Gujarat

શિયાળા-ઉનાળા વચ્ચે વરસાદની એન્ટ્રી, 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી

ગાંધીનગર: (Gandhinagar) શિયાળાથી ઉનાળા તરફ આગળ વધી રહેલા હવામાનમાં પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની (Rain) આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતોની (Farmer) ચિંતામાં વધારો થયો છે. પાકને નુકશાનીનાં ડરને કારણે ખેડૂતો દ્વારા કેટલાક પાક વહેલી ઉપાડી લેવાની પણ નોબત આવી છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થશે. બીજી તરફ હવામાન વિભાગે ઉત્તરપશ્ચિમી ગુજરાત તરફના દરિયામાં તોફાની મોજા ઉછળવાને કારણે તથા પવનનીગતિ પણ ઝડપી હોવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને જીરા ઉત્પાદનને નુકસાન જવાનો ડર ઉભો થયો છે. ખેડૂતોનું કહેવું છે કે આગામી દિવસોમાં વરસાદની આગાહી ને જોતા જે ખેડૂતોએ જીરાનું ઉત્પાદન કર્યું છે તેઓ તાત્કાલિક પોતાના ખેતરમાંથી જીરું ઉપાડવા લાગ્યા છે. અન્ય પાકો જેને વરસાદને કારણે નુકસાન થઈ શકે તેમ છે તેને પણ ખેડૂતો લણી લેવા મજબૂર બન્યા છે.

Most Popular

To Top