National

હવે ભારત સમુદ્રમાં પણ દુશ્મનોના દાંત ખાટ્ટા કરશે, નેવીને પરમાણુ સબમરીન બનાવવાની મંજૂરી મળી

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રાલયે (Decadence ministry) નૌકાદળ માટે 6 પરંપરાગત સબમરિનો (submarine) રૂ. 43000 કરોડના ખર્ચે ઘરઆંગણે બાંધવા માટેના એક જંગી પ્રકલ્પને મંજૂરી આપી હતી, જ્યારે ચીન (china) પોતાની સમુદ્રી ક્ષમતાઓ ઝડપથી વિસ્તારી રહ્યું છે તેવા સમયે ભારતીય નૌકાદળ (Indian navy) ની શક્તિ નોંધપાત્ર વધારી શકે તેવો હેતુ ધરાવતો એક મહત્વનો નિર્ણય છે.

આ સબમરિનો જેના વિશે ઘણી ચર્ચા થઇ છે તે વ્યુહાત્મક ભાગીદારી મોડેલ હેઠળ બાંધવામાં આવશે જે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદકોને અગ્રણી વિદેશી સંરક્ષણ કંપનીઓ સાથે હાઇ-એન્ડ મિલિટરી પ્લેટફોર્મ્સનું નિર્માણ કરવા માટે હાથ મેળવવાની મંજૂરી આપે છે જેથી આયાતો પરનું અવલંબન ઘટાડી શકાય. સંરક્ષણ મંત્રાલયે વિવિધ લશ્કરી સંરજામ અને શસ્ત્રો રૂ.6800 કરોડ જેટલા ખર્ચે ખરીદવા માટેની દરખાસ્તોને પણ મંજૂરી આપી છે એમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath sinh)ની કચેરીએ જણાવ્યું હતું.

જેને p-75 ઇન્ડિયા એવું નામ આપવામાં આવ્યું છે તેવા આ નેવલ સબમરીન પ્રોજેક્ટને અન઼ સંરક્ષણ શસ્ત્રો તથા સંરજામની ખરીદીને મંજૂરી આપવાનો નિર્ણય રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ ડીફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો જે કાઉન્સિલ સંરક્ષણ મંત્રાલયની ખરીદી અંગેની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા છે. અન્ય એક મહત્વના નિર્ણયમાં આ ડીએસી દ્વારા સશસ્ત્ર દળોને તાકીદની મૂડી ખરીદીઓ કરવા માટેની ડેલીગેટેડ પાવર્સ હેઠળની સત્તાની સમયસીમા 31 ઓગસ્ટ, 2021 સુધી લંબાવવામાં આવી હતી, જેથી તેઓ પોતાની ઇમરજન્સી ખરીદીઓ કરી શકે. સબમરિન નિર્માણના પ્રોજેકટને કારણે ભારત સબમરિનનું નિર્માણ જાતે કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકશે અને તે ભારતમાં જ સ્વતંત્રપભણે સબમરિનોને ડિઝાઇન કરીને બાંધી શકશે. આ પ્રોજેક્ટ ૧૨ વર્ષના સમયગાળા માટેનો છે અને તેનો છેવટનો ખર્ચ આ સબમરિનોમાં કેવી વેપન સિસ્ટમો દાખલ કરવામાં આવે છે તેના પર પણ આધારિત રહેશે.

વૈશ્વિક નિષ્ણાતોના મતે, ચીનની નૌકાદળમાં હાલમાં 50 સબમરીન અને લગભગ 350 જહાજો છે. આગામી આઠથી દસ વર્ષોમાં, તેમાં 500 થી વધુ વહાણો અને સબમરીન હોઈ શકે છે. ભારતીય નૌકાદળ વ્યૂહાત્મક ભાગીદારીના મોડલ હેઠળ 57 લડાકુ વિમાનો, 111 હેલિકોપ્ટર (એનયુએચ) અને 123 મલ્ટિ-રોલ હેલિકોપ્ટર ખરીદવાની તૈયારીમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે ભારતને સંરક્ષણ ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાના હેતુસર અનેક સુધારાઓ કર્યા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, સંરક્ષણ પ્રધાને જાહેરાત કરી હતી કે, ભારત 2024 સુધીમાં 101 હથિયારો અને લશ્કરી સાધનો જેવા કે પરિવહન વિમાન, લાઇટ લડાઇ વિમાન, પરંપરાગત સબમરીન, ક્રુઝ મિસાઇલોની આયાત બંધ કરશે.

આ અઠવાડિયે બીજી સૂચિ બહાર પાડવામાં આવી હતી, જેમાં 108 લશ્કરી શસ્ત્રો અને સિસ્ટમોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે હવે લશ્કરી આયાત પરની પરાધીનતા ઘટાડવાનો અને ઘરેલું સંરક્ષણ ઉત્પાદનમાં ટેકો આપવાનો નિર્ણય લીધો છે.

Most Popular

To Top