Science & Technology

ISRO: ચંદ્રયાન-3ની પ્રથમ તસવીર જાહેર, ઓગસ્ટમાં થઇ શકે છે લોન્ચ

નવી દિલ્લી: કોરોના મહામારીને કારણે ચંદ્રયાન-3 (Chandrayan-3) મિશનમાં વિલંબ થઈ રહ્યો હતો. આખરે આ મિશનની પ્રથમ તસવીર સામે આવી છે. ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આ તસવીરો એક ડોક્યુમેન્ટ્રી ‘સ્પેસ ઓન વ્હીલ્સ’માં રજૂ કરી છે. આ ડોક્યુમેન્ટ્રીમાં (Documentary) ભારત (India) દ્વારા લોન્ચ કરાયેલા અન્ય 75 ઉપગ્રહો વિશે પણ બતાવવામાં આવ્યું છે.

  • ડોક્યુમેન્ટ્રી ‘સ્પેસ ઓન વ્હીલ્સ’માં ચંદ્રયાન-3ની પ્રથમ તસવીર
  • ડોક્યુમેન્ટ્રીમાં દેશના આગામી આદિત્ય એલ1 મિશન અને ગગનયાન મિશન વિશે જણાવવામાં આવ્યું

ચંદ્રયાન-3 ઓગસ્ટમાં લોન્ચ થશે
સ્પેસ ઓન વ્હીલ્સ ડોક્યુમેન્ટ્રીમાં બતાવવામાં આવ્યુ છે કે ચંદ્રયાન-3 લેન્ડર ચંદ્રની સપાટીને સ્પર્શતા કેવું દેખાય છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે કોવિડ-19ને કારણે આ મિશનમાં વિલંબ થયો છે. આ સિવાય અન્ય ઘણા ચાલુ મિશનને પણ અસર થઈ છે. ISROનું કહેવું છે કે તેઓ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં આ મિશન લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે હાલ તે મુશ્કેલ જણાય છે. કારણ કે ઘણા હાર્ડવેર પરીક્ષણો હજુ બાકી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અવકાશ વિભાગે જણાવ્યુ હતું કે ચંદ્રયાન-3 પર કામ ચાલી રહ્યું છે અને તે આ વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવશે.

17 મિનિટની ડોક્યુમેન્ટ્રીમાં અન્ય મિશન વિશે પણ જણાવ્યું
આ 17 મિનિટની ડોક્યુમેન્ટરીમાં ચંદ્રયાન-3 ઉપરાંત દેશના આગામી આદિત્ય એલ1 મિશન અને ગગનયાન મિશન વિશે જણાવવામાં આવ્યું છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલશે. આદિત્ય L1 મિશન પૃથ્વી-સૂર્ય પ્રણાલીના પ્રથમ લેગ્રેન્જ પોઈન્ટમાં મૂકવામાં આવશે. તે સૂર્યના ઘણા ગુણધર્મોની શોધ કરશે, જેમ કે કોરોનલ માસ ઇજેક્શનની ગતિશીલતા અને મૂળ. ચંદ્ર અને સૌર મિશનને ટ્રેક કરવા માટે એક નેટવર્ક બનાવવા માટે ભારત યુરોપિયન સ્પેસ એજન્સી સાથે કામ કરી રહ્યું છે. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) કહે છે કે તેના ગ્લોબલ ડીપ સ્પેસ કોમ્યુનિકેશન્સ એન્ટેના બંને મિશન માટે તમામ સંભવિત સમર્થન આપશે. તેઓ અવકાશયાનને ટ્રેક કરશે, નિર્ણાયક સ્થાનો પર તેમનું સ્થાન નિર્ધારિત કરશે અને આદેશો આપશે.

ચંદ્રયાન-2 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં 9 હજાર પરિક્રમા પૂર્ણ કરી
ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2 પછી તૈયાર કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-2ના બે ભાગ હતા- લેન્ડર અને રોવર્ટ. જેમાંથી લેન્ડર 2019માં ચંદ્રની નજીક ક્રેશ થયું હતું. જે સપાટીથી લગભગ 350 મીટરની ઊંચાઈએથી ઝડપથી ફરતી વખતે તે જમીન પર પડી ગયું હતું. જ્યારે ચંદ્રયાન-2ના રોવર્ટ અત્યાર સુધીમાં 9 હજારથી વધુ વખત ચંદ્રની આસપાસ પરિભ્રમણ કરી ચૂક્યું છે.

Most Popular

To Top