Vadodara

16 વર્ષથી નીચેના બાળકોને ટ્યૂશન- કોચિંગ ક્લાસમાં મોકલી શકાશે નહીં

વડોદરા, તા.26
દેશભરમાં ચાલતા કોચિંગ ક્લાસિંગ પર અત્યાર સુધી સરકારનો કોઈ નિયંત્રણ ન હતું પરંતુ હવે સરકારે કોચિંગ ક્લાસીસ માટે ચોક્કસ ગાઈડ લાઈન જારી કરી છે.ગાઈડલાઈન મુજબ 16 વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન કે કોચિંગ ક્લાસિસમાં મોકલી શકાશે નહીં. જેને કારણે કોચિંગ ક્લાસના સંચાલકો તેમજ શિક્ષકો મૂંઝવણમાં મુકાયા છે ત્યારે વડોદરા ના કેટલાક કોચિંગ ક્લાસના શિક્ષકોએ આ ગાઈડલાઈન નો વિરોધ કર્યો છે અને સરકાર આ ગાઈડ લાઈન ઉપર પુન વિચારણા કરે તેવું શિક્ષકોનું કહેવું છે.
દેશભરમાં ચાલતા કોચિંગ ક્લાસ પર અત્યાર સુધી સરકારનો કોઈ નિયંત્રણ ન હતું પરંતુ સરકાર દ્વારા હવે ખાનગી ટ્યુશન ક્લાસ ઉપર નિયંત્રણ લાવવા માટે ગાઈડ લાઈન બનાવી છે રાજ્યમાં અંદાજિત 50,000 કરતાં વધુ નાના-મોટા કોચિંગ ક્લાસ આવેલા છે જેને સરકારની ગાઇડલાઇનની સીધી અસર થશે કેન્દ્ર સરકારે ખાનગી ક્લાસીસ પર કાર્યકર્તા રાજ્યભરમાં તેની સીધી અસરને પગલે નાના-મોટા સંચાલકોમાં આપ્યો છે. ત્યારે વડોદરામાં ખાનગી કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકો શિક્ષકોએ સરકારની આ ગાઈડલાઈનનો વિરોધ કર્યો હતો. આ જે નિર્ણય છે ગાઈડલાઈન છે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે છે કે પછી સામાન્ય ટ્યુશન માટે છે તેનો પણ ફોડ પાડવામાં આવ્યો નથી. આ નિર્ણયથી ગુજરાતમાં 50,000 થી વધુ ટ્યુશન સંચાલકો બેકાર બનશે. નાનપણથી બાળકોનો અભ્યાસનો પાયો નબળો બની જશે તેવી પણ ભીતિ ઊભી થઈ છે. અચાનક જ 16 વર્ષથી વિદ્યાર્થી ટ્યુશન ક્લાસમાં જાય તો તે માનસિક રીતે પણ તૈયાર ન હોય ત્યારે સમગ્ર મામલે ટ્યુશન સંચાલકોએ નારાજગી દર્શાવી છે.

Most Popular

To Top