National

આઝાદીના 75 વર્ષમાં પ્રથમવાર જૈન મહારાજ 20 મુનિઓ સહિત પાકિસ્તાનમાં વિહાર કરવા પહોંચ્યા

સુરત: (Surat) આઝાદીના 75 વર્ષ કોઈ પણ જૈન સાધુએ (Jain Monk) પાકિસ્તાનમાં વિહાર કર્યું નથી પરંતુ આ આઝાદીના અમૃત મહોત્સવમાં ભારત સરકાર અને પાકિસ્તાન સરકારે રસ દાખવીને સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરીશ્વર મહારાજ અને તેમની સાથે બીજા મુનિઓ ઋષભચંદ્ર વિજય મહારાજ, ધર્મકીર્તિ વિજય મહારાજ, મહાભદ્ર વિજય મહારાજ સહિત 22 લોકો આજે અટારી વાઘા બોર્ડરથી વિહાર શરૂ કરી છે.

  • આઝાદીના 75 વર્ષમાં પ્રથમવાર જૈન મહારાજ સહિત 20 મુનિઓ સાથે પાકિસ્તાનમાં વિહાર કરવા પહોંચ્યા
  • અટારી બોર્ડરથી નીકળેલો સંઘ આજે લાહોરના સરકારી મ્યુઝિયમમાં આત્મારામજી મહારાજની ચરણ પાદુકા ના દર્શન કરશે

આઝાદી પછી પ્રથમવાર કોઈ જૈન મહારાજ, 20 મુનિઓ સહીત 22 લોકો સાથે પાકિસ્તાનની 1 મહિનાની પગપાળા યાત્રા એ છે. આજે વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંદર સુધી મહારાજ અટારી વાઘા બોર્ડર થી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. આવતીકાલે 22 મે ના રોજ લાહોરના સરકારી મ્યુઝિયમમાં આત્મારામજી મહારાજની ચરણ પાદુકા ના દર્શન કરશે.ત્યારબાદ ગુરુદેવ આત્મારામજી મહારાજની સમાધિ મંદિર ગુજરાવાલા વિહાર કરશે.આચાર્ય ધર્મ ધુરંદર સુરી મહારાજ લાહોર યુનિવર્સિટીમાં રાત્રે રોકાણ કરશે.

આચાર્ય ધર્મ ધરંધર શ્રી મહારાજ સાહેબના પાકિસ્તાનના પદયાત્રા વિહાર કરી ને પાકિસ્તાનમાં કાલે લાહોર પહોંચશે.આજે વલ્લભસુરી સમુદાયના સાધુ ભગવંતો સહિત 22 લોકો ગુરુદેવની સાથે પદયાત્રામાં અટારી વાઘા બોર્ડરથી જોડાયા હતા. વલ્લભસુરી મહારાજ સાહેબ એ વડોદરાના જ પનોતા પુત્ર હતા જેમનો જન્મ જાની શેરીમાં થયો હતો 1947માં વલ્લભ સુરી મહારાજ સાહેબ તે વખતના પાકિસ્તાનમાં આવેલ ગુજરાવાલામાં ચાતુર્માસ હતા ત્યારે દેશના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આચાર્ય વલ્લભસુરી મહારાજને હિન્દુસ્તાન પરત આવી જવા વિનંતી કરી હતી.ત્યારે વલ્લભસુરી મહારાજે કહ્યું કે મારી સાથે બીજા સાધુ સાધ્વી ભગવંતો તથા જૈન શ્રાવક શ્રાવીકાઓ અને હિન્દુ લોકો છે તેમને હું મૂકીને કેવી રીતે આવી શકું તેથી જો તમે અમને બધાને લઈ જવાની વ્યવસ્થા કરો તો હું અહીંયાથી આવીશ.

એ પછી સરદાર પટેલે આર્મીની વ્યવસ્થા કરી અને ગુરુદેવને હિન્દુસ્તાન પરત લાવ્યા હતા. આમ આઝાદીના 75 વર્ષ કોઈ પણ જૈન સાધુએ પાકિસ્તાનમાં વિહાર કર્યો નથી. પરંતુ આ આઝાદીના અમૃત મહોત્સવમાં ભારત સરકાર અને પાકિસ્તાન સરકારે રસ દાખવીને સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરીશ્વરજી મહારાજ, મુનિરાજ ઋષભચંદ્ર વિજયજી, ધર્મકીર્તિ વિજયજી, મહાભદ્ર વિજયજી સહિત 22 લોકો આજે અટારી વાઘા બોર્ડરથી લાહોર તરફ વિહાર શરૂ કરી દીધો છે.

આવતીકાલે આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ લાહોરના સરકારી મ્યુઝિયમ માં જ્યાં આત્મારામજી મહારાજની ચરણ પાદુકાઓ છે તેમના દર્શન કરશે અને ત્યારબાદ ગુજરાતવાલા તરફનો વિહાર શરૂ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે આત્મારામજી મહારાજ ની 28મી મેના રોજ 128મી પુણ્યતિથિ છે તે દિવસે ગુરુ મહારાજ આત્મારામજીને સમાધિ મંદિરમાં દર્શન કરી માંગલિક ફરમાવશે.આંખો કાર્યક્રમ જૈન હેરિટેજ સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યો છે.એમ જૈન ધર્મના જ્ઞાતા શ્રેણીક વિદાણીએ જણાવ્યું હતું.

Most Popular

To Top