો ભરાવનાર તેમજ માલ મંગાવનાર ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.

થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા કારમાં દારૂ લઈ જતા ત્રણ ઝડપાયા
વલસાડ : વલસાડ નજીકના વાગલધરા હાઇવે પરથી ડુંગરી પોલીસે બાતમીના આધારે કારમાંથી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે લઈ જવાતો રૂ.25,200 નો દારૂ ઝડપી પાડીને સુરતના ત્રણની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેની મળતી માહિતી મુજબ થર્ટી ફર્સ્ટને લઈને વલસાડ હાઈવે ઉપર પોલીસ સતત વાહન ચેકિંગ કરી રહી છે. વલસાડ નજીકના ડુંગરી વાગલધરા નેહાનં.48 સુરત તરફ જવાના માર્ગ પરથી ડુંગરી પોલીસે બાતમીના આધારે કારમાંથી રૂ. 25,200ની ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 36 ઝડપી પાડી હતી. આ દારૂ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે લઈ જવાતો હોય સુરતના કાર ચાલક વત્સલ હિતેન્દ્ર બારોટ, આદિત્ય વિષમભર શર્મા અને હિતેશ ભવાનીપ્રસાદ રાવલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે દારૂ અને મોબાઈલ મળીને કુલ્લે રૂ. 5.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગ જિલ્લા ‘ક્રોધ સે વિરોધ’ કેમ્પેઇન : વ્યસન રૂપી પૂતળાનું દહન
સાપુતારા : 31 ડિસેમ્બર એટલે ક્રોધ સે વિરોધ કેમ્પેઇન, 31 ડિસેમ્બરનાં દિને આનંદ મેળવવા માટે મદિરાપાન અને માદક દ્રવ્યોનું સેવન જેવી ખોટી વૃત્તિનાં કારણે કોઈ પણ ધર્મનો યુવા વર્ગ કુટેવ અને વ્યસનના માર્ગે દોરાય છે. જેનાથી સમાજ નબળો બને છે. જે દેશ હિતમાં નથી. દરેક સમાજ, ધર્મ અને દેશ મજબૂત બને તેના માટે આવી રીતે ફેલાતી બદીઓ અને દુષણો અટકાવવાની જરૂર છે. એના માટે નવનાથ ધામના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી છોટેદાદા પ્રેરિત 31 ડિસેમ્બર ક્રોધ સે વિરોધ કેમ્પેઇન અંતર્ગત દાદા કી સેના ડાંગ જિલ્લા વિભાગનાં સભ્યો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. અને 31 ડિસેમ્બરનાં રોજ થતી આવી પ્રવૃતિઓ સામે કડકાઈથી પગલાં લેવાય એના માટે રજૂઆત કરવામાં આવી હતી તથા વ્યસન રૂપી પૂતળુ બનાવી તેનું દહન કરવામાં આવ્યુ હતુ.

Most Popular

To Top