Dakshin Gujarat

નલ સે જલ યોજનામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે જનતા રેડ

રાજપીપળા : નર્મદા (Narmada) જિલ્લાના ડેડીયાપાડા (Dediyapada) વિસ્તારના અમુક ગામોમાં નલ સે જલ યોજનામાં (Nal Se Jal Yojana) 70 ટકા ચુકવણું થયું છતાં પાણી નહીં મળતું હોવાનું ભરૂચ (Bharuch) દૂધધારા ડેરીના વા.ચેરમેન અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ કરેલી જનતા રેડમાં (Janata Raid) સામે આવ્યું છે. આ જનતા રેડ દરમિયાન ગ્રામજનોએ પણ ધારાસભ્યને ફરીયાદ કરી હતી કે આ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, બોર મોટર મુક્યા પછી અમને અત્યાર સુધી એક ટીપુ પણ પાણી મળ્યું નથી.

  • યોજનામાં 70 ટકા ચુકવણું થયું છતાં પાણી નહીં મળતા ધારાસભ્ય મહેશ વસાવાએ કરેલી જનતા રેડમાં સામે આવ્યું

ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા બીટીપી પ્રમુખ બહાદુર વસાવા સહીતના અન્ય કાર્યકરોએ ડેડીયાપાડાના વિવિધ ગામોમાં વાસ્મો પ્રોજેક્ટ દ્રારા થયેલા કામોની તપાસ માટે જનતા રેડ કરી હતી. દરમિયાન જ્યાં પાણી નથી ત્યાં બોર ખોદી પાઇપ લાઈનો અને ટાંકીઓ બનાવી દેવાઈ હોવાનું એમને જણાયું હતું. તો અમુક જગ્યાએ ટાંકીઓમાં અને લોકોના ઘરો સુધી પાંણી પહોચ્યું ન હતુ.

ધારાસભ્ય મહેશ વસાવાએ આ બાબતે જણાવ્યું હતું કે સાગબરા-ડેડીયાપાડામાં આ યોજના પૂર્ણ બતાવી દેવાઈ છે, લગભગ 70 ચુકવણું થઈ ગયું છે પણ લોકોને હજુ પાણી મળ્યું નથી, લોકો પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણી જગ્યાએ નળમાં પાણી આવતું નથી, નળ તૂટીને બહાર પડી ગયા છે, પાઈપ લાઈનો હાથથી ખોડાઈ એવી રીતે દાટવામાં આવી છે. અમુક જગ્યાએ બોર કર્યા જ નથી તો અમુક જગ્યાએ પાણી જ નથી ટાંકી બનાવી પાણીની લાઈનો નાખી દેવાઈ છે. નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ ગામોમાં પણ લાખો રૂપિયાનું કામ લોકોના ઘર સુધી પાંણી પહોચાડ્યા વગર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સાંઠગાઠથી કોન્ટ્રાક્ટરોને રકમ ચુકવેલી છે. આદિવાસી સમાજે વિકાસના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનારા મળતીયાઓ સામે જાગૃત થવુ પડશે.

નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારીઓના સસ્પેન્શન ઓર્ડર રદ કરવા માંગ
નવસારી : નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારીઓના સસ્પેન્શન ઓર્ડર રદ કરવાની માંગ કરી બામણવેલ ગ્રામપંચાયતના સરપંચ સહિત સભ્યો અને ગામજનોએ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું છે.

બામણવેલ ગામના સરપંચ સહિત સભ્યો અને ગામજનોએ કલેક્ટર અને ડીડીઓને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, બામણવેલ ગામના આરોગ્ય કર્મચારી ફીમેલ હેલ્થ વર્કર જયનાબેન બાબુભાઈ પટેલ અને સુપરવાઈઝર મંજુલાબેન આહિરને ગત 16મીએ સોમવારે રાજેશ્વરીબેન પટેલનું મૃત્યુના કારણ સગર્ભાની સ્થિતિએ હતું અને એમને આરોગ્ય સુવિધા નહીં મળ્યાનું કારણ દર્શાવીને આરોગ્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગામના લોકો દ્વારા સ્વ. રાજેશ્વરીબેન પટેલના પતિ દિનેશભાઈ પટેલના નિવેદન મુજબ એમની પત્ની સગર્ભા હતી જ નહી એવું કારણ જણાવ્યું હતું. સ્વ. રાજેશ્વરીબેનના પતિ દિનેશભાઈનું લેખિત નિવેદન પણ આપ્યું અને તાલુકા હેલ્થ ઓફિસર અને આર.સી.એચ. અધિકારીએ દિનેશભાઈ પટેલની વિઝીટ દરમિયાન પણ કારણ દર્શાવ્યું હતું. તેમ છતાં આરોગ્ય કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા જે યોગ્ય બાબત નથી. જેથી આરોગ્ય કર્મચારીઓનો સસ્પેન્શન ઓર્ડર રદ કરી પુન: નિમણૂંક પોતાના હેડક્વાર્ટર પ્રા.આ. કેન્દ્ર રાનકુવા અને સબસેન્ટર બામણવેલ ખાતે નિમણૂંક આપવાની માંગ કરી છે.

Most Popular

To Top