Dakshin Gujarat

દક્ષિણ ગુજરાત કોરોનાનો એક પણ કેસ નહી નોંધાતા પ્રજામાં રાહતની લાગણી

નવસારી : દક્ષિણ ગુજરાતમાં બુધવારે કોરોના (corona)નો એક પણ કેસ નહી નોંધાતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આજે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા (district)માં એક પણ કેસ સામે આવ્યો ન હતો. જેમાં નવસારી જિલ્લામાં ગત 30 મીએ કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ છેલ્લા 3 દિવસથી કોરોનાનો એક પણ નવો કેસ (no new case) નહીં નોંધાતા પ્રજામાં રાહતની લાગણી જોવા મળી રહી છે. હવે જિલ્લામાં માત્ર 3 જ એક્ટિવ કેસ (only 3 active case) રહ્યા છે.

ગત 30મી જાન્યુઆરીએ નવસારી જિલ્લામાં કોરોનાના ત્રણ નવા કેસ વાંસદા તાલુકામાં નોંધાયા હતા. એ બાદ છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. નવા કેસ નહીં નોંધાતા લોકોમાં રાહત જોવા મળી રહી છે. બુધવારે પણ જિલ્લામાં કોરોનાના 335 ટેસ્ટ (covid test) કરાયા હતા. જેથી જિલ્લામાં કુલ 134114 સેમ્પલ (sample) લેવાયા હતા, જેમાંથી કુલ 132217 સેમ્પલ નેગેટીવ આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1562 દર્દીઓ કોરોના પોઝિટિવ (positive) નોંધાયા હતા.

જોકે છેલ્લા 3 દિવસથી કોરોનાનો એકપણ કેસ નહી નોંધાતા કોરોનાનો આંકડો 1562 ઉપર જ યથાવત છે. તો બીજી તરફ આજે એકપણ દર્દી (patient) સાજો નહી થતા કુલ 1457 દર્દીઓને સાજા થઇ થયા છે. અત્યાર સુધીમાં કુલ 102 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જિલ્લામાં અત્યારે કુલ 3 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ આજે કોરોનાનો એક પણ કેસ સામે નહી આવતા લોકોની સાથે આરોગ્ય વિભાગે (health department) પણ રાહતનો દમ લીધો હતો.

દેશમાં રોજિંદા કોરોના વાયરસના કેસોમાં સતત વધારો અને ઘટાડો થતો રહે છે. છેલ્લા 24 કલાકમાં, ચેપના 12,899 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની તુલનામાં આજે નોંધાયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ગઈકાલે ચેપના 11039 નવા કેસ (new case) નોંધાયા હતા. ચેપ મુક્ત દર્દીઓની સંખ્યા વધીને 14 મિલિયન કરતા વધુ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 12,899 નવા ચેપ મળી આવ્યા છે. આ રીતે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,07,90,183 થઈ ગઈ છે.

આ સમયગાળા દરમિયાન ચેપને કારણે 107 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારબાદ કોરોના મૃત લોકોની સંખ્યા વધીને 1,54,703 થઈ ગઈ છે. મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં ચેપ મુક્ત દર્દીઓની સંખ્યા વધીને 1,04,80,455 થઈ છે. છેલ્લા 24 કલાકમાં, 17,824 દર્દીઓએ વાયરસને પાછળ છોડી દીધા છે અને સારવાર પછી ઘરે પાછા ફર્યા (back to home) છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા બે લાખથી નીચે રહી છે. 

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top