National

યુક્રેન રશિયા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા ઠપ્પ, જાપાને PM મોદી પાસે માંગી મદદ

નવી દિલ્હી: યુક્રેન (Ukrain) રશિયા (Russia) વચ્ચે ચાલી રહેલા જંગનો (War) અંત હજુ સુધી આવ્યો નથી. આ યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય બજાર ઉપર જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારના મૂળ આ યુદ્ધના કારણે હલી ગયા છે. દરેક દેશની અર્થવ્યવસ્થા ઉપર આ યુદ્ધના કારણે થયેલી અસરો જોઈ શકાય છે. આ માટે જાપાનના પ્રઘાનમંત્રી ફુમિયો કિશિદાએ 14મી ભારત-જાપાન શીખર વાર્તા પછી ભારતના પીએમ નરેન્દ્રમોદીની હાજરીમાં જણાવ્યું કે જબરદસ્તીથી કોઈ પણ ક્ષેત્રમાં સર્જાયેલી સ્થિતીમાં ફેરફાર કરવાના તેમજ તેને અમલમાં મૂકવાના પ્રયત્નને સહન કરવું ન જોઈએ. જાપાન-ભારત સાથે થયેલી આ ચર્ચા પછી એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું. આ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો વાતચીત દ્વારા અંત લાવવામાં આવે. આ સાથે પરમાણુ પ્લાન્ટની સુરક્ષાના મહત્વનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હિન્દ-પ્રશાંત ક્ષેત્ર પર તેની અસરનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. કિશિદાએ પીએમ મોદીને પુતિન પર દબાણ બનાવવાનું કહ્યું જેથી કરીને આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાને સુચારું કરી શકાય.

મળતી માહિતી મુજબ રશિયા યુક્રેન યુઘ્ઘના કારણે સમગ્ર વિશ્નની અર્થવ્યવસ્થા ઉપર માઠી અસર પડી છે. આ ઉપરાંત યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યું તે માટે જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ ભારતના પીએમ મોદી ઉપર દબાણ કર્યુ છે કે તેઓ પુતિન સાથે વાત કરે તેમજ વાતચીત કરી શાંતિથી આ યુદ્ધને વિરામ આપે.

જાપાનના PM ફુમિયો કિશિદાની ભારત યાત્રા
નવી દિલ્હી: (New Delhi) જાપાનના વડાપ્રધાન (Japan PM) ફુમિયો કિશિદા બે દિવસીય ભારતની મુલાકાતે છે. તેઓ શનિવારે ભારતની રાજધાની નવી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ અહીં 14મી ભારત-જાપાન (India-Japan) સમિટમાં ભાગ લેવા આવ્યા છે. જાપાનના વડાપ્રધાને સાંજે હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પછી બંને નેતાઓએ 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. છેલ્લી ભારત-જાપાન વાર્ષિક સમિટ 2018માં ટોક્યોમાં યોજાઈ હતી. કિશિદા 20 માર્ચ સુધી ભારતમાં રહેશે. દરમ્યાન પીએમ મોદી સાથે મુલાકાત બાદ જાપાનના વડાપ્રધાને આગામી 5 વર્ષમાં રૂપિયા 3.2 લાખ કરોડનું મૂડી રોકાણ કરવાની જાહેરાત કરી હતી. પીએમ મોદી અને કિશિદા વચ્ચેની વાટાઘાટો દરમ્યાન બન્ને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક જોડાણને વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ વેગ આપવાના માર્ગો સહિત વિવિધ મુદ્ધાઓ પર ‘ફળદ્રુપ’ વાતચીત કરી હતી. કિશિદા એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે જાપાન સરકારના વડા તરીકે ભારતની તેમની પ્રથમ મુલાકાતે અહીં બપોરે 3.40 વાગ્યે આવી પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીના કાર્યાલયે ટ્વિટ કરતાં લખ્યું હતું કે, ”જાપાન સાથે મિત્રતા આગળ વધારી રહ્યા છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કિશિદાએ નવી દિલ્હીમાં ફળદાયી વાટાઘાટો કરી હતી. બન્ને દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક જોડાણને વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી.”

Most Popular

To Top