National

કેદારનાથ મંદિર નજીક તૈયાર કરાયો ટ્રાન્સપરન્ટ રૂમ, CCTV પણ લગાવવામાં આવ્યાં

નવી દિલ્હી: ભારતનાં (India) કેટલાંક મંદિરોમાં (Temple) ભક્તો તરફથી કંઈક ખાસ તેમજ કરોડો રૂપિયાની ભેટ ચઢાવવામાં આવતી હોય છે. જેમાં હિન્દુઓનાં પવિત્ર ચાર યાત્રાધામ એટલેકે ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે. બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં આ વર્ષે ભક્તોએ કરોડો રૂપિયાની ભેટ આપી છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતી (બીકેટીસી)નાં જણાવ્યા પ્રમાણે ચાર યાત્રાધામ શરૂ થઈ ત્યારથી કેદારનાથ મંદિરમાં અત્યાર સુધી ભેટ, ચઢાવો, દાન-દક્ષિણા પેટે રૂ. 18 કરોડ જ્યારે બદ્રીનાથમાં રૂ. 16 કરોડની આવક થઈ છે. આટલી મોટી રકમની પારદર્શી રીતે ગણતરી કરવા તેમજ કિંમતી ચઢાવાની ગણતરી કરવા માટે ત્યાં કાચનો એક ટ્રાન્સપરન્ટ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

કેદારનાથ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી ભેટ સ્વરૂપ રોકડ અને કિંમતી ચઢાવાની પારદર્શી રીતે ગણતરી થાય તે માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેદારનાથ મંદિરમાં કાચનો એક ટ્રાન્પરન્ટ રૂમ તૈયાર કરવામાં અવ્યો છે જ્યાં ભક્તો દ્વારા ભેટ સ્વરૂપે મૂકવામાં આવેલી રકમ તેમજ ચઢાવાની ગણતરી કરવામાં આવશે.

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મંદિરમાં વ્યવહારોમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા લાવવા માટે આ રૂમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ રૂમમાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યાં છે. સોમવારે બાબા કેદારનાથની પૂજા અર્ચના બાદ ટ્રાન્સપરન્ટ હાઉસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને દાનની ગણતરી કરવામાં આવી હતી.

મંદિરમાં આવતા ભંડોળમાં પારદર્શિતા લાવવા માટે સમિતીએ રોકડ, સોના ચાંદીનાં આભૂષણોની ગણતરી કરવા માટે આ ટ્રાન્સપરન્ટ હાઉસ બનાવ્યું છે. જેનાં કારણે ગણતરીની પ્રક્રિયા પારદર્શક રીતે થઈ શકશે. એક ભક્તે આપેલા ભંડોળમાંથી મંદિર પાસે આ ટ્રાન્પરન્ટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ તો આ હાઉસ કયારથી બનાવવાની તૈયારી ચાલતી હતી પરંતુ ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે ટ્રાન્સપરન્ટ હાઉસનું મટિરિયલ લાવવામાં મુશ્કેલી પડવાથી ટ્રાન્સપરન્ટહાઉસનાં નિર્માણમાં વિલંબ થયો હતો. 

Most Popular

To Top