SURAT

હજીરા રિલાયન્સ જેટી પર માછીમારી કરવા ગયેલા ચાર યુવકો પૈકી એક યુવક દરિયામાં તણાઈ ગયો

સુરત: શહેરના અંતરિયાળ વિસ્તાર હજીરા જેટીમાં (Hazira Jetty) ગુરુવારે મોડી રાત્રે 5 માછીમાર યુવકો માછલી પકડવા ગયા હતા. બોટમાંથી (Boat) એક યુવક દરિયામાં પડતાની સાથે જ ભરતીના (sea tide) પાણીમાં તણાઈ ગયો હતો. બાકીના ચાર યુવકો બહાર આવી જતા તેમનો બચાવ થયો હતો. ઘટનાની જાણ ફાયરને (Fire) કરવામાં આવતા યુવકની કલાકો સુધી શોધખોળ કરી હોવા છતાં હજુ પણ યુવકનો પતો લાગ્યો નથી.

  • મગદલ્લા ગામના કાંઠા મોહલ્લામાં રહેતો 38 વર્ષીય ભાવેશ પટેલ લાપતા : બીજા દિવસે પણ શોધખોળ યથાવત

ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ હજીરાના મગદલ્લા સ્થિત કાંઠા ફળિયામાં રહેતા પાંચ માછીમાર યુવકો ગુરુવારે રાત્રે 2:30 કલાકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી (Reliance Industry) ગેટ નંબર 3 નજીક આવેલા જેટીમાં માછલી પકડવા (catch fish) માટે ગયા હતા. પાંચેય યુવકો એક જ બોટમાં સવાર હતા. દરમિયાન 38 વર્ષીય ભાવેશ કનુભાઈ પટેલનો પગ બોટમાંથી લપસી જતા તે પાણીમાં તણાવા લાગ્યો હતો.

બાકીના ચાર માછીમાર (fisherman) યુવકોએ ભાવેશને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જેટી દરિયાની ભરતીના પાણીથી લબાલબ હોવાથી ભાવેશ જોતજોતામાં દરિયાના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બીજી તરફ બોટમાં સવાર અન્ય ચાર યુવકો સમય સૂચકતા વાપરીને જેટીમાંથી બહાર આવી ગયા હતા. અને ત્યારબાદ ઘટના અંગે ફાયર કંટ્રોલને (Fire control) જાણ કરાતા વહેલી સવારે 5:38 કલાકે વેસુ ફાયરના લાશ્કરો જેટી ઉપર પહોંચ્યા હતા.

ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, અમારી ટીમ બોટ, લાઈફ જેકેટ તથા રિંગબોયા લઇ પાણીમાં ઓપરેશન માટે નીકળી હતી અને કલાકો સુધી ભાવેશની શોધખોળ આદરી હતી. શુક્રવારે સાંજના સમય સુધી શોધ કરતા ક્યાંય પણ તેની બોડીનો અતોપતો લાગ્યો ન હતો. સાંજે પાછા ભરતીના પાણી આવી જતા ફાયરની ટીમ પરત ફરી હતી. પાણી ઓસરી જશે ત્યારે ફરી ભાવેશની શોધ ફરી શરુ કરવામાં આવશે તેવું ફાયરના સૂત્રોએ જણાવ્યું હતું.

Most Popular

To Top