Entertainment

હોલીવુડના સુપરસ્ટારને થઈ ગંભીર બિમારી, બોલી પણ શકતા નથી…

નવી દિલ્હી : હોલીવુડના (Hollywood) પ્રખ્યાત અભિનેતા બ્રુસ વેલીસની (Bruce Wellis) તબિયત (Health) બહુ જ ખરાબ થઇ ગઈ હોવાના સમાચાર આવી રહ્યા છે. અભિનેતા બ્રુસના પરિવારે જણાવ્યું હતું કે, ગત વર્ષે તેમને અફેસીયા નામક બીમારી લાગુ પડી હતી. આ બીમારીનો કોઈ પણ ઈલાજ થઈ શકે તેમ નથી. વધુમાં તેમના પરિવાર જનોએ કહ્યું હતું કે હાલ તેઓ બોલી પણ શકતા નથી અને હવે તેઓએ ફિલ્મ અને અભિનયની દુનિયાથી અંતર બનવી લીધું છે. હવે બ્રુસને વધુ એક ગંભીર બીમારીએ જકડી લીધો છે. અને આ બીમારીનો પણ કોઈ ઈલાજ થઇ શકે તેમ નથી. બ્રુસની તબિયત ખરાબ હોવાની વાતને લઇને તેમના ફેનમાં પણ નિરાશાઓ છવાઈ ગઈ છે.

લા ઈલાજ છે બ્રુસની બીમારી જેનો ઈલાજ શક્ય નથી
બ્રુસ વેલિસ ગયા વર્ષે અને હાલમાં જે બીમારી લાગુ પડી હતી તેનો હાલ મેડિકલ ક્ષેત્રે કોઈ ઈલાજ શક્ય નથી. તેમના પરિવારે ગુરુવારે બ્રુસની ગંભીર બીમારી અંગેનું નિવેદન આપતા આ વાતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે 67 વર્ષના બ્રુસને ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા છે. ‘આ ખૂબ જ દુઃખદ છે, પરંતુ અમને તે જાણીને રાહત થઈ છે કે તેમની બીમારી શું છે. FTD એક ખુબ ગંભીર રોગ છે જેના વિશે આપણે ક્યારેય સાંભળ્યું ન હતું અને જે કોઈને પણ થઈ શકે છે.

તેમની તબિયત સતત ખરાબ થઇ રહી છે
પરિવારે પાપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હજુ સુધી આ બીમારીનો કોઈ ઈલાજ નથી. તેણે લખ્યું, ‘આજના સમયમાં આ બીમારીનો કોઈ ઈલાજ નથી. પરંતુ અમને આશા છે કે આવનારા સમયમાં તેનો ઈલાજ મળી જશે. જેમ જેમ બ્રુસની તબિયતમાં કોઈ સુધારો હજુ સુધી દેખાઈ રહ્યો નથી. અમે આશા રાખીએ છીએ કે મીડિયા આ રોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેને અન્યની નજરમાં લાવશે જેથી યોગ્ય જાગૃતિ અને સંશોધન પણ થઈ શકે.

આ નિવેદન એસોસિયેશન ઓફ ફ્રન્ટો ટેમ્પોરલ ડીજનરેશનની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. તેના પર બ્રુસ વિલિસની પત્ની એમ્મા હેમિંગ વિલિસ, ભૂતપૂર્વ પત્ની ડિમી મોરે અને પાંચેય બાળકો રુમર, સ્કાઉટ, તલ્લુલાહ, મેબલ અને એવલિન દ્વારા હસ્તાક્ષર કર્યા હતા.

ફ્રન્ટો ટેમ્પોરલ ડિમેન્શિયા શું છે?
ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયાની પ્રારંભિક-શરૂઆત ડિમેન્શિયાનો સૌથી સામાન્ય પ્રકાર છે. આ રોગ સામાન્ય રીતે 40 થી 65 વર્ષની વય વચ્ચે શરૂ થાય છે. તે મગજના આગળના અને ટેમ્પોરલ લોબને અસર કરે છે, જેના કારણે વર્તણૂકમાં ફેરફાર થાય છે, બોલવામાં અને લખવામાં મુશ્કેલી થાય છે અને યાદશક્તિમાં ઘટાડો થાય છે.આ બીમારીનો મેડિકલ ક્ષેત્રે કોઈ પણ ઈલાજ હજુ સુધી શોધાયો નથી.

પહેલા બ્રુસ વેલીસ આ બીમારીમાં સપડાયા હતા
માર્ચ 2022 માં આ રોગનો પ્રથમ શિકાર થયા હતા બ્રુસ વિલિસના પરિવારે તેમના વિશે પ્રથમ ખરાબ સમાચાર આપ્યા હતા. તેણે કહ્યું કે અભિનેતા અફેસિયા નામની બીમારીથી પીડિત છે. તેણે વાત કરવાની અને સમજવાની ક્ષમતા ગુમાવી દીધી છે. આ સાથે જાહેરાત કરવામાં આવી હતી કે બ્રુસ વિલિસ હવે ફિલ્મોમાંથી બ્રેક લઈ રહ્યો છે. હવે તેના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે. આ સમાચાર ચાહકો માટે ખૂબ જ દુઃખદ હતા. બ્રુસ વિલિસ હોલીવુડનો સુપરસ્ટાર છે. તે તેની ફિલ્મો ‘ડાઇ હાર્ડ’ અને ‘ધ સિક્સ્થ સેન્સ’ માટે જાણીતો છે. ચાર દાયકાની તેની કારકિર્દીમાં, બ્રુસે ઘણા મહાન પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી તે ડાયરેક્ટ ટુ વિડિયો ફિલ્મોમાં કામ કરી રહ્યો હતો. તેની લેટેસ્ટ ફિલ્મ એસેસિન માર્ચ 2023માં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની રાહ ઘણા સમયથી ચાલી રહી હતી. તે અભિનેતા દ્વારા વર્ષ 2021 માં શૂટ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top