Madhya Gujarat

હાય રે ભ્રષ્ટાચાર : કેન્દ્ર સરકારની વિકાસલક્ષી ગ્રાન્ટમાં અધિકારીઓ ચૂંટાયેલા નેતાઓની ખાયકી

દાહોદ: કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી  જિલ્લાઓમાં સામેલ કરાયેલા દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકાના અધિકારીઓ દ્વારા નાણાકીય વર્ષ 2022/23 ના દરમિયાન વિકાસશીલ તાલુકાના આયોજનમાં જિલ્લાવાસીઓ માટે મહત્વપૂર્ણ તેમજ જરૂરિયાતમંદ બાબતોને દર કીનાર કરી  વિવિધ ડમી યોજનાઓના નામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યોના વિરોધ અને વાંધાઓને નજર અંદાજ કરી યોજનાઓમાં નિયત કરેલી ગાઇડલાઇનને નેવે મૂકી યુનિક કોસ્ટથી ચાર થી પાંચ ઘણા ભાવે મંજુર કરી કામોની બારોબાર  ફાળવણી કરી એક તરફ નર્યો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.જેના પગલે વિકાસશીલ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા મોકલેલા પૈસાનો પણ દુરુપયોગ થાય છે.

તેવા આક્ષેપો સાથે દાહોદના એક જાગૃત નાગરિકે  આ સંબંધે ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆતો કરી  આયોજનના કામોમાં અધિકારીઓની ચાલતી મનમાનીનો વિરોધ કરી આવા અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા એક્સપિરિયન્સ યોજના અંતર્ગત વિકાસશીલ તાલુકાઓમાં પાયાની સુવિધાઓ ઉભી કરી તાલુકા મથકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આયોજનના કામો કરવા માટે યોજના બહાર પાડવામાં આવી છે.  પરંતુ આવી મહત્વપૂર્ણ યોજનાઓમાં  અધિકારીઓ દ્વારા મનમાની કરી યોજનાઓના નામે બારોબાર ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ઝાલોદ તાલુકાના એક જાગૃત નાગરિકે વડાપ્રધાન કાર્યાલય,મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલય, નાણા વિભાગ તેમજ સંલગ્ન વિભાગની ઉચ્ચ કચેરીએ વિવિધ મુદ્દાઓને લઈ લેખિતમાં રજૂઆત કરી આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની માંગણી કરી છે. જે અંતર્ગત ઉચ્ચકક્ષાએ કરાયેલી રજૂઆતો અનુસાર જાગૃત નાગરિકને જણાવ્યું હતું કે ઠરાવમાં આમુખ ૨ થી ગુજરાત રાજ્ય તાલુકા પછાતપણા અંગેની અભ્યાસ સમિતિએ પસંદ કરેલ ૪૪ નિર્દેશકોમાંથી ૧૫ સામાજિક અને આર્થિક નિર્દેશકો માનવ વિકાસના સંદર્ભમાં છે જેવા કે , ૧ મૂળભૂત જરૂરિયાતો ૨ ગરીબી ૩ શિક્ષણ અને ૪ આરોગ્ય છે .

આ નિર્દેશકો માંથી કયા નિર્દેશકો ઉપર કેટલી યોજનાઓ મંજુર કરવામાં આવી ?શું આપ સાહેબ દાહોદ આવીને બેઠક કરી ?શું રમત ગમત ના સાધનો, બાળ ક્રિડાગણના સાધનો , યોગા મેટ, ફીટનેશના સાધનો એ જ યોજનાઓ માનવ વિકાસ પ્રગતી હેઠળના કામો છે ?માન . પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ તાલુકાઓના વિકાસ થાય તે માટે આ યોજના ચાલુ કરવામાં આવેલ છે , તેનું અધિકારીઓ દ્વારા પૈસા લઇને વેપારીકરણ કરી દેવામાં આવ્યું છે.શું આ રીતે માનવ વિકાસ સૂચકઆંક ઉપર આવી શકશે ? દાહોદ જીલ્લાની મૂળ જરૂરિયાત પાણી, રોજગારી, આરોગ્ય, શિક્ષણ, શાળાના ઓરડા, જર્જરિત આંગણવાડીઓને નવીન બાંધકામ, ખૂટતા ઓરડાઓ, ખૂટતી આરોગ્યલક્ષી સુવિધાઓ , તેમજ કુપોષણથી દાહોદની ખરાબ હાલત જેવી જરૂરિયાતની મહત્વની બાબતોને બાજુ પર રાખી આ બધા કામોમાં આયોજન કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે લાખો કરોડો રૂપિયા માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર ના રથને જ આગળ વધારતો જશે.

જેનાથી સામાન્ય પ્રજા, ગરીબ અને કુપોષિત બાળકો, બીમારીઓથી પીડાતા દર્દીઓ, ડીગ્રી મેળવેલા બેરોજગાર વિદ્યાર્થીઓ-યુવાનો, ટેકનોલોજી અને સાધનોના અભાવથી વલખા મારતા ખેડૂતો વગેરે વગેરે માત્ર અને માત્ર ભ્રસ્ટાચારના પૈડા નીચે કચડાયા કરશે,અને વિકાસશીલના કામોના રૂપિયાથી ડમી યોજનાઓ લઇ લઇ ને ભ્રષ્ટાચારના આયોજન જ કરવામાં આવશે એવા આક્ષેપો કરવામાં આવ્યા છે  જોકે વિભાગની વડી કચેરીઓ તેમજ  જિલ્લાના ઉચ્ચકક્ષાએ બિરાજિત અધિકારીઓ દ્વારા આ મામલે  એક સમિતિની રચના કરી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તો દુધ કા દુધ ઓર પાની કા પાની થાય તેમ છે.

Most Popular

To Top