Gujarat Election - 2022

ગીરના બાણેજ મતદાન મથકે 100 ટકા મતદાન, માત્ર એક જ મતના આ મથક પર હરિદાસ બાપુએ મતદાન કર્યુ

ગાંધીનગર: આજે ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) ભાગરૂપે પહેલા તબક્કામાં 1લી ડિસે.ના રોજ ગીરના ગાઢ જંગલમાં બાણેજ મતદાન મથક ખાતે ચૂંટણી પંચ દ્વારા એક મત માટે મતદાન મથક (Polling station) ઊભું કરાયું હતું. આજે સવારે ચૂંટણી અધિકારીઓએ બાણેજ ખાતે મતદાન કરવા માટે પહેલા મોક પોલ કર્યો હતો. તે પછી હરિદાસ બાપુએ મતદાન કર્યુ હતું. એટલે કે આ મતદાન મથક ખાતે 100 મતદાન થયું હતું. ગીર જંગલની મધ્યમાં આવેલા બાણેજ આશ્રમના મહંત હરિદાસ બાપુ અચૂક મતદાન કરે છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ગીર મધ્યમાં આવેલા નેશનલ પાર્કમાં જામવાળા ગીરથી 25 કિમી દૂર ઘનઘોર જંગલમાં આવેલા બાણેજ આશ્રમ જાણીતો બની ગયો છે. એક માટે પણ ચૂંટણી પંચ દ્વ્રારા મતદાનની વ્યવસ્થા કરાય છે. હરિદાસ બાપુએ બાણેજ આશ્રમ ખાતે ચૂંટણી અધિકારીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી.

જુનાગઢના શાપુરમાં મતદાન સમયે પ્રિસાઈડિંગ ઓફિસરની તબિયત લથડી
ગાંધીનગર: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જોમાં જુનાગઢના શાપુર ખાતે ફરજ બજાવી રહેલા પ્રિસાઈડિંગ ઓફિસરની તબિયત અચાનક બગડી ગઈ હતી. જોકે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ અંગે મળતી માહિતી મુજબ જુનાગઢના શાપુર ખાતે ચૂંટણીમાં ફરજ બજાવી રહેલા પ્રિસાઈડિંગ ઓફિસરની અચાનક તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડીને તેમની જગ્યાએ રિઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરને કામગીરી સોપવામાં આવી હતી.

Most Popular

To Top