Gujarat

ગુજરાત: PM મોદી આજે ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું

ગાંધીનગર: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા 91 હજાર કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે. મોદીએ જણાવ્યું હતું કે હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video conferencing) દ્વારા ‘ઇન્ડિયાઝ ટેક: ચિપ્સ ફોર ડેવલપ્ડ ઇન્ડિયા’ (India’s Tech: Chips for Developed India) કાર્યક્રમ દરમિયાન આશરે રૂ. 1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો (Semiconductor Project) શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેસ્ટ દેશનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર પ્લાન છે. જે ધોલેરામાં સ્થપાશે. તેમજ વડાપ્રધાને આજે પોતાના કાર્યક્રમ દરમિયાન દેશના યુવાનોને પણ સંબોધીત કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ સુવિધાઓ ગુજરાતના ધોલેરા, સાણંદ અને આસામના મોરીગાંવમાં સ્થાપિત કરવામાં આવશે. તેમજ શિલાન્યાસના આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના યુવાનોને પણ સંબોધિત કરશે. તેમજ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્રીય યુનિવર્સિટીઓ જેવીકે IITs, NITs, IIMs, IISERs, IISc અને અન્ય ટોચની સંસ્થાઓ સહિત 1814 સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે.

સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતને અગ્રેસર બનાવવા માટે કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનની સ્થાપના કરી છે. આ પ્રોજેક્ટ સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમને મજબૂત કરશે. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર આપશે. તેમજ આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર નિર્માણને પણ પ્રોત્સાહન આપશે.

દેશની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ ધોલેરામાં સ્થપાશે
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) માં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL) દ્વારા સ્થાપિત કરવામાં આવશે. તેમજ ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્સ સ્થાપવા માટે સુધારેલી યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવશે. તેમજ આ પ્રોજેક્ટ પર રૂ. 91,000 કરોડથી વધુના રોકાણ સાથે દેશની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે.

ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) દ્વારા સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) માટેની સુધારેલી યોજના હેઠળ મોરીગાંવ, આસામ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધાની સ્થાપના કરવામાં આવશે. તેમજ આ યોજના ઉપર કુલ રોકાણ લગભગ 27,000 કરોડ રૂપિયાનું હશે. તેવી જ રીતે CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા સાણંદમાં આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધા સ્થાપવામાં આવશે. જેના ઉપર કુલ રોકાણ રૂ. 7,500 કરોડની આસપાસ રહેશે.

Most Popular

To Top