Madhya Gujarat

હાર્દિક પટેલ પ્રથમવાર યાત્રાધામ પાવાગઢ ખાતેના મહેમાન બન્યા

હાલોલ: હાર્દિક પટેલ યાત્રાધામ પાવાગઢ ખાતેના મહેમાન બન્યા હતા જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિર ખાતે માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવી આર્શિવાદ લેવા આવી પહોંચેલા હાર્દિક પટેલનું પાવાગઢ ખાતેના કેટલાક યુવા અગ્રણીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક યુવા અગ્રણી દ્વારા હાર્દિક પટેલને માતાજીની ચૂંદડી ઓઢાડવામાં આવી હતી જેમાં પોતાના મિત્રો સાથે પાવાગઢ પહોંચેલા હાર્દિક પટેલે યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે પહોંચી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવી માતાજીના આશીર્વાદ મેળવી માતાજીની પૂજા-અર્ચના કરી હતી જે બાદ પાવાગઢના સ્થાનિક યુવા અગ્રણીઓની ઔપચારિક મુલાકાત કરી હતી જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે હાર્દિક પટેલની મુલાકાત દરમ્યાન તેઓની સાથે તેમના ટેકેદારો પણ આવી પહોચ્યા હતા. જેમાં સ્થાનિક યુવાનો સાથે મુલાકાત દરમ્યાન હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેઓ 20 વર્ષ જેટલા સમય બાદ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શને પધાર્યા છે જેમાં મહાકાળી માતાજીના થોડો સમય રોકાયા બાદ માતાજીની પૂજા-અર્ચના કરી સ્થાનિક યુવા અગ્રણીઓ સાથે મુલાકાત કરી હાર્દિક પટેલ પરત પોતાની કારમાં બેસી રવાના થઇ ગયા હતા.

Most Popular

To Top