India

‘ભટકી રહ્યો છું’ ઋષભ પંતે મોડી રાત્રે ઉત્તરાખંડ CM ધામીને કરી અપીલ, 3 વર્ષથી જમીન માટે કરી રહ્યો છે રાહ

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટર ઋષભ પંતે સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ટેગ કરીને જમીન ખરીદવામાં મદદની માંગ કરી; દિલ્હીથી ઉત્તરાખંડ પોતાનું બેઝ શિફ્ટ કરીને રાજ્યમાં પ્રથમ ઘર બનાવવા માંગે છે, : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર-બેટર ઋષભ પંત હાલમાં શ્રીલંકા પ્રવાસ પર છે અને ટેસ્ટ ટીમનો મહત્વનો સભ્ય છે. આ દરમિયાન મોડી રાત્રે કરેલી તેની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી છે. પંતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને સીધી અપીલ કરીને રાજ્યમાં જમીન ખરીદવામાં મદદ કરવાની વિનંતી કરી છે.પંતે જણાવ્યું કે તે લાંબા સમયથી દિલ્હીથી પોતાનું બેઝ ઉત્તરાખંડમાં શિફ્ટ કરવા અને પોતાના રાજ્યમાં ઘર બનાવવા માંગે છે, પરંતુ યોગ્ય ,મોટી જમીન શોધવામાં તેને મુશ્કેલી પડી રહી છે. તેના કહેવા પ્રમાણે, આ પ્રક્રિયા છેલ્લા ત્રણ વર્ષથી અટવાયેલી છે.

મોડી રાત્રે 12:46 વાગ્યે CMને ટેગ કર્યા
મીડિયા ના અહેવાલ મુજબ પંતે શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે લગભગ 12:46 વાગ્યે X પર પોસ્ટ કરી હતી. તેણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ટેગ કરીને ઉત્તરાખંડમાં જમીન ખરીદવાની પ્રક્રિયામાં મદદ કરવા વિનંતી કરી હતી.પંતે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તે ઉત્તરાખંડ સાથે સ્થાનિક રીતે જોડાયેલો છે અને તેને પોતાના રાજ્ય પ્રત્યે ખૂબ પ્રેમ છે. તે હવે દિલ્હી છોડીને પોતાના વતન તરફ પાછો ફરવા માંગે છે.

‘દિલ્હીથી ઉત્તરાખંડ શિફ્ટ થવા માંગું છું’
પંતના જણાવ્યા પ્રમાણે, તે ઘણા સમયથી ઉત્તરાખંડમાં જમીન ખરીદીને પોતાનું બેઝ અહીં બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.તેને રહેવા માટે એવી જગ્યા જોઈએ છે જે મોટી અને જરૂરી સુવિધાઓ ધરાવતી હોય, પરંતુ યોગ્ય જમીન શોધવામાં તેને મુશ્કેલી પડી રહી છે.પંતે આ અંગે મુખ્યમંત્રીને મદદ કરવા વિનંતી કરતાં કહ્યું કે જમીન ખરીદવાની પ્રક્રિયા તેના માટે મુશ્કેલ બની ગઈ છે અને તેમાં જરૂરી સ્પષ્ટતા પણ મળી રહી નથી.

3 વર્ષથી જમીનની રાહ જોઈ રહ્યો છું’
ઋષભ પંતે પોતાની પોસ્ટમાં સૌથી મહત્વની વાત એ કહી કે તે છેલ્લા ત્રણ વર્ષથી જમીન મળવાની રાહ જોઈ રહ્યો છે.
તેણે મુખ્યમંત્રી ધામીને આ મામલે ધ્યાન આપવા અને પ્રક્રિયા આગળ વધારવામાં મદદ કરવાની અપીલ કરી.પંતનું કહેવું છે કે તે હવે પોતાના મૂળ રાજ્યમાં પાછો ફરવા માંગે છે, ઉત્તરાખંડના વિકાસમાં પોતાની રીતે યોગદાન આપવા માંગે છે.

‘મારા પહાડી લોકો વચ્ચે પાછો ફરવા માંગું છું’
પંતે પોતાના સંદેશમાં ઉત્તરાખંડ સાથેના ભાવનાત્મક જોડાણનો પણ ઉલ્લેખ કર્યો.તેણે જણાવ્યું કે તે પોતાના મૂળ સ્થાન પર પાછો ફરવા અને ‘પહાડી લોકો’ વચ્ચે રહેવા માંગે છે.ક્રિકેટના મેદાન પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યા બાદ હવે તે પોતાના રાજ્ય માટે પણ કંઈક કરવા અને ઉત્તરાખંડના વિકાસમાં યોગદાન આપવા ઈચ્છે છે.આ જ કારણસર તે પોતાનું બેઝ દિલ્હીની જગ્યાએ ઉત્તરાખંડમાં શિફ્ટ કરવા માંગે છે.

સરકારી દરે જમીન ખરીદવાની પણ તૈયારી
ઋષભ પંતે મુખ્યમંત્રી સમક્ષ એક મહત્વપૂર્ણ વિકલ્પ પણ રજૂ કર્યો છે.પંતે જણાવ્યું કે જો સરકાર તેને જમીન ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપે તો તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા દરે જમીન ખરીદવા માટે તૈયાર છે.તેના માટે આ ઉત્તરાખંડમાં પોતાનું પ્રથમ ઘર બનાવવાની તક હશે.પંતે સરકારને કહ્યું કે જો આ પ્રક્રિયામાં મદદ કરવામાં આવે તો તે પોતાના જ રાજ્યમાં પોતાનું ઘર બનાવી શકશે.

મને સમજાતું નથી કે પ્રક્રિયા કેવી રીતે પૂરી કરું’
પંતે મુખ્યમંત્રીને આ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવાની પણ વિનંતી કરી છે.તેના કહેવા પ્રમાણે, તેને સમજાતું નથી કે જમીન ખરીદવાની આ પ્રક્રિયા કઈ રીતે આગળ વધારવી અને કયા નિયમોનું પાલન કરવું.આથી તેણે મુખ્યમંત્રી ધામીને સીધી અપીલ કરીને સમગ્ર મામલે મદદ કરવા જણાવ્યું છે.

ઉત્તરાખંડ સાથે પંતનું જૂનું જોડાણ
ઋષભ પંતનો ઉત્તરાખંડ સાથે જૂનો અને ખાસ સંબંધ છે. તેનું પરિવાર મૂળ ઉત્તરાખંડનું છે અને પંત અનેક પ્રસંગોએ રાજ્ય પ્રત્યે પોતાનો લગાવ વ્યક્ત કરી ચૂક્યો છે.હવે તેણે જાહેરમાં મુખ્યમંત્રીને જમીન ખરીદવામાં મદદ કરવાની વિનંતી કરી છે.પંતની આ પોસ્ટને કારણે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે. કેટલાક ચાહકોએ તેની પોસ્ટ પર મજેદાર અને ફની કમેન્ટ્સ પણ કર્યા છે.

હાલમાં શ્રીલંકા પ્રવાસ પર છે પંત
ઋષભ પંત હાલમાં ભારતીય ટેસ્ટ ટીમ સાથે શ્રીલંકા પ્રવાસ પર છે. તે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ફોર્મેટના મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે.આ દરમિયાન તેના જમીન સંબંધિત જાહેર અપીલથી ચાહકોનું ધ્યાન ક્રિકેટથી હટીને તેના વ્યક્તિગત ઘર બનાવવાના પ્લાન તરફ ગયું છે.

હવે સરકારના જવાબની રાહ
ઋષભ પંતે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને જાહેરમાં અપીલ કરી છે. હવે જોવાનું એ રહેશે કે ઉત્તરાખંડ સરકાર તરફથી તેની અપીલ પર શું જવાબ મળે છે અને તેને રાજ્યમાં જમીન ખરીદીને પોતાનું ઘર બનાવવામાં કેવી મદદ મળે છે.પંતનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે તે પોતાના મૂળ રાજ્યમાં પાછો ફરે, ત્યાં પોતાનું ઘર બનાવે અને રાજ્યના વિકાસમાં પણ યોગદાન આપે.હાલ પંતે જમીન ભેટ તરીકે માગી હોવાનો સીધો દાવો કર્યો નથી. તેણે સરકાર પાસેથી પ્રક્રિયામાં મદદ માગી છે અને મંજૂરી મળે તો સરકારી દરે જમીન ખરીદવાની તૈયારી પણ વ્યક્ત કરી છે.

Most Popular

To Top