Sports

IPL 2023 પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, બુમરાહ બાદ આ બોલર આખી સિઝન માટે બહાર

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) આઈપીએલની (IPL) સૌથી સફળ ટીમ છે. મુંબઈની ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. પરંતુ ગત સિઝનમાં ટીમ સારુ પ્રદર્શન કરી શકી ન હતી અને છેલ્લું સ્થાન મેળવ્યું હતું. IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ (Match) ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની RCB સામે રમશે પરંતુ હવે IPL 2023 પહેલા મુંબઈની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો એક સ્ટાર ખેલાડી આખી સિઝનમાં રમી શકશે નહીં.

IPL 2023 પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર સ્ટાર ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન ઈજાના કારણે IPL 2023માં રમી શકશે નહીં. ઈજાના કારણે રિચર્ડસન ભારત સામેની વનડે શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો હતો. તે હેમસ્ટ્રિંગની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તેને ફિટ થવામાં ઘણો સમય લાગી શકે છે. આ કારણોસર તે ઈંગ્લેન્ડ સામેની એશેઝ શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે.

રિચર્ડસને આ વાત કહી
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસને ટ્વીટ કર્યું કે ઈજાઓ ક્રિકેટનો મોટો ભાગ છે. આ સાચું છે પરંતુ નિરાશાજનક છે. હવે હું એવી સ્થિતિમાં છું જ્યાં મને જે ગમે છે તે હું કરી શકું છું. હું વધુ સારો ખેલાડી બનવા માટે સખત મહેનત કરું છું. એક ડગલું પાછળ અને બે ડગલાં આગળ. ચાલો તેને અજમાવીએ.

જણાવી દઈએ કે આઈપીએલ ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને મુંબઈ ઈન્ડિયન્સે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંજાબ કિંગ્સે પણ તેને ખરીદવા માટે બોલી લગાવી હતી પરંતુ મુંબઈની ટીમે તેની તગડી રકમ ચૂકવી હતી. રિચાર્ડસન સારી બોલિંગ કરે છે અને માત્ર થોડા જ બોલમાં મેચની દિશા બદલવામાં નિષ્ણાત છે. તેણે આઈપીએલમાં કુલ 3 મેચ રમીને 3 વિકેટ ઝડપી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા માટે તેણે 3 ટેસ્ટ મેચમાં 11 વિકેટ, 15 વનડેમાં 27 વિકેટ અને 18 ટી-20 મેચમાં 19 વિકેટ ઝડપી છે.

જ્યે રિચર્ડસનને 2019 માં ખભાની સર્જરી કરાવવી પડી હતી, જેના કારણે તેને ODI વર્લ્ડ કપ અને એશિઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી તેણે ડિસેમ્બર 2021માં એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ એડીની ઈજાને કારણે તે આગામી મેચમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારથી તે ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી.

Most Popular

To Top