Gujarat

ગુજરાતમાં મેઘરાજાનું આગમન: વલસાડ અને રાજકોટમાં ધોધમાર વરસાદ

ગુજરાત: હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત રાજકોટ (Rajkot) જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દિવસભર ગરમીના પ્રકોપ પછી સાંજના સમયે અચાનક વાતાવરણ (Weather) બદલાયું હતું. સમગ્ર આભ કાળા વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવનના સૂસવાટા શરૂ થઈ ગયા હતા. પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે મેધરાજા વરસ્યા હતા. મળતી માહિતી મુજબ રાજકોટના કુવાડવા રોડ પર સૌથી વરસાદ (Rain) નોંધાયો છે. અહીં થોડી જ ક્ષણમાં અડધો ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મેધરાજાની વહેલી પધરામણીના કારણે ઉનાળુ પાક તલ, બાજરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ તલ અને બાજરીનો પાક તૈયાર થવાની અણી પર છે અને વરસાદથી તેના પર પાણી ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેરી પકવતા સૌરાષ્ટ્રના ખેડૂતો પણ આ કારણે ચિંતામાં મુકાયા છે.

વલસાડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને થશે ભારે નુકસાન
વલસાડ : ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના વલાસડ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વાતાવણણાં ઠંડક પસરી છે. મંગળવાર સવારથી જ વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી હતી.

દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા. ભારે પવન ફૂંકાયા બાદ મંગળવારે વલસાડ પંથકમાં ધોધમાર વરસાદ વરસયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેરી હજી આંબા પરથી ઉતારી નથી અને તે પહેલા જ વરસાદી ઝાપટાના કારણે કેરીના પાકને નુકસાન થઈ શકે છે.

25 અને 26મી મે દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના: હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તા. 25 અને 26મી મે દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં પ્રિ-મોન્સુન એકિટવિટી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને લીધે અરબ સાગરમાંથી વાદળો ખેંચાતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. જો કે સુરતના અમુક વિસ્તારમાં મેધરાજાની પઘરામણી થઈ ચૂકી છે. ભારે પવનોની સાથે વરસાદી ઝાપટાં પણ પડ્યાં હતાં. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળમાં મે મહિનાના અંત સુધીમાં ચોમાસાનો પ્રારંભ થશે. અને જો ચોમાસુ સમયસર આગળ વધે તો દક્ષિણ ગુજરાત સુધી જૂન મહિનાના બીજા અઠવાડિયાના પ્રારંભે ચોમાસુ આવી પહોંચે તેવી શક્યતા છે.

Most Popular

To Top