Health

કોરોના વાયરસના આ પ્રોટીનને લીધે યુવાનોને આવી રહ્યો છે હાર્ટ એટેક

નવી દિલ્હી: કોરોના (Corona) મહામારી બાદ હૃદયના (Heart) રોગોમાં (Deseas) વધારો થયો છે. સ્વસ્થ અને યુવાન લોકોને અચાનક હૃદયરોગનો હુમલો (Heart Attack) આવે છે અને પળવારમાં મૃત્યુ પામી રહ્યાં છે. અત્યાર સુધી હાર્ટ એટેક અને હૃદય રોગને કોવિડ-19 ચેપ સાથે જોડવામાં આવી રહ્યા હતા. પરંતુ એક નવા સંશોધને શંકાના તમામ વાદળો દૂર કરી દીધા છે અને જણાવ્યું છે કે માત્ર SARS-Cov-2નું પ્રોટીન હૃદયને નુકસાન પહોંચાડી રહ્યું છે. પરંતુ આ સંશોધને એક સારા સમાચાર પણ આપ્યા છે. અભ્યાસ મુજબ, કોરોના વાયરસના આ પ્રોટીનને નિષ્ફળ કરવામાં માત્ર ભારતીય દવા જ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

SARS-CoV-2 હૃદયને કેવી રીતે નુકસાન કરે છે?
કોવિડ -19 ચેપ SARS-Cov-2 વાયરસથી થાય છે. તેમાં હાજર એક ખાસ પ્રોટીનને કારણે ઈન્ફેક્શન બાદ હૃદયને નુકસાન થઈ રહ્યું હતું. આ પ્રોટીન હૃદયના સ્નાયુમાં બળતરા, અસામાન્ય ધબકારા, લોહીના ગંઠાવાનું, હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર માટે જાણીતું હતું. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ તેમના સંશોધનમાં આ વાતનો ખુલાસો કર્યો છે. 

આ SARS-CoV-2 પ્રોટીન હૃદયને નબળું બનાવે છે
ગયા વર્ષે વરિષ્ઠ સંશોધક ઝે હાન અને તેમની ટીમે ફ્રૂટ ફ્લાય અને માનવ કોષો પર સંશોધન કરીને કોરોના વાયરસના 2 સૌથી ખતરનાક પ્રોટીનની ઓળખ કરી હતી. જેમાંથી SARS-CoV-2 Nsp6 પ્રોટીનને રોકવાનો રસ્તો મળ્યો નથી. નવા સંશોધનમાં, આ SARS-Cov-2 પ્રોટીન હૃદયને નબળું બનાવવા માટે જવાબદાર હોવાનું જણાયું હતું. ઉંદર અને ફ્રુટ ફ્લાય પરના તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે NSP6 પ્રોટીન ઊર્જા ઉત્પન્ન કરતા હૃદય કોષોને નુકસાન પહોંચાડે છે. જેના દ્વારા તે કોષો ઉર્જા બનાવવા માટે સુગર મેટાબોલિઝમની મદદ લે છે. આ પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ કહેવામાં આવે છે, જે હૃદયની નિષ્ફળતા દરમિયાન જોવા મળે છે.

કોરોનાની ભારતીય દવા 2DG અસરકારક મળી
સંશોધનકારોએ હૃદયને નુકસાન પહોંચાડતા કોરોનાના પ્રોટીનને નિષ્ફળ બનાવવા માટે કોવિડ-19ની ભારતીય દવા 2DGનો ઉપયોગ કર્યો હતો. ભારતીય દવાએ પણ ફ્રુટ ફ્લાય અને ઉંદરમાં ગ્લાયકોલિસિસ પ્રક્રિયાને અટકાવીને વાયરસના વિકાસને અટકાવ્યો હતો. જેના કારણે હાર્ટ એટેક અને કોરોનાને કારણે થતા હૃદય રોગથી બચવાની સંભાવના હતી .

શું છે કોરોનાની દવા 2DG?
2DG નું પૂરું નામ 2-deoxy-D-glucose છે. જે કોવિડ-19 દવા છે જે મોં દ્વારા લેવામાં આવે છે. કોરોના વાયરસની સારવારમાં મદદ કરવા માટે આ સૌથી સસ્તી દવા છે. આ દવા ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાઈડ સાયન્સ (INMAS) દ્વારા ડૉ. રેડ્ડી લેબ (DRL) સાથે મળીને વિકસાવવામાં આવી છે. ગયા વર્ષે જ આ દવાને કોરોનામાં ઈમરજન્સી ઉપયોગ માટે બજારમાં ઉતારવામાં આવી હતી. જો કે, તેને એફડીએ દ્વારા મંજૂરી મળવાની બાકી છે.

આ દવા પણ સારા પરિણામ આપે છે
ગયા વર્ષે હાથ ધરાયેલા અભ્યાસમાં સેલિનેક્સર નામની દવાએ પણ સારા પરિણામો દર્શાવ્યા હતા. Sarv-CoV-2 ના બે સૌથી ખતરનાક પ્રોટીનમાંથી એકને બ્લોક કરવામાં આ સફળ રહ્યું. જો કે, તે કોરોના વાયરસના Nsp6 પ્રોટીન પર બિનઅસરકારક હતું.

HIV અને Zika વાયરસ જેવા પ્રોટીન
મુખ્ય સંશોધકે કહ્યું કે કોરોના વાયરસના બંને પ્રોટીન શરીરના પેશીઓને તે જ રીતે નુકસાન પહોંચાડે છે જે રીતે ઝિકા વાયરસ અને HIV. દવા 2DG હૃદયના સ્નાયુને આ નુકસાનને ઉલટાવવામાં અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જેના કારણે કોરોના પછી હૃદયની બીમારીઓથી બચી શકાય છે.

Most Popular

To Top