SURAT

અમરોલીમાં રસોઈ બનાવતી વખતે ગેસના બાટલામાં ભડકો થતાં પતિ-પત્ની અને બે સંતાન દાઝ્યા

સુરત: સુરતના (Surat) અમરોલી (Amroli) વિસ્તારમાં આવેલા અંજલી ઇન્ડસ્ટ્રીઝમાં રહેતી મહિલા બપોરે રસોઈ બનાવતી હતી ત્યારે ગેસના બાટલામાં ભડકો (Gas Bottle Fire) થયો હતો. તેના કારણે પતિ-પત્ની અને બે સંતાનો દાઝી ગયા હતા. તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ રોડ અંજલી ઇન્ડસ્ટ્રીઝમાં જીતેન્દ્ર ચંદ્રરામા રાજપુત( 30 વર્ષ) પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અંજલીદેવી( 25 વર્ષ), પુત્રી રાગીની( 5 વર્ષ) અને પુત્ર અનુરાગ( 2 વર્ષ) છે. જીતેન્દ્ર રાજપુત ધાગા કટીંગનું કામ કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે.

અંજલીદેવી આજ રોજ બપોરે રસોઈ બનાવી રહ્યા હતા. તે સમયે જીતેન્દ્ર અને બાળકો ઘરમાં જ હતા.રસોઈ બનાવતી વખતે અચાનક ગેસના બાટલામાંથી ભડકો થયો હતો. જેના કારણે સંપૂર્ણ પરિવાર તેની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આસપાસના લોકોએ તમામને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. તમામની હાલત હાલ સામાન્ય છે. અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉધના ઉદ્યોગનગરમાં ગાર્મેન્ટના ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરી મચી
સુરત: ઉધના ઉદ્યોગનગરમાં મંગળવારે મોડી રાત્રે ગોડાઉનમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી. ભીષણ આગને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે સ્થાનિકોએ તુરંત જ ફાયર વિભાગમાં જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ઉધના રોડ નંબર-2 પર ઉદ્યોગનગર ખાતે બી.એલ ગારમેન્ટ્સ નામથી કુર્તી, સાડી સહિતના ગાર્મેન્ટ્સના ગોડાઉનમાં મંગળવારે મોડી રાત્રે 2:00 વાગ્યે એકાએક આગ લાગવાની ઘટના બની હતી. જે અંગે ફાયર વિભાગમાં જાણ કરાતા માનદરવાજા, મજુરા અને ભેસ્તાન ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે જવા માટે રવાના થયો હતો. જ્યારે બીજી બાજુ ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ગોડાઉનના બીજા માળે કારીગરો આગમાં ફસાયા હતા. કારીગરો જીશાન અન્સારી (ઉ.વ.૨૫), શકીલ મોહમ્મદ અન્સારી (ઉ.વ.૨૧), રેહાન અન્સારી (ઉ.વ. ૨૨) અને અરબાઝ અન્સારી (ઉ.વ ૨૫) અંદર રૂમમાં ફસાઈ ગયા હતા. તેઓ બહાર નીકળી શક્ય ન હતા. ફાયરની ટીમે એક બાજુ આગને કાબુમાં કલેવાની કામગીરી કરવામાં આવી હતી.

જયારે બીજી બાજુ લેડર દ્વારા આ ચારેય કારીગરોને રેસ્ક્યુ કરી સહીસલામત બહાર કાઢવામાં આવતા તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જયારે ફાયરબ્રિગ્રેડના જવાનોએ બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં કરી લીધી હતી. આગને કારણે કુર્તી, સાડીઓ તથા મશીનરી સહિતનો માલ બળીને ખાક થઇ ગયો હતો.

Most Popular

To Top