Science & Technology

ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટનું નામ હશે ‘શિવ શક્તિ’, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયની મળી મંજૂરી

નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) 26 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ની (Moon Mission) લેન્ડિંગ સાઇટનું નામ ‘શિવ શક્તિ’ રાખવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના લગભગ સાત મહિના પછી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) એ 19 માર્ચે નામને મંજૂરી આપી છે. પ્લેનેટરી નામકરણના ગેઝેટિયર મુજબ IAU વર્કિંગ ગ્રૂપે પ્લેનેટરી સિસ્ટમ નામકરણ માટે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સાઇટ માટે ‘શિવ શક્તિ’ નામને મંજૂરી આપી છે.

23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્ર પર વિક્રમ લેન્ડરના ઐતિહાસિક ઉતરાણના ત્રણ દિવસ પછી PM મોદીએ બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (Istrac) ખાતે ‘શિવ શક્તિ’ નામની જાહેરાત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે શિવ પાસે માનવતાના કલ્યાણનો સંકલ્પ છે અને શક્તિ આપણને તે સંકલ્પોને પૂર્ણ કરવાની શક્તિ આપે છે. ચંદ્રનું આ શિવ શક્તિ બિંદુ હિમાલયથી કન્યાકુમારી સુધીના જોડાણની અનુભૂતિ આપે છે.

ચંદ્રયાન-3 વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકના સ્થળ પર માર્કર તરીકે સેવા આપવાનું શરૂ કર્યું. પ્લેનેટરી નામકરણના ગેઝેટિયરની જાહેરાત અનુસાર નામની ઉત્પત્તિ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. ભારતીય પૌરાણિક કથાઓમાંથી લેવામાં આવેલો શબ્દ જે કુદરતની પુરૂષવાચી ‘શિવ’ અને સ્ત્રીની ‘શક્તિ’ નો સંદર્ભ આપે છે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સાઇટ હવે ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે.

ચંદ્રયાન-2ના લેન્ડિંગ પોઈન્ટને ‘ત્રિરંગો’ નામ મળ્યું
ચંદ્રયાન-3 ના સોફ્ટ-લેન્ડિંગના પંદર વર્ષ પહેલાં ભારતના ચંદ્રયાન-1 મૂન ઇમ્પેક્ટ ઇન્વેસ્ટિગેશન (MIP) એ 14 નવેમ્બર 2008ના રોજ ચંદ્રની સપાટી પર અસર કરી હતી. આ અસર સ્થળને ‘જવાહર પોઇન્ટ’ અથવા ‘જવાહર સ્થળ’ કહેવામાં આવતું હતું. તે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું. શિવશક્તિ ઉપરાંત પીએમ મોદીએ પણ તે દિવસે જાહેરાત કરી હતી કે ચંદ્રયાન-2 જે બિંદુએ તેના પગના નિશાન છોડશે તેને ‘તિરંગા’ કહેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તે ભારત દ્વારા કરવામાં આવતા દરેક પ્રયાસો માટે પ્રેરણા તરીકે કામ કરશે અને યાદ અપાવશે કે નિષ્ફળતા એ અંત નથી.

‘ટચડાઉન મોમેન્ટ’ને આ સદીની સૌથી પ્રેરણાદાયી ક્ષણો પૈકીની એક ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વ ભારતની વૈજ્ઞાનિક ભાવના, ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સ્વભાવની તાકાત જોઈ રહ્યું છે અને સ્વીકારી રહ્યું છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે વડાપ્રધાન આ ઐતિહાસિક ઘટનાને લઈને ભાવુક હતા અને અમે બધા બંને સ્થળોના નામકરણ વિશે જાણીને ખૂબ જ ખુશ છીએ.

Most Popular

To Top