Gujarat

રાજ્યના દરેક જિલ્લામાં ‘ફેમિલી ફર્સ્ટ – સમજાવટનું સરનામું’ની રચના થશે

ગાંધીનગર : કાયદા મંત્રીએ આજે કાયદા વિભાગનું રૂ. ૧૭૪૦ કરોડની જોગવાઇનું અંદાજપત્ર (Budget) રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩ -૨૦૦૪માં ન્યાયતંત્ર (Judiciary) માટેનું બજેટ જે માત્ર ૧૪૦.૧૯ કરોડ હતું તેમાં આશરે ૧૨૪૧ ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પોક્સો એક્ટ હેઠળના કેસમાં ઝડપી કાર્યવાહી કરવા માટે રાજયમાં ધ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એકટ, ૨૦૧૨ની સ્પેશિયલ કોર્ટોની સ્થાપના કરવામાં આવેલ છે તેનાથી બાળકો ઉપર થતા અત્યાચાર અટકાવવા પોક્સો એક્ટ હેઠળ વિવિધ જિલ્લાઓમાં સ્પેશિયલ કોર્ટોની રચના કરવામાં આવેલ છે તે પૈકી ૨૪ ફાસ્ટટ્રેક એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટ જેમાં માત્ર પોક્સો એક્ટ હેઠળના કેસોની કાર્યવાહી ચલાવામાં આવે છે અને ૧૧ બીજી એવી કોર્ટોની રચના કરવામાં આવેલ છે, જેમાં પોક્સો એક્ટ અને મહિલાઓ સામેના બળાત્કારના કેસોની કાર્યવાહી ચલાવવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના ભાગ એવા કૌટુંબિક વ્યવસ્થામાં વર્તમાન સમયમાં થતા કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર અને સામાજિક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન થાય તે આશયથી એક વ્યવસ્થા ઉભી કરવાના ભાગરૂપે કૌટુંબિક સંઘર્ષો – વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજનાના અમલ માટે જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ સમિતિનું ગઠન કરવામાં આવશે. તેની સમિતિમાં સભ્ય તરીકે સ્થાનિક કક્ષાના ધાર્મિક, સામાજિક દ્રષ્ટીએ પ્રતિષ્ઠતા અને વર્ચસ્વ ધરાવતા આગેવાનો, સ્થાનિક કક્ષાએ ચુંટાયેલા પ્રતિનિધીનો તથા કાયદાના જાણકાર વ્યક્તિનો સમાવેશ કરવામાં આવશે.

આ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” સમિતિ રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ રચના કરવામાં આવશે. તે હેતુથી સને ૨૦૨૨-૨૩ ના અંદાજપત્રમાં રૂ.૨૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

Most Popular

To Top