Sports

મેચની વચ્ચે હાર્દિક પંડ્યાના આવા રીએક્શનથી વિરાટ ગુસ્સે ભરાયો, VIDEO થયો વાયરલ

નવી દિલ્હી: ભારતીય ટીમે (Team India) ઘરઆંગણે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં (ODI Series) જોરદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમે શ્રીલંકા (Sri Lanka) સામેની પ્રથમ મેચ 67 રને જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ત્યારે આ મેચનો હીરો વિરાટ કોહલી (Virat Kohli) રહ્યો હતો, તેણે 87 બોલમાં 113 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. કોહલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ મેચમાં એક સમય એવો આવ્યો જ્યારે વિરાટ કોહલી ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાના (Hardik Pandya) કારણે તે ગુસ્સે થઈ ગયો હતો. જેના કારણે કોહલી અને પંડ્યા વચ્ચેની મેચમાં પણ ટક્કર થઈ હતી.

પંડ્યાએ કોહલીને બીજો રન લેતા અટકાવ્યો હતો
મેચ દરમિયાન આ બે ખિલાડીઓ વચ્ચે રન લેવાના કારણે મામલો ગરમાયો હતો. મેચમાં એક સમયે કોહલી બીજો રન લેવા માંગતો હતો, પરંતુ પંડ્યાએ માત્ર એક રન લઈને કોહલીને રોક્યો હતો. કોહલી અડધી પીચ પર પહોંચી ગયો હતો. પરંતુ સામે છેડેથી પંડ્યાએ તેનો સાથ ન આપ્યો હતો જેના કારણે તેણે ફરી તેની જગ્યાએ જવું પડ્યું, ત્યાર બાદ કોહલીનું રિએક્શન સામે આવ્યું હતું. તે ખૂબ જ ગુસ્સામાં પંડ્યા તરફ જોઈ રહ્યો હતો.

આ ઘટના ભારતીય ઇનિંગ્સ દરમિયાન જ 43મી ઓવરમાં બની હતી. શ્રીલંકાના બોલર કસુન રાજિતાની ઓવરના ત્રીજા બોલ પર કોહલીએ હળવા હાથે ધીમો કટર બોલ રમ્યો અને રન લેવા દોડ્યો. બોલ સ્ક્વેર લેગ તરફ ગયો. કોહલી બીજો રન લેવા માટે અડધી પિચ પર પહોંચી ગયો હતો, પરંતુ પંડ્યા તેને જોયો નહોતો. પરંતુ બાદમાં બીજો રન લેવાનો ઇનકાર કર્યો હતો.

જ્યારે કોહલીએ જોયું તો પંડ્યા તેની આંખો મેળવી શક્યા નહીં.
આ દરમિયાન પંડ્યાના ચહેરાના રિએક્શન તીખા દેખાતા હતા. જેના પર કોહલી ગુસ્સે થઈ ગયો અને પંડ્યા તરફ જોવા લાગ્યો હતો. જો કે કોહલીના રિએક્શન સામે પંડ્યા તેની સામે આંખોમાં ન જોય શક્યો હતો અને તેની આંખો નીચી કરી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે પંડ્યા પણ 45મી ઓવરમાં કસુન રાજિતાના બોલ પર આઉટ થયો હતો. ભારતીય વાઇસ કેપ્ટન પોતાની ઇનિંગમાં 12 બોલમાં માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. કોહલીએ 87 બોલમાં 113 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે એક સિક્સર અને 12 ફોર ફટકારી હતી. સદીની આ જોરદાર ઇનિંગ્સના કારણે ભારતીય ટીમનો વિજય થયો હતો અને કોહલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top