World

શિયા યાત્રાળુઓને કરબલા લઈ જતી બસ ઈરાકમાં પલટી, 18 લોકોના કરૂણ મોત

ઈરાકમાં (Iraq) શિયા શ્રદ્ધાળુઓને (Pilgrims) કરબલા (Karbala) લઈ જતી બસ શનિવારે બગદાદની ઉત્તરે પલટી ગઈ હતી જેમાં 18 લોકોના મોત થયા હતા. બસ બગદાદથી લગભગ 55 માઇલ (90 કિલોમીટર) ઉત્તરમાં બલાદ શહેરની નજીક પલટી ગઈ હતી. મૃતકોમાં 15 પુરૂષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે અરબાઈનના લાખો શિયા યાત્રાળુઓ દર વર્ષે તીર્થયાત્રા માટે શહેરમાં એકઠા થાય છે જેને વિશ્વનો સૌથી મોટો વાર્ષિક જાહેર મેળાવડો માનવામાં આવે છે. યાત્રાળુઓ ઇરાકના વિવિધ ભાગો તેમજ ઈરાન અને ગલ્ફ દેશોમાંથી આવે છે જેમાંથી ઘણા પગપાળા કરબલા જાય છે. બલાદ શહેરની નજીક થયેલી આ દુર્ઘટનામાં 15 પુરૂષો અને ત્રણ મહિલાઓ માર્યા ગયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોમાં કોઈ ઈરાનીનું મોત થયું નથી જ્યારે બે ઈરાકી-બસ ડ્રાઈવર અને તેનો પુત્ર-અને અજ્ઞાત રાષ્ટ્રીયતાના છ લોકોનો સમાવેશ થાય છે. અન્ય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાની સાથે જ ઈરાક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તેમના વાહન અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઘાયલોની ચોક્કસ સંખ્યા હજુ જાણી શકાઈ નથી. જણાવી દઈએ કે સાતમી સદીમાં કરબલાના યુદ્ધમાં મુસ્લિમ ઉમૈયન સૈન્યના હાથે પયગંબર મુહમ્મદના પૌત્ર હુસૈનના મૃત્યુ પછી અરબૈન 40 દિવસ સુધી શોક કરે છે અને કરબલા જાય છે.

ઈરાકી PMએ મૃતકો માટે શોક વ્યક્ત કર્યો
ઈરાકના વડા પ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ મૃતક યાત્રાળુઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન શનિવારે શાલમચેહ બોર્ડર ક્રોસિંગ પર ઇરાકમાં ઇરાની યાત્રાળુઓના પ્રવેશની વ્યક્તિગત દેખરેખ કરી રહ્યા હતા જ્યાં તેમણે અને ઇરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બરે રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેનાથી બંને દેશો વચ્ચે રેલ પરિવહન સેવા ઉપલબ્ધ થશે. આનાથી મુસાફરો માટે પરિવહન સુવિધાજનક બનશે.

Most Popular

To Top