Entertainment

જાપાનમાં હોલીડે વચ્ચે ભૂકંપમાં ફસાયો આ RRR ફેમ એક્ટર, સુરક્ષિત ભારત પરત ફરતા છલકાયું દર્દ

મુંબઇ: જાપાનમાં (Japan) ભૂકંપ (Earthquake) અને સુનામી (Tsunami) એલર્ટ બાદ સ્થિતિ ઘણી મુશ્કેલ બની ગઈ છે. આ દરમિયાન RRRનો આ અભિનેતા પણ તેના પરિવાર સાથે વેકેશન માટે ત્યાં ગયો હતો. પરંતુ તે સુરક્ષિત છે અને ભારત (India) પરત ફર્યા છે. આજે જૂનિયર એનટીઆર (Jr. NTR) એરપોર્ટ પર સલામત જોવા મળ્યા હતા. જુનિયર એનટીઆરએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

1 જાન્યુઆરીએ વિશ્વ નવા વર્ષનું સ્વાગત કરી રહ્યું હતું. દરેક લોકો ઉજવણીમાં ડૂબી ગયા હતા. પરંતુ જાપાનમાં તબાહી જોવા મળી હતી. દેશમાં 18 કલાકમાં લગભગ 155 જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા. આ અકસ્માતમાં લગભગ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જાપાનમાં કેટલાક ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે દરિયો ધ્રૂજી ગયો અને સુનામી આવી.

આ બાબતોથી અજાણ સાઉથના પ્રખ્યાત અભિનેતા જુનિયર એનટીઆર પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહ્યા હતા. તે પોતાના પરિવાર સાથે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે ત્યાં આવ્યો હતો. જૂનિયર એનટીઆર જાપાનમાં છે તે જાણ્યા પછી, ચાહકો ખૂબ જ ટેન્શનમાં આવી ગયા હતા. જ્યારે અભિનેતા તેની પત્ની લક્ષ્મી પ્રણતિ અને તેમના બે બાળકો અભય અને ભાર્ગવ સાથે હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યો ત્યારે દરેકને શાંતિ મળી હતી.

ભારત પરત ફર્યા બાદ અભિનેતાએ X (Twitter) પર ટ્વીટ કર્યું અને તેની સુરક્ષા વિશે માહિતી આપી અને જાપાનમાં થયેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કર્યો. અભિનેતાએ સુનામી પર શોક વ્યક્ત કર્યો હતો. જુનિયર એનટીઆરએ લખ્યું- આજે હું જાપાનથી ઘરે પરત ફર્યો છું અને જાપાનમાં સતત ભૂકંપથી ખૂબ જ આઘાતમાં છું. મેં મારું આખું અઠવાડિયું ત્યાં વિતાવ્યું છે. ત્યાંના લોકો વિશે વિચારીને મારું હૃદય ડૂબી રહ્યું છે. હું ત્યાંના લોકોની હિંમત જોઈને આભારી છું અને આશા રાખું છું કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે. હિંમત રાખો, જાપાન. ફેન્સ પણ અભિનેતાને તેના ટ્વીટ પર કોમેન્ટ કરીને સપોર્ટ કરી રહ્યા છે. અને પોતાના પ્રિય અભિનેતાની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં ‘દેવરા‘ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે જ્હાન્વી કપૂર પણ જોવા મળશે. અભિનેત્રી આ ફિલ્મથી સાઉથમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મનું પહેલું ટીઝર 8 જાન્યુઆરીએ રિલીઝ થશે. અહેવાલ છે કે ફિલ્મના VFX પર 140 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે. જુનિયર એનટીઆર આ ફિલ્મમાં પિતા અને પુત્રનો ડબલ રોલ ભજવતો જોવા મળશે. દેવરા 5 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Most Popular

To Top