SURAT

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને કહ્યું, ‘હાથમાં લાકડી લઈને બેસો, કોઈ હિંમત કરશે નહીં..!’

સુરત: (Surat) રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી (State Home Minister) હર્ષ સંઘવીના (Harsh Sanghvi) તીખા તેવર સોમવારે સવારે જોવા મળ્યા હતા. સુરતના સુમન આવાસની (Suman Aawas) મુલાકાતે ગયેલા ગૃહમંત્રીને ત્યાંની મહિલાઓએ પુરુષોની આ હરકત વિશે ફરિયાદ કરી ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું કે, લાકડી લઈને બેસો. કોઈ હિંમત કરશે નહીં અને જો તેમ છતાં પુરુષો સુધરે નહીં તો મને ફોન કરજો.

  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના સુમન આવાસની મુલાકાત લીધી
  • આવાસમાં રહેતી મહિલાઓએ પુરુષો દ્વારા પાનની પિચકારી મારી ગંદકી કરાતી હોવાની ફરિયાદ કરાઈ
  • હર્ષ સંઘવીએ ગંદકી ફેલાવતા પુરુષો વિરુદ્ધ કાર્યવાહીની બાંયધરી આપી
  • આવાસમાં ગ્રાઉન્ડ માટે હર્ષ સંઘવીએ ગ્રાન્ટમાંથી 5 લાખ ફાળવવા જાહેરાત કરી

ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતની મજુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુમન આવાસની મુલાકાતે આજે સવારે ગયા હતા. સુમન આવાસમાં ગંદકીને મુદ્દે સ્થાનિક મહિલાઓએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી. તેથી હર્ષ સંઘવી વિફર્યા હતા અને મહિલાઓને કહ્યું હતું કે, હાથમાં લાકડી લઈને બેસો. કોઈ ગંદકી નહીં કરે.

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, કોઈ માવાની કે પાનની પિચકારી આવાસમાં, લિફ્ટમાં મારે અને ગંદકી કરે તો તેઓને લાકડીથી મારો. આ સાથે જ હર્ષ સંઘવીએ ગંદકી કરનારા પુરુષોને સુધારવા માટે કાર્યવાહી કરવાનું આશ્વસન પણ આપ્યું હતું.

આ અગાઉ સુમન આવાસમાં રહેતી મહિલાઓએ ફરિયાદ કરતા કહ્યું હતું કે, પુરુષોને પાનની પિચકારી નહીં મારવા સમજાવીએ તો અમારી પર ગુસ્સો કરે છે, ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું કે, હવે પુરુષો ગુસ્સો કરે તો મને ફોન કરજો. આ સાથે જ સંઘવીએ આવાસમાં બાળકો માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવા વિશે આશ્વસન આપ્યું હતું. તાત્કાલિક પોતાની ગ્રાન્ટમાંથી 5 લાખ ફાળવ્યા હતા.

Most Popular

To Top