World

જમ્મુ-કાશ્મીરમાં ફરી પાકિસ્તાની એરક્રાફ્ટ બલૂન મળતા ખળભળાટ

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) ફરી એકવાર પાકિસ્તાની ધ્વજના (Pakistan Flag) રંગનું એરક્રાફ્ટ (Aircraft) આકારનું બલૂન (balloon) મળી આવ્યું છે. સાંબા (Samba) જિલ્લાના ગગવાલ ખાતેથી મળેલા આ બલૂન પર ‘BHN’ લખેલું છે. પોલીસે તેનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. આ પહેલા પણ 1 નવેમ્બરના રોજ પણ પાકિસ્તાની બલૂન મળી આવ્યું હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

ત્યારે સાંબાના નાદ પહાડી બ્લોકના ખેતરોમાં પાકિસ્તાની બલૂન મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક લોકોની સૂચના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બલૂનને કબજે લીધા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા રાજસ્થાનના બિકાનેરમાં પણ વિમાનના આકારમાં બનેલો પાકિસ્તાની બલૂન મળ્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પાકિસ્તાનની ષડયંત્ર તો નથી ને?

બિકાનેરમાં વિમાન આકારનો પાકિસ્તાની બલૂન મળી આવતા લોકો ગભરાયા
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 1 નવેમ્બરના રોજ રાજસ્થાન બિકાનેરમાંથી વિમાન જેવા આકારનો પાકિસ્તાન બલૂન મળી આવ્યો હતો. શહેરમાં વિમાન જેવા આકારનું પાકિસ્તાની બલૂન મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ જોઈને લોકો ગભરાઈને તરત જ પોલીસને જાણ કરી હતી. લોકોને લાગ્યું કે કદાચ તે ડ્રોન છે અને કદાચ તેમાં કેમેરા કે કોઈ વિસ્ફોટક સામગ્રી છુપાયેલી છે.

ઓફિસર વિનોદ કુમારે જણાવ્યું કે વિમાનના આકારમાં એક સફેદ અને લીલો પાકિસ્તાની બલૂન મળ્યો હતો, જેના પર પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ લખેલું હતું. તેમણે કહ્યું કે તે બોર્ડરથી હવામાં ઉડતું આવ્યું હશે અને હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે આ બલૂન એરપોર્ટ પરથી ઉડીને ભારત તરફ આવ્યું હોઈ શકે છે. પરંતુ વારંવાર બનતી આ ઘટના નક્કી કોઈ ષડયંત્ર તરફ ઈશારો કરતી હોય એવું લાગી રહ્યું છે.

ગત વર્ષે પણ આવા ફુગ્ગાઓ મળી આવ્યા હતા
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની ફુગ્ગા મળવાનો આ પહેલો મામલો નથી. અને આ વર્ષે આ બલૂનઓ મળી રહ્યા છે, એવું પણ નથી, કારણ કે ગત વર્ષે પણ આવી ઘટનાઓ સામે આવી હતી. ગત વર્ષે માર્ચ મહિનામાં આવા ચાર બલૂન જોવા મળ્યા હતા. તે જ સમયે, જુલાઈ મહિનામાં, મેંધાર ઉપજિલ્લાના માનકોટ તહસીલમાં પાકિસ્તાની એરફોર્સના મોડલના બલૂનની ​​શોધને કારણે ખળભળાટ મચી ગયો હતો.

બલૂનની ​​ટોચ પર PIA લખેલું હતું
ત્યારે જે બલૂન મળી આવ્યું હતું તેના પર PIA લખ્યું હતું. માનકોટ તહસીલમાં નિયંત્રણ રેખા પાસે બલનોઈ ગામના રહેવાસી મોહમ્મદ શરીફે પોતાના ખેતરોમાં પાકિસ્તાની એરફોર્સ મોડલનું વાદળી અને સફેદ બલૂન જોયું. બલૂનની ​​ટોચ પર PIA લખેલું હતું. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top