Madhya Gujarat

આણંદમાં ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરતા બે દંપતિ ઝડપાયા

આણંદ: દેશમાં ગાંજાની હેરાફેરી વધી છે.યુવાનોમાં સિગરેટ ની જેમ ગાંજાનો શોખ વળગ્યો છે.નશાના આ વ્યાપારમાં ટેરર ફંડીગની ગતિવિધિ વધી હોઈ આણંદ સહિત ગુજરાતમાં નારકોટિક્સ બ્યુરો હવે આ હેરાફેરી ઉપર સખ્ત નજર રાખી રહી છે.આણંદ રેલવે સ્ટેશને અમદાવાદ નારકોટિક્સ બ્યુરોએ પુરી-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં ઓરિસ્સાના દંપતિને ગાંજાના મબલખ જથ્થા સાથે ઝડપી લેતા ચકચાર મચી છે.

આણંદ રેલવે સ્ટેશને રાત્રે ગાંજાની હેરાફેરી કરતા ઓરિસ્સાના બે દંપત્તિ અને એક બાળક અમદાવાદ  નારકોટિક્સ બ્યુરો અને આણંદ રેલવે પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઝડપયા છે. 10 લાખની માતબર કિંમતના 40 કિલો ગાંજા સાથે આ પાંચ વ્યક્તિ ઝડપતા આણંદ રેલવે સ્ટેશને હોહા મચી હતી.પોલીસ દ્વારા સખ્ત પૂછપરછ માં તેઓએ ઓરિસ્સા થી અમદાવાદ તરફ જતા હોવાની માહિતી જણાવી હતી.પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી અને તપાસ તેજ કરી છે.

અમદાવાદ નારકોટિક્સ બ્યુરો ઓફિસને બાતમી મળી હતી કે પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં બે દંપત્તિ ગાંજા ની ખેપ લઈ નીકળ્યા છે.જે આધારે અમદાવાદ NCB ટીમે તે તપાસમાં જ હતી.આણંદ રેલવે પોલીસ ને સાથે રાખી આ બાબતે તપાસ વધુ ચોક્સાઈ ભરી કરી હતી.વળી આણંદ રેલવે સ્ટેશન આવતા જ આ બન્ને દંપત્તિ પોલીસ સકંજામાં ઝડપાઈ ગયા હતા.NCB ટીમે બે પુરુષ અને બે મહિલા તેમજ એક બાળકની અટકાયત કરી અંદાજે 10 લાખની કિંમત નો 40 કિલો ગાંજો કબ્જે લીધો છે.

દંપતિ ની પૂછપરછમાં તેઓએ ઓરિસ્સા ના પ્રેમનગર ના રહેવાસી હોવાની માહિતી આપી હતી વળી તે ઓરિસ્સાથી જ ટ્રેનમાં બેઠા હોવાનું કબૂલ્યું હતું.મહત્વનું છે કે આ 40 કિલો ગાંજો કોણે આપ્યો અને કોને આપવાનો છે તે અંગે મોં ખોલ્યું નહોતું. અમદાવાદ માં રથયાત્રા હોઈ પોલીસ બંદોબસ્ત ચુસ્ત હોઈ તેઓ આણંદ રેલવે સ્ટેશને ઉતરી ગયા હતા.તેઓ અમદાવાદ જવા અંતે પ્રાઇવેટ વાહન કે બસ દ્વારા જવાનું નક્કી કર્યું હતું.

જોકે તેઓ તેમના પ્લાન મુજબ નીકળે તે પહેલાં જ પોલીસ ના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસને છેતરવા પરિવાર સાથે ગાંજાની હેરાફેરી પકડાયેલા દંપત્તિ પોલીસને ચકમો આપવા કે તપાસ એજન્સીઓને શક ન જાય તે માટે પરિવાર સાથે નીકળ્યા હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે.વળી બાળક પણ સાથે હોઈ કોઈ પણ તપાસ એજન્સી પરિવાર સાથે સહેલગાહે નીકળ્યા છે તેમ સમજી કોઈ જ રીતે શંકા કુશંકા ન કરે.

પોલીસે બંને દંતતિના ફોન કબ્જે લઈ લીધા પકડાયેલા આરોપીઓ સઘન પૂછપરછ માં યોગ્ય સહકાર આપતા નથી વળી જે માહિતી આ લોકોએ આપી છે તે સાચી છે કે કેમ તે અંગે ચોક્સાઈ કરી જરૂરી છે.વળી આ લોકો આણંદ ઉતર્યા કે પોલીસ વોચ કરી રહી છે તેવી બાતમી ને આધારે કોઈકે તેમને ફોન કરી ચેતવ્યા તે જાણવું પણ જરૂરી છે.વળી આ માલ કોનો છે અને ક્યાં કોણે પહોંચાડવાનો છે સઘળા ભેદ ફોન માં જ અકબંધ હોઈ પોલીસે ફોન કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top