National

જમ્મુ-કાશ્મીરમાં “ચિલ્લી કલાન” શરૂ, હાડ કંપાવતી ઠંડી વચ્ચે તળાવો અને નદીઓમાં બરફ જામી ગયો

જમ્મુ-કાશ્મીરમાં હાડ કંપાવી દેતી ઠંડી શરૂ થઈ ગઈ છે. ચારે બાજુ બરફનો જાડા થર દેખાઈ રહ્યાં છે. કાશ્મીરમાં (Kashmir) ચિલ્લી કલાનના આગમન સાથે ઠંડી (Cold) એટલી હદે વધી ગઈ છે કે તળાવો (Lake) અને નદીઓના પાણી પણ થીજી બરફ (Snow) બની ગયા છે. શ્રીનગરથી લેહ સુધી ચારેબાજુ બરફ જોવા મળી રહ્યું છે. અહીં કુદરતે પોતાનું સૌંદર્ય વિખેરી દીધું હોય તેવું દેખાઈ રહ્યું છે. જોકે આ કડકડતી ઠંડીના કારણે સામાન્ય લોકોની હાલત દયનીય બની છે. બીજી તરફ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આ મોસમ એક સુંદર અનુભૂતિની સાથે સ્વર્ગના નજારાથી ઓછો નથી. અહીં આવતા પ્રવાસીઓ ચારેકોર બરફ અને ઠંડકની ભરપૂર મજા માણી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં સરોવર હોય, નદી હોય કે ઝરણાં હોય… દરેક જગ્યાએ બરફનું જાડું થર જમા થઈ ગયું છે. સ્થિતિ એવી છે કે દાલ સરોવર અને આસપાસના વિસ્તારોમાં બરફનું 2 થી 3 ઈંચ જાડું થર ફેલાઈ ગયું છે અને આ નજારો અહીં આવતા પ્રવાસીઓને આકર્ષે છે. અહીં આવતા પ્રવાસીઓને તે સ્વર્ગનો અહેસાસ કરાવે છે. તમને જણાવી દઈએ કે આ મહિનાઓમાં જમ્મુ-કાશ્મીરમાં સખત ઠંડી પડે છે. પ્રવાસીઓ ખાસ આ મોસમનો આનંદ માણવા અહીં આવતા હોય છે. જોકે અહીં હાલ તળાવો અને નદીઓ તેમજ ઝરણાઓમાં બરફના જાડા થર જામી ગયા છે.

કાશ્મીરમાં 40 દિવસની કડકડતી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે જેને ‘ચિલી કલાન’ કહેવામાં આવે છે. આ દિવસોમાં કાશ્મીરનો દરેક ભાગ બરફથી ઢંકાઈ જાય છે. એટલું જ નહીં પરંતુ તળાવો અને નદીઓનું પાણી પણ થીજી જાય છે. જોકે કાશ્મીરમાં નવા વર્ષ અને નાતાલના અવસર પર આ બરફવર્ષા અને ચારે બાજુ જામેલો બરફ સુંદર અનુભૂતિ કરાવે છે. આ સિઝનમાં તાપમાન માઈનસ 15 ડિગ્રી સુધી નીચે જાય છે અને આ સમયગાળા દરમિયાન પર્વતીય વિસ્તારો તેમજ મેદાની વિસ્તારોમાં હિમવર્ષાની મહત્તમ સંભાવના છે.

Most Popular

To Top