Gujarat

ગુજરાતના ગરબાને મળી વૈશ્વિક ઓળખ, UNESCOના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ની યાદીમાં સામેલ

ગુજરાત: ગુજરાતના (Gujarat) ગરબા (Garba) તો પહેલાથી જ વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ હવે ગુજરાતના ગરબાને વૈશ્વિક સ્તરે એક આગવી ઓળખ મળી ગઇ છે. ગરબાને યુનેસ્કોના (UNESCO) અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. જે દરેક ગરબાપ્રેમી જ નહિ પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. ગરબાના તાલનો આવાજ સંપૂર્ણ વિશ્વમાં ગુંજશે. જેની જાહેરાત બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.

ભારતના કેન્દ્રીય સંસ્કૃતિ, પ્રવાસન અને DoNER મંત્રી જી. કિશન રેડ્ડીએ સૌપ્રથમ આ માહિતી આપતી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે ‘ગુજરાતના ગરબા’ તરીકે ગહન રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH)ની પ્રતિનિધિ યાદીમાં અંકિત છે. આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરવા માટે ભારતમાંથી આ 15મું ICH તત્વ છે. ગરબા, ઉજવણી, ભક્તિ, લિંગ સમાવિષ્ટતા અને સામાજિક સમાનતાનું પ્રતીક કરતી પરંપરા, ભૌગોલિક સીમાઓને ઓળંગે છે. આ યાદીમાં સામેલ થવું એ માનનીય પીએમના નેતૃત્વ હેઠળની આ સરકારના અથાક પ્રયાસોની સાક્ષી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું છે કે ગરબાએ માઁ આદ્યશક્તિ દેવીની પૂજાનું એક અનન્ય સ્વરૂપ છે. ગરબાનો સમાવેશ NESCOના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદી એ ગુજરાત અને ભારત માટે ખરેખર ગર્વની ક્ષણ છે. તે ભારતની પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ દ્વારા આપવામાં આવેલ સન્માન છે. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આજે ગરબાને જે વૈશ્વિક ઓળખ મળી છે તે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર ભારતના વર્ષો જૂના વારસા અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર ઉજાગર કરવાના તમામ પ્રયાસોનો જ એક પરિણામ છે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.

Most Popular

To Top