World

ઈરાનમાં બે મોટા બ્લાસ્ટ, 103 લોકોના મોત, આશરે 170 લોકો ઘાયલ

ઇરાન: ઈરાનના (Iran) કર્માન શહેરમાં એક કબ્રસ્તાન પાસે જોરદાર વિસ્ફોટ (Blast) થયો છે. આ બ્લાસ્ટમાં 103 લોકોના મોત (death) થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્માન શહેરમાં એક કબ્રસ્તાન પાસે બે વિસ્ફોટો પછી ઓછામાં ઓછા 103 લોકો માર્યા ગયા છે, જ્યાં કમાન્ડર કાસિમ સુલેમાનીને દફનાવવામાં આવ્યો છે. બુધવારે ઈરાનમાં તેમના મૃત્યુની ચોથી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી હતી. ઈરાનની મીડિયાએ એક કબ્રસ્તાન નજીક કેરમાન શહેરમાં બે વિસ્ફોટની જાણ કરી હતી.

સ્થાનિક મીડિયા અનુસાર પહેલો બ્લાસ્ટ સાહેબ અલ-ઝમાન મસ્જિદ પાસે થયો હતો. તેના થોડા સમય બાદ બીજો વિસ્ફોટ પણ થયો હતો. વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટના સ્થળે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. થોડી જ વારમાં આ વિસ્તાર મૃતકો અને ઘાયલોથી ઢંકાઈ ગયો. સર્વત્ર ચીસો પડી હતી. આ એ જ જગ્યા છે જ્યાં કાસિમ સુલેમાનીને દફનાવવામાં આવ્યા હતા.

ઈરાનના સરકારી ટેલિવિઝનએ દક્ષિણ-પૂર્વીય શહેર કર્માનમાં ઉજવણી દરમિયાન પ્રથમ અને પછી બીજા વિસ્ફોટની જાણ કરી, જેમાં ઓછામાં ઓછા 73 લોકો માર્યા ગયા. આ આંકડો હજુ વધી શકે છે. રાજ્ય મીડિયાએ કર્માન પ્રાંતના સ્થાનિક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, “આ વિસ્ફોટ આતંકવાદી હુમલાઓને કારણે થયા હતા.”

આ પહેલા એક ન્યૂઝ ચેનલે અગાઉ કહ્યું હતું કે “કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર ગેસના કેટલાય ડબ્બા ફાટ્યા”. સુલેમાનીના મૃત્યુની વર્ષગાંઠ નિમિત્તે એક સમારોહ માટે આ વિસ્તારમાં ભીડ એકઠી થઈ હતી. સુલેમાની, જેમણે બે દાયકાથી વધુ સમયથી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની વિદેશી ઓપરેશન શાખા કુડ્સ ફોર્સનું નેતૃત્વ કર્યું હતું. જાન્યુઆરી 2020 માં ઇરાકમાં યુએસ એર સ્ટ્રાઇકમાં તેનું મૃત્યુ થયું હતું.

Most Popular

To Top