World

લાલ સમુદ્રમાં હૂતી બળવાખોરોનો આંતક, મિસાઈલથી હુમલો, આ દેશો સાથે મળી આપશે જડબાતોડ જવાબ

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ (War) વચ્ચે હુતી (Houthi) બળવાખોરો લાલ સમુદ્રમાં આતંક મચાવી રહ્યા છે. જેની સામે યુએસએ લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર હુતી હુમલાઓ સામે આંતરરાષ્ટ્રીય ગઠબંધનની રચનાની જાહેરાત કરી છે.

હુતી બળવાખોરો ક્યારેક ઇઝરાયેલને નિશાન બનાવીને મિસાઇલો (Missiles) છોડે છે તો ક્યારેક લાલ સમુદ્રમાં (Red Sea) ઇઝરાયલ આવતા અને આવતા જહાજો પર હુમલો કરી રહ્યા છે. અમેરિકન યુદ્ધ કાફલાએ ઘણી વખત આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. દરમિયાન અમેરિકાએ હવે લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર હુતી હુમલાઓ સામે આંતરરાષ્ટ્રીય ગઠબંધનની રચના કરવાની જાહેરાત કરી છે. આ ગઠબંધન સુનિશ્ચિત કરશે કે લાલ સમુદ્રમાં હુતી બળવાખોરો જેઓ ઇઝરાયલી અથવા ઇઝરાયેલથી જનારા જહાજોને નિશાન બનાવે છે તેઓ પર જડબાતોડ કાર્યવાહી કરી શકાય.

અમેરિકા સહિત ઘણા દેશો આ અભિયાનમાં સામેલ છે. યુએસએ લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર હુતી હુમલાઓ સામે આંતરરાષ્ટ્રીય ગઠબંધનની રચનાની જાહેરાત કરી છે. ‘ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન’માં બહેરીન, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, નોર્વે, સેશેલ્સ, સ્પેન, યુકે અને યુએસ સામેલ છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયનને નવી સુરક્ષા પહેલ ગણાવી છે.

હુતી બળવાખોરો વેપારી જહાજો પર હુમલો કરે છે
હુતી બળવાખોરોએ ઘણા વેપારી જહાજો પર હુમલો કર્યો છે અને તેમને તેમનો માર્ગ બદલવાની ફરજ પાડી છે. યુએસ અને અન્ય નૌકાદળ લાલ સમુદ્રમાં વ્યાપારી શિપિંગને સુરક્ષિત કરવા માટે પહેલેથી જ કામ કરી રહ્યા છે. જોકે નવા ટાસ્ક ફોર્સથી સુરક્ષામાં વધારો થવાની ધારણા છે. સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન લાલ સમુદ્રમાં સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે યુકે, સ્પેન, બહેરીન, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, નોર્વે અને સેશેલ્સ જેવા સંખ્યાબંધ દેશોને એકસાથે લાવી રહ્યું છે.

હુતીએ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું
ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન ટાસ્ક ફોર્સ 153 દ્વારા વિશિષ્ટ રીતે સંચાલિત કરવામાં આવશે. તે લાલ સમુદ્ર, યમન નજીક બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ અને એડનની ખાડીનું રક્ષણ કરે છે. ઓસ્ટિને સોમવારે કહ્યું હતું કે હુતિઓએ લાલ સમુદ્રમાં જહાજોને હેરાન કરીને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. એટલા માટે અમે આ ખતરાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. આ માત્ર અમેરિકન મુદ્દો નથી. આ એક આંતરરાષ્ટ્રીય મુદ્દો છે અને તેને પણ આંતરરાષ્ટ્રીય રીતે ઉકેલવો જોઈએ. તમને જણાવી દઈએ કે દર વર્ષે લગભગ 10 ટકા વેપાર લાલ સમુદ્ર દ્વારા થાય છે.

Most Popular

To Top