Vadodara

નવરાત્રીમાં હાર્ટ એટેકના બનાવોને ખાડવા આયોજકોની પહેલ, મહિલાઓ માટે મેકઅપ રૂમની પણ સુવિધા

વડોદરા: ગુજરાતમાં (Gujarat) નવરાત્રિનો (Navratri) અનોખો જ આનંદ જોવા મળે છે. 15 ઓક્ટોબરથી નવલી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 વર્ષથી વડોદરાને (Vadodara) કંઈક અનોખું આપવામાં સફળ થયેલા મા શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કર દ્વારા વડોદરાના અલકાપુરી ક્લબ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. તારીખ 15 ઓક્ટોબર થી લઈને 23 ઓક્ટોબર સુધી વડોદરામાં ગરબાની (Garba) રમઝટ બોલાવવામાં આવશે. જેમાં માઁ શક્તિ નવરાત્રી મહોત્સવ દ્વારા તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે.

દર વર્ષની જેમ આ વર્ષે જય ઠક્કર પ્રસ્તુત માં ગરબા નવરાત્રી મહોત્સવ વડોદરાના ગોરવા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવનાર છે. મા શક્તિ નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. કંઈક નવું આપવાની પહેલ સાથે આ વખતે સેલ્ફી પોઇન્ટ તથા મહિલાઓ માટે મેકઅપ રૂમ કે જે ઇન્ટરેવલ પછી મેકઅપ કરી શકે સાથે રોજેરોજ ઇનામ પણ રાખવામાં આવ્યા છે. સેલ્ફી પોઇન્ટ ઉપર ગરબા રમવા આવનાર ખેલૈયાઓ પોતાનો તેમજ પોતાના સાથી ખેલૈયા નો ફોટો પાડી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂકશે તે માટે પણ તેઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.

રોજે રોજ જે સારા ગરબા રમે તેઓના નામ લખશે. જેથી ખેલૈયાઓને રોજે ઇનામો મળી શકશે અને વધુ સારુ ગરબો રમી શકશે. મા શક્તિ ગરબા મહોત્સવના સ્થાપક જયેશ ઠક્કર દ્વારા વડોદરાના બહેનો તેમજ મહિલાઓ માટે સૌથી મોટું એલાન કરવામાં આવ્યું છે કે આવનારા સમયમાં તેઓ ઈલેક્ટ્રીક વ્હીકલ્સમાં ઝંપલાયા છે અને તે વહીકલ ન કિંમત 1 લાખથી વધુ છે. ત્યારે તેમના કંપની દ્વારા આ ઈલેક્ટ્રીક વ્હીકલ આજથી લઈને નવરાત્રીના અંત સુધી ફક્ત 55 હજારમાં તેઓને મળી શકશે.

આયોજક જયેશ ઠક્કરે જણાવ્યું કે યુવા વર્ગમાં હાર્ટ અટેક આવવાના બનાવવામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે તે માટે સુવિધાથી સજ્જ બે એમ્બ્યુલન્સ ગરબા ગ્રાઉન્ડ ખાતે મૂકવામાં આવશે સાથે જ આયોજકો દ્વારા 10 દિવસ ઇનામો આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે નોમના દિવસે બહેનો માટે ખાસ ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

Most Popular

To Top