World

ઈમરાન અને નવાઝ વચ્ચેના ચૂંટણી જંગમાં આ ત્રીજો વ્યક્તિ જીતીને બની શકે છે પાકનો PM

નવી દિલ્હી(NewDelhi): પાકિસ્તાનમાં (Pakistan) ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીના (Election) પરિણામોએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની (Army Chief General Asim Munir) ઊંઘ હરામ કરી દીધી છે. સમગ્ર ચૂંટણી પરિણામોમાં ઈમરાન ખાનની (ImranKhan) પાર્ટી પીટીઆઈના (PTI) સમર્થકોનો દબદબો જોવા મળ્યો છે. ઈમરાન ખાનની પાર્ટીને ચૂંટણી લડવા દેવામાં આવી ન હતી અને તેનું ચૂંટણી ચિન્હ બેટ પણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, તેમ છતાં કેપ્ટનની પાર્ટીના ઉમેદવારોએ અપક્ષ ચૂંટણી લડી ચોંકાવનારું પ્રદર્શન કર્યું છે.

ચૂંટણી પરિણામો જોઈને પાકિસ્તાની સેના (PakistanArmy) એટલી હદે ગભરાઈ ગઈ છે કે સેનાએ પરિણામોની જાહેરાતમાં વિલંબ કર્યો છે. એટલું જ નહીં મોટા પાયા પર ગોટાળાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ઘણી મહેનત બાદ નવાઝ શરીફ (NawazSharif) ચૂંટણી જીતી ગયા છે પરંતુ હવે તેમની પીએમ બનવાની આશાઓ ધૂંધળી દેખાઈ રહી છે.

પાકિસ્તાની વિશ્લેષકોનું કહેવું છે કે નવાઝ શરીફ અને ઈમરાન ખાન વચ્ચેની આ રાજકીય લડાઈમાં પીપીપી (PPP) નેતા બિલાવલ ભુટ્ટો (BilawalBhutto) પાકિસ્તાની સેનાની મદદથી જીતી શકે છે.

ખરેખર તો પાકિસ્તાનમાં બહુમતી મેળવવા માટે 133 સીટોની જરૂર હોય છે અને બિનસત્તાવાર આંકડાઓ અનુસાર ઈમરાન સમર્થકો આ આંકડો પારે કરે તેવા સંજોગો સર્જાયા છે. જો કે, ઈમરાન ખાનની પાર્ટીના તમામ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા છે કારણ કે પીટીઆઈને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

આ ચૂંટણીમાં નવાઝ શરીફની પાર્ટીને 47 અને બિલાવલની પાર્ટી પીપીપીને 47 બેઠકો મળતી દેખાઈ રહી છે. જો અપક્ષોની વાત કરીએ તો તેઓ 154 બેઠકો પર જીતે તેવી સંભાવના છે. વિશ્લેષકોના મતે તેમાંના મોટાભાગના અપક્ષો પીટીઆઈના સમર્થક છે અને અપક્ષોનો સમાવેશ કરીને આગામી સરકાર બનાવવાની લડાઈ થશે.

આ ખેલમાં પાકિસ્તાની સેના ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. પાકિસ્તાની વિશ્લેષકોનું કહેવું છે કે જો પાકિસ્તાની સેનાનું દબાણ હશે તો આગામી 72 કલાકમાં આ સ્વતંત્ર ઉમેદવારો બિલાવલ અથવા નવાઝ શરીફની પાર્ટી તરફ જઈ શકે છે પરંતુ જો આ ચૂંટાયેલા સભ્યો અપક્ષ રહેશે તો તેઓ પણ પોતાના વડાપ્રધાન તરીકે પોતાનો ઉમેદવાર પસંદ કરી શકશે પરંતુ હાલમાં સેના એક્શનમાં છે.

રાજકીય વિશ્વલેષકોના મતે તાજેતરના ચૂંટણી પરિણામો બાદ બિલાવલ ભુટ્ટોના પીએમ બનવાની શક્યતાઓ વધી રહી છે. બિલાવલ ભુટ્ટો સમગ્ર ચૂંટણી દરમિયાન ઈમરાન ખાનના સમર્થકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. વળી, બિલાવલ ભુટ્ટોને ઈમરાન ખાનના સમર્થકો પણ સ્વીકારી શકે છે. બિલાવલનો ગઢ સિંધ છે પરંતુ તેમણે પંજાબમાં આવીને ચૂંટણી લડી હતી.

પાકિસ્તાનના પ્રખ્યાત પત્રકાર ઈજાઝ સૈયદે કહ્યું કે હવે આ સમગ્ર મામલામાં સેનાની ભૂમિકા સૌથી મહત્વની બનવાની છે. જ્યાં પણ પાકિસ્તાની સેના કહે છે 120માંથી મોટાભાગના અપક્ષ ઉમેદવારો ત્યાં મતદાન કરશે. ઈજાઝે કહ્યું કે આ ઉમેદવારોએ પાકિસ્તાની સેનાને પહેલેથી જ ખાતરી આપી છે કે તેઓ જ્યાં જનરલ મુનીર કહેશે ત્યાં જ વોટ કરશે. ઘણા વિશ્લેષકો કહી રહ્યા છે કે હવે નવાઝ શરીફને બહુમતી મળી નથી અને એવી સંભાવના છે કે તેઓ બિલાવલ સાથે જાય.

Most Popular

To Top